- National
- સાસુના પ્રેમમાં પડી ગયો જમાઈ, અને પછી કંઈક એવું થયું કે...
સાસુના પ્રેમમાં પડી ગયો જમાઈ, અને પછી કંઈક એવું થયું કે...
આજકાલ સોશિયલ મીડિયા વિચિત્ર અને આઘાતજનક વીડિયોઝથી ભરાઈ ગયું છે. કેટલાકને જોઈને ગુસ્સો કરવાનું મન થાય છે, કેટલાક કોમેડી જેવા લાગે છે, અમુક લાગણીસભર પણ હોય છે, કેટલાક ભાવનાઓમાં વહેવડાવી દે તેવા, કૌટુંબિક લાગણીઓને દર્શાવતા હોય છે, પરંતુ જ્યારે આ સિવાયના અન્ય સંબંધો વિશેની વાતો કરતા જોવા મળે છે ત્યારે લોકો સ્તબ્ધ થાઈ જાય છે, આ સ્તબ્ધ કરી દેતો એક વીડિયો આજકાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોને શું વ્યક્ત કરવું તેની સમજ નથી પડતી. આ વીડિયોમાં, એક મહિલા એક ચેનલવાળાને જાહેરમાં તેના જમાઈ સાથે લગ્ન કરવા વિશે નિવેદન આપતી જોવા મળે છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ છે, જેના કારણે લોકોની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે.
આ વાઈરલ થયેલા વીડિયોમાં ત્રણ લોકો દેખાય છે, એક પુરુષ, તેની સાસુ અને એક ચેનલનો રિપોર્ટર. જેમાં સંબંધોની એક વિચિત્ર અને આઘાતજનક વાર્તા બહાર આવતી દેખાય છે. ક્લિપમાં પાછળથી, એક રિપોર્ટર પૂછે છે કે, આ લગ્ન કેમ કરવામાં આવ્યા. મહિલા જવાબ આપે છે કે તે લગભગ 60 વર્ષની થઈ ચુકી છે અને તેના જમાઈ સાથે પ્રેમમાં પડી ગઈ છે, અને આવામાં તેણે શું કરવું જોઈએ? પછી રિપોર્ટર સ્ત્રીને પૂછે છે કે શું તેનો પતિ તેને પ્રેમ નથી કરતો. સ્ત્રી કહે છે કે તેનો પતિ હવે તેને પ્રેમ કરતો નથી, તેને કંઈ આપતો પણ નથી કે તેનું સમ્માન પણ નથી કરતો. આ જ કારણ છે કે તેણે તેના જમાઈ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
https://www.instagram.com/reel/DUNFhlwD1O8/
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર mastinews90 નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેને લાખો વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ તેને લાઇક કર્યો છે. યુઝર્સે આ વીડિયો પર ટિપ્પણી કરી છે, વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી છે. ઘણા લોકોએ આ સંબંધને વિચિત્ર અને અપમાનજનક ગણાવ્યો છે, જ્યારે અન્ય લોકોએ મજાકમાં બનાવેલો અને મનોરંજન માટેનો ગણાવ્યો છે. કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની શુભેચ્છાઓ શેર કરવા ઉપરાંત, રમુજી મીમ્સ પણ બનાવ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી છે કે, આ પરિસ્થિતિનું ચિત્રણ કોઈ ફિલ્મી વાર્તા જેવું લાગે છે. કેટલાકે વ્યક્તિગત સંબંધોને ઓનલાઈન શેર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારણા કરવાની સલાહ આપી છે, જ્યારે અન્યોએ હળવાશભર્યા અભિગમ અપનાવવાની વિનંતી કરી છે.

