રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કોડ ટીમે અમદાવાદમાં 120 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનું, 3 કિંમતી પથ્થર ઝડપી પાડ્યા

રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. મોબાઇલ સ્કોડ ટીમે અમદાવાદ ખાતા હેઠળની વિશેષ ચકાસણી દરમિયાન આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સ્ટેટ GSTની મોબાઇલ સ્કવોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

silver
gujaratsamachar.com

અગાઉથી મળેલી બાતમીના આધારે મોબાઇલ સ્કવોડ ટીમે અમદાવાદના નારોલ પાસેથી ખાનગી લકઝરી બસોમાં અન્ય રાજયમાંથી આવેલી બસોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રાજસ્થાનથી આવેલી ખાનગી ટ્રાવેલ્સની ડિક્કીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો જપ્ત કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત 4.25 કરોડ રૂપિયા જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ સ્ટેટ GST તરફથી ગીતા મંદિર વિસ્તારમાંથી બસમાં લઇ જવામાં આવનાર 100 કિલો ચાંદીનો જથ્થો પકડી પાડ્યો હતો. ત્યાં વળી આજે નારોલ વિસ્તારમાંથી 120 કિલો ચાંદીનો જથ્થો તેમજ 700 ગ્રામ સોનું અને 3 કિલો જેટલાં કિંમતી પથ્થરો ઝડપી પાડયાં છે. આ જથ્થો નાના વાહનોમાં આગળ લઇ જવાના હતા. પ્લાસ્ટીકના થેલામાં રાખવામાં આવેલાં આ જથ્થાં અંગેના કોઇ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી હાલ આ જથ્થો સ્ટેટ GSTના અધિકારીઓએ કબ્જે લઇને માલ ક્યાં જવાનો હતો તથા સંભવિત કરચોરીના એંગલથી પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી રાજ્ય વેરા વિભાગના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણાઈ રહી છે.

gold
divyabhaskar.co.in

રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આવી પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે અને કરચોરી રોકવા રાજય વેરા ખાતું કટિબધ્ધ છે. અધિકારીઓ દ્વારા માલસામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માલના સ્ત્રોત, ગંતવ્ય સ્થળ અને સંભવિત કરચોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

રાજ્ય વેરા વિભાગે જણાવ્યું છે કે, કરચોરી રોકવા માટે વિભાગ કટિબદ્ધ છે. ભવિષ્યમાં પણ ગેરકાયદેસર અને દસ્તાવેજો વગરના માલસામાનના પરિવહન સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. તમામ વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ નિયમોનું પાલન કરે અને દરેક ટ્રાન્ઝેક્શન માટે જરૂરી કાયદેસરના દસ્તાવેજો સાથે રાખે, અન્યથા તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અગાઉ 17 મે 2026ની વહેલી સવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇનપુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી ગુજરાત ATSએ 5 કરોડની કિંમતની 180 કિલો ચાંદી ઝડપી પાડ્યું હતું. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર 3 જેટલા વેપારીની પુછપરછ શરૂ કરવામાં આવી છે.

તો બીજી તરફ સ્ટેટ GSTએ અમદાવાદથી રાજકોટ જતા 100 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આમ 12 કલાકમાં 280 કિલો ચાંદી ઝડપી લેવામાં આવ્યું હતું

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.