અમદાવાદ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા, નિવૃત્ત DySPને ખેંચી ધક્કા મારી લોકઅપમાં પૂર્યા

ગઈકાલે સાંજે અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ 5:00 વાગ્યાના સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.

ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઈટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ACP  સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી પૂછપરછ કરી છે અને આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાસ્થળે DySP અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણનો પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ ફાયરિંગ સમયે હાજર હતો. આ સિવાય તેમની પુત્રી પણ ત્યાં હાજર હતી.

આ મામલે આજે નિવૃત્ત Dysp અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરતા અશોકસિંહનો પાવર જોવા મળ્યો હતો. તેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. જેથી બે પોલીસ કોન્સ્ટેબલે નિવૃત DySPને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

retired-Dysp1
divyabhaskar.co.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અશોકસિંહ ચૌહાણની દીકરા અને દીકરીની પણ ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્ત DySPએ આરોપ લગાવ્યો છે કે, પોલીસે જ સાઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા હતા. જે જગ્યાનો વિવાદ છે તે જગ્યા 5 વિઘા જેટલી જમીન છે, જેની અંદાજિત કિંમત 500 કરોડ જેટલી છે. આ જગ્યાનો વિવાદ અશોક ચૌહાણ અને પ્રિયમ મહેતા વચ્ચે સામે સામે કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપીના અશોક ચૌહાણના વડવાઓ વર્ષોથી જમીનની રખેવાળી કરતા હતાં. જે દરમિયાન જગ્યાનો કબજો મેળવી લીધો હતો.

નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણની દીકરીએ આરોપ લગાવ્યો કે, આ સમગ્ર મામલામાં માત્ર ‘વન સાઇડેડ સ્ટોરી’ ચલાવવામાં આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે તે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે પોલીસ કર્મચારીઓ તેને અટકાવીને લોકઅપ તરફ લઈ જાય છે. આ દરમિયાન જેલના સળિયા પાછળ ધકેલતા અશોકસિંહનો દીકરો પણ હિન્દીમાં બૂમો પાડીને કહે કે, તેમના ઘરમાં ગુંડાઓ ઘૂસી ગયા હતા અને તેમણે માત્ર ‘સેલ્ફ ડિફેન્સ’માં પગલું ભર્યું છે, પરંતુ પોલીસ દ્વારા તેને પણ પાછળ ધકેલી દઈને લોકઅપમાં પૂર્યા હતા.

અશોકસિંહ ચૌહાણ હાલમાં રિલાયન્સમાં સિકયુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. અશોકસિંહ ચૌહાણ અગાઉ સુરતમાં નોકરી કરતા હતા, ત્યારે તેમણે કોરોના સમયમાં જન્મ દિવસની ઉજવણી કરી હતી. જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ તેમને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ જન્મ દિવસની ઉજવણી કરી છે તેવું નિવેદન આપ્યું હતું. જેના કારણે ચર્ચામાં આવ્યા હતા.

retired-Dysp2
divyabhaskar.co.in

ACP એસ. એમ. પટેલે જણાવ્યું હતું કે, ‘નિવૃત DYSP અશોક ચૌહાણ પાસે જગ્યાનો કબજો હતો, જે જગ્યા સમજૂતી કરારથી અમિત પટેલને ભાડે આપવામાં આવી હતી. નહેરુનગર પાથરણા બજારમાં સ્ટોલ બનાવવા જગ્યા ભાડે આપવામાં આવી હતી. જેથી અમિત પટેલે જગ્યા પર સ્ટોલ બનાવ્યા હતાં. બાદમાં AMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેથી અમિત પટેલે અશોકસિંહ ચૌહાણ પાસે ડોક્યુમેન્ટ અને આધાર પુરાવા માંગ્યા હતાં, પરંતુ અશોકસિંહ પાસે કોઈ પુરાવા નહોતા.

પટેલે વધુમાં કહ્યું કે, અમિત પટેલે અશોક સિંહ પાસે ડિપોઝિટ અને સ્ટોલનો ખર્ચ પરત માંગ્યો હતો. ગઈકાલે બંને પક્ષ ભેગા થયા હતાં. આ દરમિયાન અશોક ચૌહાણે લાયન્સવાળી ગનથી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. અમિત પટેલે અશોકસિંહ ચૌહાણ, તેમની દીકરી ખ્યાતિ, દીકરા સિદ્ધરાજસિંહ અને સગીર વયના 14 વર્ષના દીકરા સામે પણ ફરિયાદ નોંધાવી છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.