અમદાવાદઃ ઇન્સ્ટા પર ઓફર જોઈને સફાઇ માટે માણસો બોલાવતા હોવ તો સાવધાન

આજના સોશિયલ મીડિયાના જમાના આંગળીના ટેરવે બધી માહિતીઓ ઉપલબ્ધ થઈ જતી હોય છે. અત્યારે લોકો રીલ્સ જોઈને આકર્ષક ઓફર્સ તરફ ખેંચાઈ જાય છો. જો તમે પણ આવી મોહિત કરી દેતી ઓફરો જોઈને ઘરમાં સફાઈ કામ કરવા લોકોને બોલાવો છો તો ચેતી જજો. રીલ્સ જોઈને સફાઈ કામ માટે બોલાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.  આ મામલો અમદાવાદના વાડજ વિસ્તારનો છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, અમદાવાદમાં ગઠિયાઓ સોશિયલ મીડિયા એટલે કે ઈન્સ્ટાગ્રામની લતનો ફાયદો ઉઠાવી મકાન માલિકના આમંત્રણથી જ ઘરમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે હાલ તો પોલીસે આ ગેંગના 4 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરતા આ કૌભાંડની અનેક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે.

House cleaners
healthyhome.co.in

અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા એક નાગરિકે 20 દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને પોતાના ઘરની સફાઈ માટે આ ટીમને બોલાવી હતી. સફાઈના બહાને આ ટીમ ઘરમાંથી સોનાના ઘરેણા અને રોકડ ચોરી ગઈ હતી. આ મામલે ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને વાડજ પોલીસ સ્ટેશનના PI એચ.પી. ગરાસિયાએ ડીસ્ટાફની વિશેષ ટીમને કામે લગાડી હતી. પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ટેક્નિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન, આ ટોળકી ફરી એકવાર વાડજ વિસ્તારમાં નવો શિકાર શોધવા આવી હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને 4 આરોપીઓને ઝડપી લીધા હતા. જેમની ઓળખ જયેશ કિર (19 વર્ષ), લોકેશ કિર (20 વર્ષ), મહેન્દ્ર કિર (19 વર્ષ) અને સુશીસ કિર (20 વર્ષ) તરીકે થઇ છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર 19 વર્ષીય જયેશ કિર હતો. આરોપીઓની પુછપરછ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાઉસ ક્લિનિંગ માટે આકર્ષક ઓફર થકી આ આખું કૌભાંડ થયું હોવાનો ખુલાસો થયો છે.

House cleaners
libragroupuae.com

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઘરની સફાઈ માટેની આકર્ષક જાહેરાતો અને રીલ્સ મૂકતી હતી. ઘરમાં દિવાળી કે અન્ય પ્રસંગોએ સફાઈ કરાવવા ઈચ્છતા લોકો આ જાહેરાત જોઈને ટીમનો સંપર્ક કરતા હતા. આ ટોળકી ગ્રાહકના ઘરે સફાઈ કરવાના બહાને જતી અને તક મળતા જ કિંમતી ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ જતી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મુખ્ય આરોપી જયેશ ઇન્સ્ટાગ્રામ પર જૂદા-જૂદા નામે ક્લિનિંગ કંપનીઓના ફેક પેજ બનાવતો હતો અને ઓર્ડર મળતા જ પોતાના માણસોને મોકલીને ચોરીના ગુનાને અંજામ આપતો હતો. જયેશ છેલ્લા 6 મહિનાથી આ નેટવર્ક ચલાવતો હતો. તે જે ઘરમાં ચોરી કરતો, તે ગુનાને અંજામ આપ્યા બાદ તરત જ ઇન્સ્ટાગ્રામ પેજ ડીલિટ કરી નાખતો અને નવી ચોરી માટે નવી કંપની, નવો મોબાઈલ નંબર અને નવું પેજ બનાવતો હતો.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.