કુદરતનો કરિશ્મા: ઉનાળામાં મન લોભાવતી કેસર કેરી શિયાળામાં કંઈ રીતે આવી, 4000માં એક બોક્સ વેચાય છે

ઉનાળામાં કેસર કેરી તમામ લોકોનું મન મોહી લેતી હોય છે, અને તેનો આસ્વાદ લેવાનું અચૂક મન થઈ જાય, પરંતુ શિયાળા આ કેસર કેરીની આવક થતા લોકો આશ્ચર્યચકિત છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં 1 નવેમ્બરથી 15 નવેમ્બર વચ્ચે કેસર કેરીના 160 બોક્સ હરાજીમાં વેચાઈ ગયા. શરૂઆતમાં એક બોક્સનો ભાવ 14,500 રૂપિયા હતો. હવે 4,000 રૂપિયામાં એક બોક્સ વેચાય છે. એમ રોજની કેરીના બોક્સની આવક અલગ અલગ છે. સવાલ એ છે કે ઉનાળામાં મન લુભાવતી કેસર કેરી શિયાળામાં કેમ આવવા લાગી?

પોરબંદર યાર્ડના સુદામા ફ્રૂટના એજન્ટ નીતિન દાસાણી કહે છે, સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં કેરી આવે નહીં. પણ બરડાની કેરી ચાર વર્ષથી આવે છે. ક્રિસમસ આસપાસ બારમા મહિનામાં અમે કેસર કેરીનું બોક્સ 10-12 હજાર રૂપિયામાં વેચીએ છીએ. અહીં આફ્ટર સીઝન પાક થાય છે તેનું કારણ એ છે કે બરડાની જમીન કેરીના પાક માટે અનુકૂળ છે. પણ આ વખતે પહેલીવાર એવું થયું છે કે ઓક્ટોબરમાં એટલે દસમા મહિનામાં કેરી આવી ગઈ. અમારા માટે પણ આ મિરેકલ છે. કેરીની બાબતમાં અમે યાર્ડના વેપારીઓએ 2026ના વર્ષને મિરેકલ યર જ કહ્યું છે. ઓક્ટોબરમાં કેરી આવે તેવું ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે.

તેમણે કહ્યું કે, 10મા મહિનામાં કેરી આવી ગઈ ને 1-15 નવેમ્બરના પંદર દિવસમાં જ 160 બોક્સ વેચી નાખ્યા હતા. આ વખતે તો ઓગસ્ટ મહિનામાંમાં મોર આવી ગયા હતા. એટલે કેરી વહેલી આવી ને વધારે પણ આવી. નહીંતર આટલી બધી કેરી આવે જ નહીં. પહેલો પાક ઉતર્યો ત્યારે 14,500 રૂપિયાનું એક બોક્સ લેખે કેરી વેચાઈ હતી. પછી બોક્સ લેખે 12,000, 9000, 5000 હજારમાં વેચાઈ. અત્યારે 4000 રૂપિયાનું બોક્સ વેચાઈ રહ્યું છે. શરદ પૂનમના દિવસે પહેલું બોક્સ 14,500માં વેચાયું હતું, તે મિરેકલ જ ગણાય. એક બોક્સમાં 10 કિલો કેરી આવે. એનો અર્થ એવો થયો કે શિયાળાની શરૂઆતમાં બરડા ડુંગરમાં 2000 કિલો કેસર કેરી ઉતરી છે. નીતિનભાઈના કહ્યા મુજબ લંડનવાળા વધારે કેરી લઈ જાય છે. રાજકોટથી ઘણા લોકો લઈ જાય છે. કેસર કેરી આમ તો એક જ હોય પણ રિજિયન મુજબ તેનો આકાર અને સ્વાદ થોડા અલગ-અલગ હોય છે. જેમ કે તાલાલાની અલગ, બરડાની અલગ.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, બરડા પંથકમાં 560 હેક્ટરમાં આંબા છે પરંતુ જરૂરી નથી કે બધા આંબામાં કેરી આવે. ઘણા આંબામાં કેરી નથી આવતી. આ કુદરતી છે. ખેડૂતો તેના માટે દવા છંટકાવ નથી કરતા, કોઈ વધારાની ટ્રીટમેન્ટ નથી કરતા. બરડા ડુંગરના આંબામાં શિયાળામાં કેરી કેવી રીતે આવી? આનો જવાબ આપતા પોરબંદરના બાગાયત વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કલ્પના પંચાલ કહે છે, બરડાના વિસ્તારમાં જમીનની અંદર ચૂનાના પથ્થર છે. ચૂનાના પથ્થરો સુષુપ્ત અવસ્થામાં હોય. પરંતુ વધારે ગરમી પડે તો તે તેની ડોર્મન્ટરી બ્રેક થાય ને ગરમી છોડે એટલે મોરમાં ફળ આવવા લાગે.

