બોલો...આના પ્રેમમાં હર્ષિદા કરોડોના દાગીના ચોરી લાવી હતી, અમદાવાદ ચોરી કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા

છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદના નિકોલમાં આવેલા આભૂષણ જ્વેલ્સ શોરૂમમાંથી કરોડોના દાગીનીની ચોરી કરનાર હર્ષિદાની ચારેય તરફ ચર્ચા ચાલી રહી છે. હર્ષિદા શેટ્ટી અને મયુર માળીની આખી કહાની એક ક્રાઈમ વેબ સીરિઝ જેવી જ લાગી રહી છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પોલીસના જણાવ્યા મુજબ હર્ષિદા અને મયુર મોટી ચોરી કરીને ગુજરાત બહાર ક્યાંક સ્થાયી થઈ જવા માંગતા હતા. આ માટે જ મયુરે તેની પ્રેમિકા હર્ષિદાને તે જ્યાં કામ કરતી હતી તે આભૂષણ જ્વેલર્સમાં ચોરી કરવા માટે ઉશ્કેરી હતી. 1.66 કરોડની કિંમતના સોનાના દાગીનાની ચોરી મામલે પોલીસે મહિલા આરોપી હર્ષિદા શેટ્ટી અને તેના દગાબાજ પ્રેમી મયુર માળીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ બંનેની અલગ-અલગ પૂછપરછ કરી રહી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

પોલીસે હર્ષિદા પાસેથી લગભગ 22 લાખના દાગીના કબજે કર્યા છે, જ્યારે મયુર માળી પાસેથી અંદાજે 16 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જોકે, આ બધાની વચ્ચે હજુ એક જ સવાલ છે કે ચોરી તો લગભગ 1.66 કરોડના સોનાના દાગીનાની થઈ હતી, તો બાકીના દાગીના ક્યાં છે? હાલ પોલીસ હર્ષિદા અને મયુરની પૂછપરછ કરી રહી છે, જેમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મયુરે દાગીના રાજસ્થાનમાં કોઈ જગ્યાએ છૂપાવ્યા હોવાની આશંકા છે.

crime1
gujarati.news18.com

શું છે સમગ્ર મામલો?

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. મયુર અને હર્ષિદા વચ્ચે છેલ્લા 11 મહિનાથી પ્રેમ સંબંધ હતો. બંનેની મુલાકાત એક બિઝનેસ સમિટ દરમિયાન થઈ હતી અને ત્યારબાદ બંને નજીક આવ્યા હતા. હર્ષિદા પોતાના પતિથી અલગ રહેતી હતી અને તેના વ્યક્તિગત જીવનમાં પણ અનેક સમસ્યાઓ ચાલી રહી હતી. બંનેએ સાથે નવી જિંદગી શરૂ કરવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જોકે ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ હર્ષિતાને પણ તેના પ્રેમી મયુરે દગો આપ્યો હતો.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં આભૂષણ જ્વેલર્સનો શૉ-રૂમ આવેલો છે. આભૂષણ જ્વેલર્સના શો-રૂમમાં 19 જેટલા લોકો નોકરી કરે છે. આ શૉ-રૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી પણ સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હતી. ગત 11 મે 2026ના રોજ આભૂષણ જ્વેલર્સના માલિક દર્શનભાઈ જમવા માટે ઘરે ગયા હતા, આ દરમિયાન તકનો ફાયદો ઉઠાવીને સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ કરોડોની કિંમતના સોનાના દાગીના ઉઠાવી લીધા હતા. ત્યારબાદ શૉ-રૂમના સ્ટાફને ઇમરજન્સી કામ હોવાનું જણાવી ઘરે જવા નીકળી ગઈ હતી.

થોડા સમય પછી જ્યારે દર્શનભાઈ ઘરેથી જમીને શૉ-રૂમ પહોંચ્યા, પછી સ્ટોકની તપાસ કરતા દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે CCTV ફૂટેજ ચેક કરતા હર્ષિદા શેટ્ટીની કરતૂત સામે આવી હતી. CCTV ફૂટેજમાં તે દાગીના તેના યુનિફોર્મમાં મૂકતા દેખાઈ હતી. ત્યારબાદ શૉ-રૂમના માલિકે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

crime2
gujarati.news18.com

પોલીસે પણ આ ફરિયાદને ગંભીરતાથી લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવતી અમદાવાદના માણેક ચોક ખાતે સોનાના દાગીના વેચવા માટે ફરી રહી છે, જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક માણેક ચોક પહોંચી હતી. આ દરમિયાન આ યુવતી અન્ય કોઈ નહીં, પણ હર્ષિદા શેટ્ટી હોવાનું સામે આવ્યું હતું.

હર્ષિદાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે તેને નિકોલ પોલીસને સોંપી દીધી. નિકોલ પોલીસે તેની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસની સખત પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે લગભગ 11 મહિનાથી આ શૉ-રૂમમાં કામ કરતી હતી. તેના છૂટાછેડા થયેલા છે. થોડા મહિનાઓ અગાઉ તેની મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા મયુર માળી સાથે મુલાકાત થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય વાતચીત થતી, ધીમે-ધીમે આ વાતચીત પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ હતી. મયુર પરિણીત હતો અને તેના બાળકો પણ હતા, છતાં હર્ષિદાને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, હર્ષિદા લાંબા સમયથી એકલતાનો સામનો કરી રહી હતી, અને તેના કારણે તે યુવક સાથે તે ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ હતી. તેણે મયુર સાથે નવું જીવન શરૂ કરવા માટે ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ બંને સૌથી પહેલા ઉદયપુર ગયા હતા. ત્યારબાદ જયપુર, દિલ્હી અને ઋષિકેશમાં પહોંચ્યા હતા. અહીં ગુજરાતમાં પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી, એવામાં તે અન્ય રાજ્યોમાં પ્રેમી સાથે ફરી રહી હતી.

એક દિવસ હર્ષિદા અને મયુરની વચ્ચે હોટલમાં કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. તેથી હર્ષિદા જ્યારે ન્હાવા માટે ગઈ, ત્યારે મયુર થોડા સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. હર્ષિદાના જણાવ્યા મુજબ, તેની પાસે ફક્ત 18 લાખ રૂપિયાના દાગીના જ બચ્યા હતા, કારણ કે તે તેના પર્સમાં મુક્યા હતા. તેનો બોયફ્રેન્ડ બાકીનો સામાન લઈને ભાગી ગયો હતો. તેણે તરત જ તેના બોયફ્રેન્ડને ફોન કર્યો, પરંતુ તેનો મોબાઇલ બંધ હતો. આમ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ હર્ષિદાને તેના પ્રેમીએ દગો આપ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રેમી હોટલમાં એકલી મૂકીને ફરાર થઈ જતા હર્ષિદા ગભરાઈ ગઈ હતી. આથી તે પરત અમદાવાદ આવી ગઈ હતી. અમદાવાદ આવીને દાગીના વેચવા માણેક ચોક જતા તે ઝડપાઈ ગઈ હતી. તો પોલીસે અમદાવાદ રિંગ રોડ ખાતેથી તેના પ્રેમી મયુરને પણ ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરીના કાવતરાનો માસ્ટરમાઈન્ડ મયુર જ હતો. તેણે જ નવું જીવન શરૂ કરવાના સપના બતાવીને હર્ષિદાને ચોરી કરવા માટે ઉશ્કેરી હોવાનું પણ સામે આવ્યું છે.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.