પત્નીએ ફેક IDથી રિક્વેસ્ટ મોકલી, પતિએ ચેટિંગ શરૂ કરી; 'હોટલમાં મળીએ?'... જાણો પછી શું થયું

પ્રયાગરાજમાં એક અનોખી અને ચોંકાવનારી વાત સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પતિને પાઠ ભણાવવા માટે એક એવી પદ્ધતિનો ઉપયોગ કર્યો, જેણે બધાને ચોંકાવી દીધા. પત્નીએ નકલી ઈન્સ્ટાગ્રામ ID બનાવી અને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. પતિએ રિક્વેસ્ટ સ્વીકારી લીધી, અને તેઓ ચેટિંગ કરવા લાગ્યા. તેઓ ઓનલાઈન મિત્રો બન્યા, અને પછી એક દિવસ મળવાનો પ્લાન બનાવવામાં આવ્યો. પછી, જ્યારે તેઓ એકબીજાને મળવા ગયા, સામ-સામે આવ્યા પછી હોબાળો મચી ગયો. અને આખો મામલો પોલીસ સુધી પહોંચી ગયો.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સોની નામની એક મહિલા છેલ્લા ચાર વર્ષથી તેના માતાપિતાના ઘરે રહેતી હતી. એવો આરોપ છે કે તેના પતિ પ્રભુદત્તે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેના પછી તેમના સંબંધો બગાડી ગયા. મહિલા તેના માતાપિતાના ઘરે રહેવા લાગી.

Woman-Instagram-Trap-Husband
facebook.com

આ દરમિયાન, સોનીએ એક યોજના બનાવી. તેણે નકલી ઈન્સ્ટાગ્રામ ID બનાવી અને તેનો ઉપયોગ કરીને તેના પતિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. મહિલાનો પતિ પ્રભુદત્ત પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી છે. પ્રભુદત્તને એ વાતની બિલકુલ ખબર નહોતી કે, તે જે પ્રોફાઇલ સાથે ચેટ કરી રહ્યો હતો તે તેની પત્ની જ છે.

ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પછી તે ચેટમાં ફેરવાઈ ગઈ. વાતચીત દરમિયાન પ્રભુદત્તે તે નકલી પ્રોફાઇલવાળી 'મહિલા' સાથે લગ્નની પણ ચર્ચા કરી.

ઘણા દિવસોની ચેટિંગ પછી, મળવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રભુદત્ત વારંવાર એક હોટલમાં મળવાનો પ્રસ્તાવ મૂકતો હતો, પરંતુ સોનીએ તેને ટાળી દીધો. તેણે જાહેર સ્થળે મળવાની વાત કહી. અંતે, 2જી મેના રોજ મુલાકાત માટે નાગવાસુકી મંદિર પસંદ કરવામાં આવ્યું.

પ્રભુદત્ત એક મિત્ર સાથે તે મંદિરમાં પહોંચી ગયો. ત્યાં સોની પહેલેથી જ હાજર હતી, પરંતુ તેણે દુપટ્ટો અને ચશ્માથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. તેના પરિવારના સભ્યો પણ થોડા અંતરે હાજર હતા.

Woman-Instagram-Trap-Husband
ndtv.in

પ્રભુદત્ત તેની પત્નીને ઓળખી શક્યો નહીં અને સામાન્ય રીતે વાતચીત કરવા લાગ્યા. પરંતુ જેવો સોનીએ પોતાનો ચહેરો બતાવ્યો, ત્યારે આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રભુદત્તે કથિત રીતે તેના પર હુમલો કર્યો અને તેને મારી નાખવાની ધમકી આપી. પરિસ્થિતિ બગડતી જોઈને મહિલાના પરિવારના સભ્યો ત્યાં પહોંચી ગયા. તેમણે પ્રભુદત્તને પકડી લીધો અને પોલીસને જાણ કરી. થોડીવારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને કસ્ટડીમાં લઈ લીધો.

દારાગંજ પોલીસ સ્ટેશને આ મામલે પ્રભુદત્ત વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપોમાં હુમલો, ગુનાહિત ધાકધમકી અને શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન કરવાનો સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને બંને પક્ષોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.