mango
divyabhaskar.co.in

આ વખતે વરસાદ ઓછો પડ્યો એટલે કેરી આવી એવું માની શકાય? આ સવાલના જવાબમાં કલ્પના પંચાલે જણાવ્યું કે, આ વખતે વરસાદ ઓછો ને ગરમી વધારે પડી, એવું કોઈ કારણ નથી. વરસાદ તો આ વખતે ઓછો પડ્યો પણ દર વખતે તો સારો પડે છે. થતા બરડાના આંબામાં ડિસેમ્બર મહિનામાં કેરી આવે છે. સામાન્ય રીતે આંબામાં ફેબ્રુઆરી માર્ચમાં મોર આવવાની શરૂઆત થાય. પરંતુ ચૂનાના પથ્થરોના કારણે તેની ડોર્મન્સી બ્રેક થાય છે અને વહેલું ફ્લાવરિંગ આવે છે. આખા બરડા પંથકમાં ચૂનાના પથ્થરો છે પણ જરૂરી નથી કે દર વખતે એક જ ખેડૂતના આંબામાં કેરી આવ્યા કરે. આ વખતે એક ખેડૂતના આંબા પર કેરી આવી છે તો બીજા વર્ષે બીજા ખેડૂતના આંબા પર વહેલી કેરી આવશે.

તાલાલાની કેરી અને બરડાની કેરીમાં તફાવત શું છે? તેનો જવાબ આપતા તાલાલા અને બરડાની કેસર કેરીમાં થોડો સ્વાદનો તફાવત છે. પોરબંદર બાગાયત વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કલ્પના પંચાલે કહ્યું કે, બરડાની કેરીમાં ટોટલ સોલ્યુબલ સોલિડ્સ (TSS) વધારે છે. એટલે ગીરની કેસર કેરી કરતા થોડી વધારે મીઠાશ બરડાની કેરીમાં હોય. સ્વીટનેસ વધારે હોય.

ઉનાળામાં કેરીની સીઝનમાં તાલાલા ગીરની કેસર કેરી કરતા પણ બરડાની કેસર કેરીનો ભાવ વધારે હોય છે. તાલાલાની કેરીનું બોક્સ સીઝનમાં 500 રૂપિયાનું હોય તો બરડાની કેરીનું બોક્સ 800 રૂપિયાનું મળતું હોય. બરડાની કેરી તાલાલા જેટલી ફેમસ નથી. કારણ કે આંબાની વાવણીનો વિસ્તાર મર્યાદિત છે. બીજું, હોય બરડાની કેરી પણ 'તાલાલા' લખેલા બોક્સમાં જ વેચાતી હોય, એટલે લેનારા તેને ગીરની જ કેરી માની લે છે. બરડાની કેરી લખેલા બોક્સમાં અલગ કેરી મળતી નથી.

જૂનાગઢ હૉર્ટિકલ્ચર કોલેજના ડીન ડૉ. ડી.કે.વરૂએ કેસર કેરી કેવી રીતે ઉગે છે, તેની સારી સમજ આપી. ડૉ. વરૂએ કહ્યું કે, બરડા ડુંગરમાં અત્યારે કેસર કેરી આવી તે બહુ નવાઈની વાત છે. અત્યારે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે. ટેમ્પરેચર વધે છે, ઓછો રેઈનફોલ થયો છે, એ બધાના કારણે કેટલાક આંબામાં જુલાઈ-ઓગસ્ટમાં મોર બેસી ગયા હોય. અમુક આંબાની અમુક ડાળીઓમાં જ મોર બેઠા હોય. તેને ઓફ સિઝનલ કહેવાય. એ કેરી સેટ થઈ હોય તેના લિમિટેડ બોસ્ક નીકળ્યા હોવા જોઈએ.

