નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા. મીનાએ ગોલ્ડ મેડલ જીત્યો. પરંતુ મેડલ જીત્યા પછી ખેલાડીઓ સાથે જે બન્યું તે દિલ હલાવી નાખે તેવું હતું. દેવ અને કુલદીપને તેમના પોલને લઇ જવા માટે E-રિક્ષાનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. તેમની પડેલી મુશ્કેલીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સ્પર્ધા પુરી થયા પછી, બંને ખેલાડીઓને હોટલમાં પાછા ફરવું હતુંતેમની સાથે 5.45-મીટરના ઘણા પોલ હતા. તેમને લઇ જવા માટે તેમની પાસે કોઈ યોગ્ય વાહન નહોતું. ત્યાર પછી ખેલાડી દેવ અને કુલદીપે તેમને E-રિક્ષામાં જેમ તેમ મૂકીને હોટેલ જવા માટે નીકળી ગયા હતા.

Champions-E Rickshaw
jagran.com

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, રાષ્ટ્રીય રેકોર્ડ ધારકોને આ રીતે મુસાફરી કેમ કરવી પડે છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે પોલ વોલ્ટર્સને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'રમતગમત અધિકારીઓને શરમ આવવી જોઈએ. તેમણે આવા રમતગમતના સાધનોને લાવવા લઇ જવા માટે અલગ વાહનની વ્યવસ્થા કરવી જોઈએ.'

Champions-E Rickshaw
bhaskarhindi.com

પીટર સલાઝાર નામના યુઝરે લખ્યું, 'આ ઘણું શરમજનક છે. જ્યારે આપણા મંત્રીઓ 35 કારના કાફલાઓમાં મુસાફરી કરે છે, ત્યારે આપણે આપણા ખેલાડીઓને, ખાસ કરીને જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે, તેમને મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી પાડી શકતા નથી.'

તજિન્દર સિંહ ગિલ નામના યુઝરે લખ્યું, 'શરમજનક. જો આપણે આપણા ગરીબ ખેલાડીઓને મૂળભૂત સુવિધાઓ પણ આપી શકતા ન હોઈએ તો, આપણે વિશ્વના ટોચના ખેલાડીઓને કેવી રીતે હરાવી શકીશું?'

દેવ મીણા અને કુલદીપ એ એથ્લેટ હતા, જેમને થોડા સમય પહેલા લાંબા પોલ્સ લઇ જવાને કારણે ટ્રેનમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા. તેઓ ઘણા કલાકો સુધી સ્ટેશન પર રાહ જોતા રહ્યા અને તેમની પાસેથી ભારે ફી પણ વસૂલવામાં આવી.

Champions-E Rickshaw
thelallantop.com

તે સમયે, બંને ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને સરકારને મદદ માટે અપીલ કરી. જોકે, સમસ્યા યથાવત છે. તેમને હજુ પણ શહેરની અંદર મુસાફરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દેવ કુમાર મીણા અને કુલદીપ કુમારે 5.45 મીટરની છલાંગ લગાવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. અગાઉનો રેકોર્ડ 5.41 મીટરનો હતો, જે તાજેતરમાં ભુવનેશ્વરમાં કુલદીપ કુમારે જ બનાવ્યો હતો. ગણતરીના આધારે, દેવ કુમાર મીણાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કુલદીપને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

About The Author

Related Posts

Top News

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 26-05-2026 વાર- મંગળવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.