અમદાવાદમાં પતિના અવસાન બાદ પુત્રવધૂએ સાસૂને ઘેનની દવા આપીને 1.84 કરોડ ટ્રાન્સફર કરી લીધા, આ રીતે ખુલી પોલ

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં માનવતા અને સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 79 વર્ષીય વૃદ્ધાને પ્રતિબંધિત ઘેનની દવા ખવડાવીને સતત અર્ધબેભાન અવસ્થામાં રાખી તેમના બેંક ખાતામાંથી કુલ રૂ. 1.84 કરોડ ટ્રાન્સફર કરી લેવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પુત્રના અવસાન બાદ સાસુ સાથે રહેતી પુત્રવધૂએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં છેડછાડ કરીને ઘેનની ગોળીઓ મેળવી હતી અને કોરા ચેક તથા મૃતક પતિના મોબાઈલનો ઉપયોગ કરીને આ મોટી રકમ પોતાના ખાતામાં તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ સમગ્ર મામલે વૃદ્ધાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ અંકિતા શાહ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ,  આંબાવાડી ખાતે રહેતા 79 વર્ષીય જયશ્રીબેન શાહના પુત્ર અભિષેકનું 12 મે, 2024ના રોજ હાર્ટ-એટેકને કારણે મોત થઇ ગયું હતું. ત્યારબાદ તેઓ પાલડીના મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે શાંતિકુંજ ફ્લેટમાં પુત્રવધૂ અંકિતાબેન અને પૌત્રી સાથે રહેતા હતા. પુત્રના મૃત્યુ બાદ અંકિતાબેને ઝઘડો કરીને અને ઈમોશનલ પ્રેશર લાવીને જયશ્રીબેનના HDFC બેંકના જોઈન્ટ ખાતામાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. ત્યારબાદ ઘરખર્ચના બહાને ડરાવી-ધમકાવીને કોરા ચેક પર સહીઓ લેવાનું શરૂ કરી દીધું હતું.

આરોપી પુત્રવધૂએ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જાતે કે કોઈ મળતિયા મારફતે પ્રતિબંધિત ઘેનની દવા લખી પાલડીના મેડિકલ સ્ટોરમાંથી મેળવી લીધી હતી. સાસુને નિયમિત આ દવા ખવડાવતી હતી, જેના કારણે જયશ્રીબેનને સતત ઘેન અને ચક્કર રહેતા હતા અને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા.

Paldi police station
divyabhaskar.co.in

સપ્ટેમ્બર 2025માં જયશ્રીબેનની તબિયત અત્યંત લથડતા અને તેઓ પોતાની દીકરી કોષાને પણ ઓળખી શકતા નહોતા. દીકરીએ તેમને 108 માર્ફતે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં બ્લડ રિપોર્ટમાં ઘેનની દવાઓ અપાતી હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે શંકા જતા પુત્રી અને જમાઈએ બેંક ખાતાની તપાસ કરાવી હતી. જેમાં બહાર આવ્યું હતું કે અંકિતાબેને સહી કરાવેલા કોરા ચેક દ્વારા HDFC બેંકમાંથી પોતાના ખાતામાં અને મ્યૂચ્યુઅલ ફંડમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, મૃતક પતિ અભિષેકના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને કોટક મહિન્દ્રા બેંકના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા કુલ 1,84,70,000 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. પાલડી પોલીસે અંકિતા શાહ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

શહીદના પત્ની શોભા યાદવે પતિને વિદાય આપતા કહ્યું, 'તે સિંહ હતો, તેણે આપેલા દરેક વચનને હું પૂર્ણ કરીશ...'

ઘરે પાછા ફરવાની રજા મંજૂર થઈ ગઈ... પરિવારને આશા હતી કે તેમનો દીકરો જલ્દી ઘરે પાછો આવશે, પરંતુ ભાગ્યની...
National 
શહીદના પત્ની શોભા યાદવે પતિને વિદાય આપતા કહ્યું, 'તે સિંહ હતો, તેણે આપેલા દરેક વચનને હું પૂર્ણ કરીશ...'

એક સમયે હાંસિયામાં ધકેલાયેલી VHP શું ફરી BJP માટે ગુજરાતની જમીન તૈયાર કરી રહી છે?

ગુજરાતના રાજકારણમાં અત્યારે એક સૂચક અને રસપ્રદ વળાંક જોવા મળી રહ્યો છે. સત્તા અને સંગઠનમાં એક સમયે જે વિશ્વ હિંદુ...
Politics 
એક સમયે હાંસિયામાં ધકેલાયેલી VHP શું ફરી BJP માટે ગુજરાતની જમીન તૈયાર કરી રહી છે?

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ આઈસ્ક્રીમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની કરી માંગ

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાનનો આજથી પ્રારંભ કર્યો છે. આ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ આઈસ્ક્રીમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની કરી માંગ

રાજસ્થાનના પરિણામો શું સંદેશો આપે છે? ભાજપનો ખેલ કોણે બગાડ્યો?

રાજસ્થાનની પંચાયત ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જેની કદાચ પાર્ટીએ અપેક્ષા પણ નહીં રાખી હોય. કોંગ્રેસે જિલ્લા પરિષદથી લઈને...
Politics 
રાજસ્થાનના પરિણામો શું સંદેશો આપે છે? ભાજપનો ખેલ કોણે બગાડ્યો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.