અમદાવાદમાં 'પોલીસ' લખેલી કારે 6 વાહનોને મારી ટક્કર, નશામાં ઘૂત હતો કારચાલક

અમદાવાદમાં ફરી એકવાર બેફામ રફતાર અને નશાખોરીનો કહેર જોવા મળ્યો છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સરકારી ટ્યુબવેલ રોડ પર મોડી રાત્રે અંદાજિત 11:30 વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હ્યુન્ડાઈ i10 કારના ચાલકે ચિક્કાર દારૂના નશામાં બેફામ વાહન ચલાવીને રસ્તા પર પાર્ક કરેલા તેમજ પસાર થઈ રહેલા એકસાથે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 3 ટુ-વ્હીલર અને ૨ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મુજબ ઘટનાસ્થળે હાજર લોકો જણાવી રહ્યા છે કે, આ ચાલકે નશામાં ધૂત થઈને કારથી રસ્તામાં ચાર ગાડીઓ, બાઈક અને એક્ટિવા સહિતને અડફેટે લીધાં છે. લોકો સ્થાનિક વિસ્તારની વિગતો આપતાં પોલીસ કંટ્રોલ રૂમ (112) ને જાણ કરે છે અને ચાલકની ગાડીની ચાવી કબ્જે કરી લે છે. કાર ચાલક એટલો બધો નશામાં ચૂર જોવા મળે છે કે તેનામાં ઊભા રહેવાના પણ હોશ હોતા નથી. બીજી બાજુ, લોકો ગાડીની ડિકી અને અંદરની તપાસ કરીને દારૂની બોટલ કે અન્ય કોઈ સામગ્રી શોધવાનો પ્રયાસ કરે છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અમદાવાદના બોપલમાં મોડી રાતે એક કારે આડેધડ 6 વાહનોને ટક્કર મારી હતી. આ કાર પર આગળ પોલીસ લખેલી પ્લેટ જોવા મળી હતી. સ્થાનિકોએ કાર ચાલકને રોક્યો ત્યારે ચાલક નશામાં ધૂત જોવા મળ્યો હતો. કાર ચાલકને કોઈ ભાન જ નહોતું. સ્થાનિકોએ કારનો વીડિયો ઉતારી બોપલ પોલીસને જાણ કરતા ચાલકની અટકાયત કરી ગુનો નોધી તપાસ હાથ ધરી છે. નશામાં ધૂત વ્યક્તિ પોલીસ કર્મચારી છે કે કેમ તેની પણ તપાસ ચાલું છે.

બોપલમાં રહેતા નિશિથ શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના અક્ષરધામ બંગલોઝના નિવાસ્થાને હતા. આ દરમિયાન ઘરની બહાર સાંજના 8:30 વાગ્યાની આસપાસ જોરથી અવાજ આવતા તેઓ બહાર ગયા ત્યારે એક ગ્રે કલરની i10 ગાડીનો ચાલક બેદરકારી રીતે ગાડી ચલાવી તેમની ડસ્ટર ગાડીને અથડાવી આગળ જઈ રહ્યો હતો. i10 ગાડીનો ચાલક થોડી આગળ જઈને ઉભો રહી ગયો હતો. i10 ગાડીના ચાલકે એક વાહન નહીં પરંતુ બે ફોર વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને પણ ટક્કર મારી હતી.

police
divyabhaskar.co.in

અકસ્માત થતા આસપાસના લોકો એકઠાં થયા હતા. જ્યારે અકસ્માત કરનાર i10 પર પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી. જ્યારે સ્થાનિકોએ આ પોલીસ લખેલી કારમાં બેઠેલા વ્યક્તિને રોક્યો ત્યારે કારચાલકને કોઈ હોશ જ ન્હોતા. કારચાલક સંપૂર્ણ દારૂના નશામાં હોય તેમ લાગી રહ્યું હતું. સ્થાનિકોએ કારચાલકનો વીડીયો ઉતારીને પોલીસને જાણ કરતા બોપલ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરી અકસ્માત કરનાર પ્રદ્યુમનસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી.

