- Sports
- બેટથી રન વરસી રહ્યા છે, છતા ભારતીય ટીમમાં નહીં મળે એન્ટ્રી! SKYને લઇને BCCIનો પ્લાન આવ્યો સામે
બેટથી રન વરસી રહ્યા છે, છતા ભારતીય ટીમમાં નહીં મળે એન્ટ્રી! SKYને લઇને BCCIનો પ્લાન આવ્યો સામે
ભારતીય ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવના ભવિષ્યને લઈને હાલમાં મોટી ચર્ચા ચાલી રહી છે. ભારતીય ટીમ માટે કેપ્ટન્શિપ કરનારા સૂર્યકુમાર યાદવ હવે ટીમમાં સ્થાન મેળવવી સંઘર્ષ કરી રહ્યા છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્શિપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ જીતીને સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. પરંતુ, હવે સૂર્યકુમાર યાદવને લઇને આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે. BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર, હાલમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની પસંદગીના પ્લાનનો ભાગ નથી અને તેની વાપસીનો રસ્તો સરળ લાગતો નથી.
સૂર્યકુમાર યાદવે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં રમી હતી. ત્યારબાદ, IPL સમાપ્ત થયાના થોડા સમય પછી તેમને T20 આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો અને જૂન 2026માં શ્રેયસ અય્યરને નવો T20 કેપ્ટન બનાવી દેવામાં આવ્યો.
આ પરિસ્થિતિ અંગે વાત કરતા BCCIના એક સૂત્રએ સ્પષ્ટપણે જણાવ્યું કે સૂર્યકુમાર યાદવ હાલમાં અમારી પસંદગી યોજનાનો ભાગ નથી. અમે હાલમાં વ્હાઇટ-બોલ સેટઅપમાં યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડી માટે પણ જગ્યા શોધી શકતા નથી. સૂત્રએ સ્વીકાર્યું કે સૂર્યકુમાર યાદવ 'લિસ્ટ A' ક્રિકેટમાં સખત મહેનત કરી રહ્યો છે અને સારું પ્રદર્શન કરી રહ્યો છે; પરંતુ, વર્તમાન ટીમ કોમ્બિનેશનમાં તેના માટે કોઈ ખાલી જગ્યા નથી.
BCCIના સૂત્રના જણાવ્યા અનુસાર, સૂર્યકુમાર યાદવ સખત મહેનત કરી રહ્યો છે અને લિસ્ટ A ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે તેમને વર્તમાન ભારતીય ટીમમાં તેને ક્યાં જગ્યા આપવામાં આવે? હાલમાં કોઈ જગ્યા ઉપલબ્ધ નથી. જો અમે યશસ્વી જાયસ્વાલને પણ વ્હાઇટ-બોલ ટીમમાં ફીટ કરી શકતા નથી, તો સૂર્યકુમાર યાદવ ક્યાં ફિટ થશે? વર્તમાન પરિસ્થિતિમાં અમે તેને ટીમમાં જોઇ રહ્યા નથી.
ભારતીય ટીમની બહાર હોવા છતા સૂર્યકુમાર યાદવ ઘરેલૂ T20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27માં બેટિંગમાં શાનદાર ફોર્મમાં છે. મુંબઈ માટે રમતા તેમણે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને તેણે ફરીથી પોતાની લય મેળવી લીધી છે.
હૈદરાબાદ સામે 14 નવેમ્બરના રોજ તેમણે માત્ર 21 બોલમાં અણનમ 60 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા, અને તેમણે માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. બીજી તરફ, ગુજરાત સામે સૂર્યકુમારે 29 બોલમાં 82 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જેમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. અને મુંબઈએ 199 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો.
ગોવા સામેના ત્રીજા રાઉન્ડમાં, તેમણે 12 બોલમાં 3 છગ્ગાની મદદછી 25 રન બનાવીને ફરી એકવાર પોતાની ટીમને જીત અપાવવામાં યોગદાન આપ્યું હતું. એક તરફ ઘરેલૂ ક્રિકેટમાં સૂર્યકુમાર સતત છગ્ગાનો વરસાદ થઇ રહ્યો છે, ત્યારે BCCIના વલણે ફેન્સને હેરાન કરી દીધા છે. હવે એ જોવાનું રહશે કે આગામી મેચોમાં અને તેમના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારો પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે છે કે નહીં.

