લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો છે. પોસ્ટ મુજબ, જો કોઈ કર્મચારી ફાળવેલ 30 મિનિટના લંચ બ્રેક કરતા એક મિનિટ પણ વધુ સમય લે છે, તો તેણે વધારાનો કલાક કામ કરવું પડશે. આ પોસ્ટ વાયરલ થતા જ તે એક ચર્ચાનો વિષય બની છે. લોકો કહી રહ્યા છે કે ઓફિસમાં કામ કરવું ટોક્સિક થતું જઇ રહ્યું છે તેના પર ટિપ્પણી કરી છે. ઘણા લોકોએ આ પોસ્ટ જોયા પછી ગુસ્સો વ્યક્ત કર્યો છે.

lunch-break
tastefrance.com

નોટિસમાં શું લખવામાં આવ્યું છે?

વાયરલ નોટિસમાં કર્મચારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે લંચ બ્રેકના સમયનું સંપૂર્ણપણે પાલન કરવું જોઇએ. તેમાં જણાવાયું છે કે જો કોઈ કર્મચારી 30 મિનિટને બદલે 31 મિનિટનો લંચ બ્રેક લે છે, તો તેણે સાંજે 6 વાગ્યા બાદ 7 વાગ્યા સુધી એટલે કે વધારાનો કલાક કામ કરવું પડશે. હદ તો ત્યારે થઇ ગઇ, જ્યારે નોટિસના અંતે ઝડપીથી ખાઓ જેવો મેસેજ લખેલો હતો.

lunch-break1
aajtak.in

નોટિસ વાયરલ થતા જ, લોકોએ નિયમ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. ઘણા વપરાશકર્તાઓએ દલીલ કરી હતી કે લંચમાંથી પાછા ફરવામાં એક મિનિટ મોડા પડવાના બદલામાં વધારાના કલાક કામની માંગણી કરવી સંપૂર્ણપણે અન્યાયી છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે જો કોઈ કંપની આવો નિયમ લાગુ કરી શકે છે, તો કર્મચારીઓએ પણ સત્તાવાર ઓફિસ સમય પછી કામ કરેલા દરેક મિનિટ માટે એક કલાકનો પગાર માંગવો જોઈએ.

વિવાદ વચ્ચે, ઘણા લોકોએ નોટિસની સત્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે, આવું એટલે કારણ કે તેમાં કોઈ ચોક્કસ કંપનીનું નામ લખવામાં આવ્યું નથી.  જો કે, નોટિસ અસલી હોય કે નકલી, તેણે ઓફિસના નિયમો પર મોટી બહેસ છેડી દીધી છે.

About The Author

Related Posts

Top News

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

90ના દાયકામાં જ્યારે સુપરસ્ટાર ચિરંજીવી એક ફિલ્મ માટે ₹1 કરોડની ફી લેનારા પ્રથમ ભારતીય અભિનેતા બન્યા, ત્યારથી જ...
Entertainment 
આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.