શું રોહિત-કોહલીએ 2027 વર્લ્ડ કપ રમવો જોઈએ? ધોનીએ આપ્યો જવાબ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2027ના વનડે વર્લ્ડ કપ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે ચાલી રહેલી ચર્ચા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ધોનીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, વર્લ્ડ કપમાં રમવા માટે ઉંમર નહીં, પણ ફિટનેસ અને પ્રદર્શન માપદંડ હોવા જોઈએ.

એક કાર્યક્રમ દરમિયાન, 44 વર્ષીય ધોનીએ કહ્યું હતું કે, કોઈ ખેલાડી ફક્ત તે 30 વર્ષ કે તેથી વધુ ઉંમરનો છે એટલા માટે એના પર સવાલો ઉઠાવવા યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે રોહિત અને કોહલી (ROKO) જેવા અનુભવી ખેલાડીઓ અંગેનો નિર્ણય તેઓ પોતે જાતે કરશે, કારણ કે તેમણે નક્કી કરવાનું છે કે તેઓ દેશ માટે કેટલો સમય રમવા માંગે છે.

Kohli-Rohit2
aajtak.in

એક કાર્યક્રમ દરમિયાન, MS ધોનીએ કહ્યું, 'શું ઉંમર મહત્વ રાખે છે? બિલકુલ નહીં. ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. જો 22 વર્ષનો ખેલાડી ફિટ ન હોય, તો તે ટીમમાં ન હોવો જોઈએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે નિર્ધારિત ધોરણો હોય છે. ભવિષ્યમાં રોહિત, વિરાટ કે અન્ય કોઈ ખેલાડી આગામી વર્લ્ડ કપ રમશે કે નહીં તે નક્કી કરવાનું અમારું કામ નથી. જો તેઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે અને દેશ માટે રમવાનો જુસ્સો ધરાવે છે, તો તેમણે ચોક્કસપણે રમવું જોઈએ.'

Dhoni
thejbt.com

રોહિત શર્મા અને વિરાટ કોહલીની 2027 વર્લ્ડ કપમાં રમવું જોઈએ કે નહીં તેની ચર્ચા ત્યારે વધુ તીવ્ર બની જ્યારે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ગયા વર્ષે કહ્યું હતું કે, બંને ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ નથી. 2027 ODI વર્લ્ડ કપ સુધીમાં રોહિત 40 વર્ષથી વધુ ઉંમરનો થઇ જશે, જ્યારે કોહલી લગભગ 39 વર્ષનો હશે.

Dhoni-Kohli-Rohit
prabhatkhabar.com

જોકે, આ દરમિયાન, બંને દિગ્ગજ બેટ્સમેનોએ ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને તેમના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે. તેમના સતત પ્રદર્શનથી સાબિત થયું છે કે ઉંમર કરતાં અનુભવ અને રમવાનું સાતત્ય વધુ મહત્વપૂર્ણ છે. ધોનીએ ટીમ પસંદગીમાં સંતુલન વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે યુવા ઉત્સાહ અને અનુભવનું યોગ્ય મિશ્રણ જરૂરી છે, પરંતુ આ ફિટનેસના ભોગે ન હોવું જોઈએ.

MS ધોની કહે છે, 'જો કોઈ ખેલાડી 35 વર્ષનો હોય અને સંપૂર્ણપણે ફિટ હોય, તો તેની ઉંમર પર કોઈ વાંધો ન હોવો જોઈએ. 24 અને 35 વર્ષની ઉંમરના ખેલાડીઓ માટે પ્રદર્શનના ધોરણો સમાન હોવા જોઈએ. પસંદગીમાં કોઈની સાથે અલગ વર્તન ન કરવું જોઈએ. જો કોઈ ખેલાડી ફિટ હોય અને સારું પ્રદર્શન કરી રહ્યો હોય, તો તેને ટીમમાં રહેવાનો સંપૂર્ણ અધિકાર છે.'

Kohli-Rohit3
hindi.sportzwiki.com

MS ધોનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતીય ટીમના ભવિષ્ય અને 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે. તેમના આ નિવેદનને રોહિત શર્મા અને વિરાટ કોહલીના સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે.

About The Author

Top News

આ ગામમાં દલિતોને વાળ નહોતા કપાતા, હવે સરકારે અપાવ્યો સમાન અધિકાર

કર્ણાટકના ગડગ જિલ્લાના શિંગાતલુર ગામમાં દલિત સમુદાયને વર્ષોથી વાળ કપાવવાની સેવાઓથી વંચિત રાખવામાં આવતા હતા. સમાજ કલ્યાણ વિભાગના સૂત્રોના જણાવ્યા...
National 
આ ગામમાં દલિતોને વાળ નહોતા કપાતા, હવે સરકારે અપાવ્યો સમાન અધિકાર

શું રોહિત-કોહલીએ 2027 વર્લ્ડ કપ રમવો જોઈએ? ધોનીએ આપ્યો જવાબ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2027ના વનડે વર્લ્ડ કપ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે ચાલી...
Sports 
શું રોહિત-કોહલીએ 2027 વર્લ્ડ કપ રમવો જોઈએ? ધોનીએ આપ્યો જવાબ

ગુજરાત સરકારે 2 વર્ષમાં પ્લેન-હેલિકોપ્ટર પાછળ 86 કરોડનો ખર્ચ કર્યો

ગુજરાત સરકારના પદાધિકારીઓની મુસાફરી માટે વપરાતા પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરવામાં આવતા ખર્ચની ફરી એકવાર શરૂ થઈ છે. વિધાનસભામાં રજૂ...
Gujarat 
ગુજરાત સરકારે 2 વર્ષમાં પ્લેન-હેલિકોપ્ટર પાછળ 86 કરોડનો ખર્ચ કર્યો

બિહાર ચૂંટણીમાં ભાજપે 146 કરોડ ખર્ચો કર્યો હતો અને કોંગ્રેસે...

2025ની બિહાર વિધાનસભા ચૂંટણી જીતવા માટે BJPએ અન્ય તમામ પક્ષો કરતાં સૌથી વધુ ખર્ચ કર્યો. BJPએ રૂ. ...
National 
બિહાર ચૂંટણીમાં ભાજપે 146 કરોડ ખર્ચો કર્યો હતો અને કોંગ્રેસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.