અમદાવાદમાં 400 કિલો નકલી ઘી પકડાયું, પામોલિન તેલથી બનાવતા, સુગંધ માટે કેમિકલ નાખતા

ગુજરાતમાં ઘણી જગ્યાએ ઘીનો નકલી જથ્થો ઝડપાતો હોવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેછે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગ દ્વારા નિકોલમાંથી નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે AMCના ફૂડ વિભાગે 400 કિલો જેટલો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, નિકોલ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ત્રાટકીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે નિકોલ વિસ્તારમાં એક સામાન્ય રહેણાંક મકાનમાં ગુપ્ત રીતે નકલી ઘી બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું. આરોગ્ય વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરીને કેમિકલ અને સસ્તા તેલની મદદથી નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું.

fake-Ghee2
gujarati.news18.com

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, રામગોપાલ રાણારામજી કુંપાવત નામનો શખ્સ નિકોલમાં પોતાના મકાનના પહેલા માળે આ ધંધો ચલાવતો હતો. તે વેજીટેબલ ફેટ અને પામોલીન તેલ મિક્ષ કરીને ડુપ્લીકેટ ગાયનું ઘી બનાવતો હતો અને તેને Cow Ghee (Mangalmurti) બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં વેપાર કરતો હતો.

કસ્ટમરોને છેતરવા માટે તે જારના લેબલ પર ઉત્પાદક તરીકે મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ, કઠવાડાનું નામ અને એક્સપાયર થઈ ગયેલો FSSAI લાયસન્સ નંબર લખતો હતો.

આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે, આ નકલી ઘી બનાવવા માટે વેજીટેબલ ફેટ (વનસ્પતિ ઘી) અને પામોલિન તેલનું મિશ્રણ કરવામાં આવતું હતું. શુદ્ધ ઘી જેવી સુગંધ અને ટેક્સચર લાવવા માટે તેમાં ખતરનાક એસેન્સ અને રંગો ભેળવવામાં આવતા હોવાની આશંકા છે. આ મિશ્રણને ગરમ કરી તેને 'મંગલમૂર્તિ' બ્રાન્ડના નામે પેકિંગ કરીને બજારમાં અસલી ઘી તરીકે વેચવામાં આવતું હતું.

fake-Ghee1
gujarati.news18.com

દરોડા દરમિયાન આરોગ્ય વિભાગે ઘટનાસ્થળેથી 500 કિલો જેટલું તૈયાર નકલી ઘી અને કાચો માલ જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત આશરે 1.60 લાખ રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીઓએ ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર એકમને સીઝ કરી દીધું છે.

આ ઘટનાએ ફરી એકવાર બજારમાં મળતી ખાદ્યસામગ્રીની શુદ્ધતા સામે સવાલો ઉભા કર્યા છે. તહેવારોની સીઝન અગાઉ જ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ફૂડ વિભાગે ઘટના સ્થળેથી 1,60,000ની કિંમતનો 400 કિલો જેટલો 500 ગ્રામ અને 100 mlના પેક જારનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત, 500 કિલો જેટલાં ખાલી જાર, લેબલો તેમજ ઘી બનાવવા અને પેકિંગ કરવાના સાધનો ગેસ, તપેલા, બાટલા, ટબ વગેરે સીઝ કર્યા છે. હાલમાં આ નકલી ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહી છે. બુધવારે, જ્યારે મેયર રીતુ તાવડે BMCના કામકાજનું...
National 
મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

વેનેઝુએલામાં સતત બે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે દેશના ઉત્તરી કિનારા નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના...
World 
વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.