દારૂ ઢીંચીને કાર ચલાવનાર નબીરાએ 4 લોકોને કચડ્યાં, માતા-પુત્રએ ગુમાવ્યો જીવ, કારમાંથી બોટલો મળી આવી

અમદાવાદમાં દારૂ ઢીંચીને કાર ચલાવનારા નબિરાઓનો આંતક દિન પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશામાં ચૂર નબિરાએ ફૂટપાથ પર 4 લોકોને કચડ્યાં હતા. જેમાં માતા-પુત્રના મોત થયા હતા. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ભીંસાઈ જતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. કાર પાછળ હટે તેમ ન હોવાથી ત્યાં હાજર લોકોએ કારને ઊંચકીને યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ચણિયાચોળી વેચનાર માતા પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેના પુત્ર સાગર નગવાડિયા (ઉ.વ. 15)એ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ખરીદી કરી રહેલા કાર્તિક વસોયા (ઉં.વ.34) અને તેમની પત્ની સ્નેહલબેન વસોયા (ઉં.વ.34) ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

ahmedabad2
divyabhaskar.co.in

કારચાલકની ઓળખ નાના ચિલોડામાં રહેતા વિરલ સવજીભાઈ ચૌધરી (ઉં.વ 36) હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે વિરલે દારૂ ઢીંચી રાખ્યો હતો અને કાર ગફલતભરી રીતે હંકારતા સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને નિર્દોષ લોકોને કચડી માર્યા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ વિરલ નશામાં હોવાનું સામે આવ્યું છે અને કારમાંથી 6 બિયરના ટીન પણ મળ્યાં છે. શરૂઆતમાં બે બિયરના ટીમ મળ્યા હતા, જ્યારે પોલીસે કારની વધુ તપાસ કરતા વધુ ચાર બિયરના ટીન મળી આવ્યા હતા.

ઘટના નજરે જોનાર અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરનાર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટક્કર એટલી પ્રચંડ હતી કે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચાલક વિરલ ચૌધરીને સ્થાનિકોના ટોળાએ ઝડપી પાડી જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસના હવાલે કરાયો હતો. પોલીસે કારની ઝડતી લેતા અંદરથી બિયરનાં બે ટીન મળી આવ્યાં હતાં. ટોળાના મારથી ઈજાગ્રસ્ત થયેલા ચાલકને નશાની ચકાસણી અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાયો છે.

ahmedabad
bombaysamachar.com

I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એસ.આઈ. સુમરાએ જણાવ્યું કે, ‘રાત્રે 9.30 વાગ્યાના અરસામાં અક્ષર હોસ્પિટલ સામે ફૂટપાથ પર GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 2 લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય 2 લોકો હાલ સારવાર હેઠળ છે. મૃતકોમાં પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનો 15 વર્ષીય પુત્ર સાગર જીતેન્દ્રભાઈ નગવાડિયા સામેલ છે, જ્યારે કાર્તિકભાઈ અને એક અજાણી સ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અકસ્માત સર્જનાર કારચાલક વિરલ સવજીભાઈ ચૌધરીની ગાડીમાંથી બિયરનાં ટીન મળી આવ્યાં છે. ઘટના બાદ એકઠા થયેલા લોકોના ટોળાએ માર મારતાં તેમજ નશાની મેડિકલ તપાસ અર્થે ચાલકને હોસ્પિટલ લઈ જવાયો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-105 (મનુષ્યવધ) તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’

ઉલ્લેખનીય છે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે એક મહિના પહેલા પણ નબીરાએ અકસ્માત સર્જ્યો હતો.  પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર પડેલી કારોને જોરદાર ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

About The Author

Top News

RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની 3 દિવસીય બેઠક, મોહન ભાગવતના વિદેશ પ્રવાસ અને ત્યાં મળેલા અનુભવો પર પણ થશે ચર્ચા

ઇન્દોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રણ દિવસીય બેઠક સોમવારે ડેલી કોલેજમાં શરૂ થઈ ગઈ....
National 
RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની 3 દિવસીય બેઠક, મોહન ભાગવતના વિદેશ પ્રવાસ અને ત્યાં મળેલા અનુભવો પર પણ થશે ચર્ચા

દારૂ ઢીંચીને કાર ચલાવનાર નબીરાએ 4 લોકોને કચડ્યાં, માતા-પુત્રએ ગુમાવ્યો જીવ, કારમાંથી બોટલો મળી આવી

અમદાવાદમાં દારૂ ઢીંચીને કાર ચલાવનારા નબિરાઓનો આંતક દિન પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશામાં ચૂર નબિરાએ ફૂટપાથ પર ...
Gujarat 
દારૂ ઢીંચીને કાર ચલાવનાર નબીરાએ 4 લોકોને કચડ્યાં, માતા-પુત્રએ ગુમાવ્યો જીવ, કારમાંથી બોટલો મળી આવી

ચહેરાથી જોડાયેલી પણ શરીરથી અલગ: આ જુડવા બહેનોએ જીવનના 18 વર્ષ ઉજવ્યા; મુશ્કેલીઓ છતા અભ્યાસ ચાલુ છે

આપણે ઘણીવાર જોડિયા બાળકોના જન્મ વિશે સાંભળીએ છીએ, પરંતુ કેટલાક બાળકો જીવનની શરૂઆત એવી સ્થિતિ સાથે કરે છે જે...
World 
ચહેરાથી જોડાયેલી પણ શરીરથી અલગ: આ જુડવા બહેનોએ જીવનના 18 વર્ષ ઉજવ્યા; મુશ્કેલીઓ છતા અભ્યાસ ચાલુ છે

નશામાં ધૂત અમેરિકન મહિલા દિલ્હીની ગટરમાં પડી, મદદે ગયેલા યુવકને ગાળો આપી

દિલ્હીના મહીપાલપુર વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર આવેલી એક ઊંડી અને ખુલ્લી ગટરમાં કથિત રીતે દારૂના નશામાં ધૂત એક અમેરિકી...
National 
નશામાં ધૂત અમેરિકન મહિલા દિલ્હીની ગટરમાં પડી, મદદે ગયેલા યુવકને ગાળો આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.