mango
divyabhaskar.co.in

તેમણે કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જ બહુ મોટાપાયે ચાલતું હોય છે. આંબામાં એક મોર હોય તેમાં 3થી 4 હજાર બારીક ફૂલો હોય. તેમાં માત્ર 100-150 હરમો ફ્રોડાઈડ ફ્લાવર હોય. એટલે સ્ત્રી કેસર અને પુંકેસર બંને. બાકીના જેટલા 2800 કે 2900 ફૂલ હોય તે બધા નર ફ્લાવર હોય. 3 હજાર ફૂલમાંથી 100, 150 ફ્લાવરમાં જ કેરી બેસે. આ 100-150 ફૂલ હોય તેમાંથી મોટાભાગના ખરી જાય. એટલે 35- 40 કેરી નાનાં દાણા જેવડી બેસે. તેમાંથીય કેટલીક ખોટી હોય. ખોટી એટલે પાકી ન શકે તેવી. તે ખરી પડે. પછી 15- 20 કેરી વધે તે વટાણા જેવડી થાય. આ 15- 20 વટાણા જેવડી હોય તેમાંથી પણ કેટલીક ખોટી હોય તે ખરી પડે. બાકી વધે 5 નંગ, જે લખોટીની સાઈઝની કેરી થાય.

ડૉ. વરૂએ કહ્યું કે, લખોટી સાઈઝની 5માંથી કમ સે કમ 3-4 ખરી પડે. એટલે 1-2 નંગ ટકી રહે તેમાંથી મોટી કેરી આકાર લે. માનો કે એક મોરમાંથી માત્ર એક નંગ કેરી ઉગી હોય તો પણ એક આંબામાંથી 400- 500 નંગ કેરી ઉતરે. કેરીને કોઈ સીઝન વગર કોઈ ઉગાડી ન શકાય, આ નેચરલ જ છે. અમુક ચાવી ઈશ્વરે તેની પાસે રાખી છે. ગુજરાતમાં 26 હજાર હેક્ટરમાં આંબાનું વાવેતર છે. જૂનાગઢ અને ગીરસોમનાથમાં વધારે આંબા છે. થોડું ઘણું અમરેલી ને બરડા પંથકમાં છે. બાકી, દક્ષિણ ગુજરાતમાં વલસાડ વિસ્તારમાં પણ ઘણા આંબા છે.

About The Author

Related Posts

Top News

કુદરતનો કરિશ્મા: ઉનાળામાં મન લોભાવતી કેસર કેરી શિયાળામાં કંઈ રીતે આવી, 4000માં એક બોક્સ વેચાય છે

ઉનાળામાં કેસર કેરી તમામ લોકોનું મન મોહી લેતી હોય છે, અને તેનો આસ્વાદ લેવાનું અચૂક મન થઈ જાય,...
Gujarat 
કુદરતનો કરિશ્મા: ઉનાળામાં મન લોભાવતી કેસર કેરી શિયાળામાં કંઈ રીતે આવી, 4000માં એક બોક્સ વેચાય છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-11-2026 દિવસ: રવિવાર મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે. વૃષભ: આપના મનની મૂંઝવણો...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

GST અધિકારીના ઘરેથી મળી સોનાની ઇંટો અને વિદેશી ચલણ સહિત 1.86 કરોડ લાખ રોકડા, 2 દિવસ પહેલા જ લીધેલી 10 લાખની લાંચ

CBIએ પંચકુલામાં રૂ. 10 લાખની લાંચ લેતા પકડાયેલા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) સુપરિન્ટેન્ડેન્ટ લવકુશ કુમારના ઘરેથી...
National 
GST અધિકારીના ઘરેથી મળી સોનાની ઇંટો અને વિદેશી ચલણ સહિત 1.86 કરોડ લાખ રોકડા, 2 દિવસ પહેલા જ લીધેલી 10 લાખની લાંચ

બેંકના લોકરમાં મુકેલા એક કરોડના સોનાના દાગીના ગાયબ! બે વર્ષ પછી લેવા ગયેલા ઓફિસરને લાગ્યો આઘાત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ચોક વિસ્તારમાં આવેલી ઇન્ડિયન બેંક સિટી શાખાના લોકરમાંથી આશરે 1 કરોડ રૂપિયાના સોનાના દાગીના રહસ્યમય રીતે...
National 
બેંકના લોકરમાં મુકેલા એક કરોડના સોનાના દાગીના ગાયબ! બે વર્ષ પછી લેવા ગયેલા ઓફિસરને લાગ્યો આઘાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.