ગુજરાત સરકારે 2 વર્ષમાં પ્લેન-હેલિકોપ્ટર પાછળ 86 કરોડનો ખર્ચ કર્યો

ગુજરાત સરકારના પદાધિકારીઓની મુસાફરી માટે વપરાતા પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરવામાં આવતા ખર્ચની ફરી એકવાર શરૂ થઈ છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 2 વર્ષમાં આ પ્લેન-હેલિકોપ્ટરના મેન્ટેનેન્સ અને સ્ટાફ પાછળ લગભગ 86 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે ગુજરાત સરકાર દર મહિને પ્લેન-હેલિકોપ્ટર પાછળ 3.59 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વિધાનસભામાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ગુજરાત સરકારના માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પાછળ છેલ્લા બે વર્ષમાં 56 કરોડ 66 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ આંકડા રજૂ કર્યા હતા.

bhupendra Patel
timesofindia.indiatimes.com

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રાખવામાં આવેલા પ્લેન-હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પાછળ વર્ષ 2024-25માં 27.71 કરોડ રૂપિયા, વર્ષ 2025-26માં 28.95 કરોડ રૂપિયા, જ્યારે કુલ મેન્ટેનન્સમાં 56.66 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

આ ઉપરાંત સરકારે વધુમાં જણાવ્યું કે આ જ સમયગાળામાં પાયલોટના ખર્ચ તરીકે પણ 28 કરોડ 8 લાખ રૂપિયાથી વધુ રકમ ખર્ચાઈ છે. આ ઉપરાંત અન્ય સ્ટાફ પાછળ દોઢ કરોડથી વધુનો ખર્ચ થયો છે. પ્લેન અને હેલિકોપ્ટર પાછળ 2 વર્ષમાં કૂલ 86 કરોડનો ખર્ચ થયો છે.

આ આંકડાઓ સામે આવતા જ વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓએ આરોપ છે કે, સામાન્ય જનતાની પાયાની સુવિધાઓ માટે બજેટમાં ખેંચતાણ અનુભવતી સરકાર VIP સુવિધાઓ પાછળ ખૂબ ખર્ચ કરી રહી છે. મેન્ટેનન્સ પાછળ 56 કરોડ રૂપિયા ખર્ચવા છતા જો ટેક્નિકલ ખામી રહેતી હોય, તો આ પૈસા ક્યાં વપરાયા તેની તપાસ થવી જોઈએ. જનતાના પરસેવાના પૈસાનો આ રીતે ધુમાડો કરવો એ ચિંતાનો વિષય છે.

Gujarat Assembly
deshgujarat.com

વિધાનસભાના સત્ર દરમિયાન સોમવારે રાજ્યમાંથી ગુમ થયેલા બાળકો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 6240 બાળકો ગુમ થયા હોવાનું જણાવાયું હતું. જેમાંથી 553 બાળકો હજુ સુધી શોધી શકાયા નથી. સૌથી વધુ સુરતમાંથી 841 બાળકો ગુમ થયા, જેમાંથી 76 બાળકો હજુ શોધવાના બાકી છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 67 મહિલાઓ ગુમ થઈ હતી, સરકારે જણાવ્યું કે તમામ ગુમ થયેલી મહિલાઓને શોધી લેવામાં આવી છે.

બાળકો ગુમ થવાના કેસમાં શોધખોળ માટે મહત્ત્વપૂર્ણ ગણાતા ગોલ્ડન સમય અંગે ભાજપના નેતા સંજય કોરડિયાએ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે આ ગોલ્ડન સમય એટલે ચોક્કસ શું? આ સવાલ સાંભળીને ગૃહમાં ઘણા સભ્યો હસતા જોવા મળ્યા. મંત્રી કૌશિક વેકરીયાએ આ મુદ્દે વિગતવાર અને લાંબો જવાબ આપ્યો, જે દરમિયાન કોંગ્રેસના કેટલાક સભ્યો સામાન્ય અંદાજમાં હસતા પણ જોવા મળ્યા.

About The Author

Related Posts

Top News

આ ગામમાં દલિતોને વાળ નહોતા કપાતા, હવે સરકારે અપાવ્યો સમાન અધિકાર

કર્ણાટકના ગડગ જિલ્લાના શિંગાતલુર ગામમાં દલિત સમુદાયને વર્ષોથી વાળ કપાવવાની સેવાઓથી વંચિત રાખવામાં આવતા હતા. સમાજ કલ્યાણ વિભાગના સૂત્રોના જણાવ્યા...
National 
આ ગામમાં દલિતોને વાળ નહોતા કપાતા, હવે સરકારે અપાવ્યો સમાન અધિકાર

શું રોહિત-કોહલીએ 2027 વર્લ્ડ કપ રમવો જોઈએ? ધોનીએ આપ્યો જવાબ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2027ના વનડે વર્લ્ડ કપ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે ચાલી...
Sports 
શું રોહિત-કોહલીએ 2027 વર્લ્ડ કપ રમવો જોઈએ? ધોનીએ આપ્યો જવાબ

ગુજરાત સરકારે 2 વર્ષમાં પ્લેન-હેલિકોપ્ટર પાછળ 86 કરોડનો ખર્ચ કર્યો

ગુજરાત સરકારના પદાધિકારીઓની મુસાફરી માટે વપરાતા પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરવામાં આવતા ખર્ચની ફરી એકવાર શરૂ થઈ છે. વિધાનસભામાં રજૂ...
Gujarat 
ગુજરાત સરકારે 2 વર્ષમાં પ્લેન-હેલિકોપ્ટર પાછળ 86 કરોડનો ખર્ચ કર્યો

બિહાર ચૂંટણીમાં ભાજપે 146 કરોડ ખર્ચો કર્યો હતો અને કોંગ્રેસે...

2025ની બિહાર વિધાનસભા ચૂંટણી જીતવા માટે BJPએ અન્ય તમામ પક્ષો કરતાં સૌથી વધુ ખર્ચ કર્યો. BJPએ રૂ. ...
National 
બિહાર ચૂંટણીમાં ભાજપે 146 કરોડ ખર્ચો કર્યો હતો અને કોંગ્રેસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.