ગુજરાત પોલીસે અડધી રાત્રે 320થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી

રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોલીસે 2 જૂનની મોડી રાત્રે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સેંકડો શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, અમદાવાદ શહેરની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને કુલ 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મુખ્યત્ત્વે ચંડોળા તળાવ, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગર વિસ્તારમાં આ દરોડા પાડ્યા હતા. પકડાયેલા લોકોમાંથી પ્રાથમિક તપાસમાં જ 131 લોકો બાંગ્લાદેશી હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે અન્ય 160 શંકાસ્પદ લોકોની ઓળખ પત્ર અને અન્ય પુરાવા અંગે હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે. તમામ શકમંદોને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખીને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

તો રાજકોટમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અંગે પોલીસે આખી રાત સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રાજકોટ પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી આશરે 31 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમના ડોક્યૂમેન્ટ્સની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દીધી છે. સમગ્ર રાજ્યમાં એકસાથે લેવાયેલા આ એક્શનથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને રહેતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હાલ આ તમામ લોકોના સ્થાનિક કનેક્શન અને બોગસ દસ્તાવેજો બનાવનારા નેટવર્ક સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

harsh-sanghavi
jansatta.com

ગૃહમંત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ગુજરાતની ધરતી પર એક પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરને રહેવા દેવામાં આવશે નહીં. રાજ્યની અખંડિતતા અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે.

ગૃહમંત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ગુજરાતની ધરતી પર એક પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરને રહેવા દેવામાં આવશે નહીં. રાજ્યની અખંડિતતા અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે.

ગૃહમંત્રીએ માહિતી આપતા ઉમેર્યું કે, હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તેમજ SOGની ટીમો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ વિસ્તારો અને ઉદ્યોગોમાં તપાસ કરીને પુરાવા વગર રહેતા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ગુજરાત પોલીસે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન, પોલીસે 1,024 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી જેઓ કોઈપણ માન્ય દસ્તાવેજો વિના રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. આમાંના સૌથી વધુ 890 ઘુસણખોરો અમદાવાદમાં, ખાસ કરીને ચંડોળા તળાવ અને દાણીલીમડા વિસ્તારોમાંથી પકડાયા હતા, જ્યારે 134 સુરતમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

bangladeshi3
divyabhaskar.co.in

આગળ શું થશે?

આ સમગ્ર મામલો હવે પોલીસ સ્તર પૂરતો મર્યાદિત નથી; તે હવે કૂટનીતિક સ્વરૂપ લઇ ચૂક્યો છે. આગામી અઠવાડિયે, ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) વચ્ચે નવી દિલ્હીમાં એક મુખ્ય ડિરેક્ટર જનરલ (DG) સ્તરની બેઠક યોજાવાની છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ BSF ચીફ કરશે, જ્યાં તેઓ બાંગ્લાદેશી અધિકારીઓ સામે અટકાયત કરાયેલા ગેરકાયદેસર નાગરિકોની યાદી સોંપશે અને BGB દ્વારા તેમના સ્વદેશ પરત મોકલવામાં થઈ રહેલા વિલંબ અંગેનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.