અમદાવાદમાં પાણીપુરીમાંથી પહેલા વાળ નીકળ્યો અને પછી હાડકું, પાછો નફ્ફટાઇથી કહે- ‘લાકડું છે કાપીને બતાવું, કાપ્યું તો...

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે ઊભા રહેતા પાણીપુરીવાળાના ત્યાં પાણીપુરી ખાવા માટે ગયેલી યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવતી તેની માતા સાથે પાણીપુરી ખાવા માટે ગઈ હતી. સૌપ્રથમ પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ તેણે ધ્યાને લીધું નહોતું. ત્યારબાદ છેલ્લી પાણીપુરીમાંથી હાડકું નીકળતા યુવતીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોની ખરાઈ કરવાની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ કરી રહ્યું છે.

વાયરલ વીડિયોમાં યુવતી કહી રહી છે કે, ‘રાણીપ BRTS બસ સ્ટેન્ડની સામે ક્રિષ્ના ભેળ પકોડીની લારીએ અમે સાંજે 6.30 વાગ્યે પાણીપુરી ખાવા માટે આવ્યા હતા. અમે પહેલી પકોડી ખાધી, ત્યારે મારા મમ્મીની પકોડીમાંથી વાળ નીકળ્યો હતો. ત્યારે અમે એવું સમજીને જવા દીધું કે કોઈનો ધંધો નથી બગાડવો. એજ અમારી પહેલી ભૂલ હતી. પછી છેલ્લી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે.

bone
divyabhaskar.co.in

મેં તેમને કહ્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ લાકડું છે. પાણીપુરી ખાવા માટે આવેલા બીજા ચાર લોકોને જ્યારે બતાવવામાં આવ્યું તો તેમણે પણ કહ્યું કે આ હાડકું છે. ફરીથી તેમને અમે કહ્યું તો પાછું અમને કહ્યું કે આ લાકડું છે અને કાપીને બતાવીએ અને કાપ્યું તો કપાયું નહીં અને ત્યારબાદ કહે છે કે હાડકું છે અને અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ હાડકું ઉડીને આવ્યું હશે તેમ કહી દીધું હતું.

ન્યૂઝ18ના અહેવાલ મુજબ યુવતીએ કહ્યું કે, ‘મેં મારી જિંદગીમાં ક્યારેક નોનવેજ નથી ખાધું અને અચાનક આ વસ્તુ થાય, તો આનો જવાબદાર કોણ? હવે પાણીપુરીની લારીવાળો ખાલી સોરી-સોરી કહે છે, આમાં અમે કંઈ જ ન કરી શકીએ હાલમાં આ વીડિયો વાયરલ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

pakodi1
divyabhaskar.co.in

4 મહિના અગાઉ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો ન વધે ન તેને લઈને પાણીપુરી વેચનાર લારીઓ-એકમો સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. શહેરના અલગ-અલગ સ્થળેથી પાણીપુરીના પાણી અને ઉપયોગમાં લેવાતા મસાલાની તપાસ કરાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 1,121 પાણીપુરીની લારીઓ પર પાણીના નમૂના લીધા હતા, જેમાં 280 સેમ્પલમાં ખાવાલાયક ન હોય એવા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તો અમુક જગ્યાએ પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.