આ સમગ્ર પ્રકરણનો વીડિયો વાયરલ થયો તેમાં અકસ્માત કરનાર કારમાં આગળ પોલીસ લખેલી પ્લેટ હતી તે સ્પષ્ટ દેખાય છે અને કારનો ચાલક પણ નશામાં ધૂત હોવાનો દેખાઈ રહ્યું છે. છતાં પોલીસ દ્વારા ગાડીમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પડી હોવાનો ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત કસ્માત કરનાર પોલીસ કર્મચારી છે કે કેમ તેનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

12 જુલાઈ, 2026ના અમદાવાદના સી.જી. રોડ પર મોડી રાત્રે એક બેફામ સ્પીડે આવી રહેલી કારે વળાંક પર ટુ-વ્હીલર ચાલક દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. લોકોએ જ્યારે અકસ્માત સર્જનાર કારની તપાસ કરી, ત્યારે કારના આગળના ભાગે 'પોલીસ' લખેલી પ્લેટ મળી આવી હતી, તેમજ ગાડીની અંદરથી પોલીસની વર્ધી પણ મળી આવતા સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો.

આ મામલે બોપલ પોલીસની તપાસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોમાં કાર પર સ્પષ્ટપણે 'પોલીસ' લખેલું દેખાતું હોવા છતા, પ્રાથમિક વિગતો મુજબ પોલીસ ફરિયાદમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કારચાલક પોતે પોલીસ કર્મચારી છે કે અન્ય કોઈ વ્યક્તિ, તે અંગે પણ સ્થિતિ સ્પષ્ટ ન થતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

About The Author

Top News

કાર ચાલકે જાણી જોઈને મહિલા બાઇકરનો પીછો કર્યો અને ટક્કર મારી, વીડિયો વાયરલ

હરિયાણાના ગુરુગ્રામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રવિવારે સવારે ગોલ્ફ કોર્સ રોડ પર રોડ રેજનો મામલો સામે આવ્યો. એક...
National 
કાર ચાલકે જાણી જોઈને મહિલા બાઇકરનો પીછો કર્યો અને ટક્કર મારી, વીડિયો વાયરલ

પૂરી-શાક અને મીઠાઈઓ... પાળતું કૂતરા 'ટફ્ફૂ' માટે 'તેરમુ' કરાયું; માલિકના ઘરે ત્રણ દિવસ સુધી ભોજન બન્યું નહોતું

ઉત્તર પ્રદેશના 12 વર્ષ સુધી પરિવારનો હિસ્સો પહેલા 'ટફ્ફૂ' નામના પાળતુ કૂતરાના મૃત્યુ બાદ એક પરિવારે માણસોની જેમ ...
National 
પૂરી-શાક અને મીઠાઈઓ... પાળતું કૂતરા 'ટફ્ફૂ' માટે 'તેરમુ' કરાયું; માલિકના ઘરે ત્રણ દિવસ સુધી ભોજન બન્યું નહોતું

બેંકના લોકરમાં મૂકેલા 40 લાખના સોનાના દાગીના નકલી થઇ ગયા! જાણો બંધ લોકરમાં કેવી રીતે થયો ખેલ

ધારો કે તમે ગોલ્ડ લોન માટે બેંકના લોકરમાં તમારું સોનું ગીરવે મૂક્યું. તપાસ કરતાં, સોનું તેની જગ્યાએ મળ્યું તો...
Gujarat 
બેંકના લોકરમાં મૂકેલા 40 લાખના સોનાના દાગીના નકલી થઇ ગયા! જાણો બંધ લોકરમાં કેવી રીતે થયો ખેલ

રાજસ્થાન સ્થાનિક ચૂંટણીમાં BJPના ઉમેદવારને ફક્ત 1 મત મળ્યો, કોંગ્રેસ ઉમેદવાર 376 મતથી જીત્યા

રાજસ્થાનના ડીડવાના-કુચામન જિલ્લામાં પરબતસર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ હાલમાં ચર્ચાનો વિષય છે. વિવિધ વોર્ડમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) ...
National 
રાજસ્થાન સ્થાનિક ચૂંટણીમાં BJPના ઉમેદવારને ફક્ત 1 મત મળ્યો, કોંગ્રેસ ઉમેદવાર 376 મતથી જીત્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.