સાસુ-જમાઈની પ્રેમકથા... મહિલા બીમાર પતિને છોડીને જમાઈ સાથે ફરાર! ઘરમાં દાટેલું સોનું પણ ખોદીને લઇ ગઈ

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા તેના બીમાર પતિને છોડીને તેના જમાઈ સાથે ભાગી ગઈ. એવો આરોપ છે કે મહિલાએ ઘરમાં દાટેલા પૂર્વજોના ઘરેણાં પણ ખોદીને લઇ ગઈ હતી. હવે, બીમાર પતિ અને પુત્રએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ અધિક્ષક (SP)નો સંપર્ક કર્યો છે.

આ ઘટના અજગૈન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. પોલીસમાં ફરિયાદ કર્યા પછી, મહિલાના પુત્રએ પોલીસ અધિક્ષક (SP) જય પ્રકાશ સિંહને મળી અને કાર્યવાહીની માંગ કરી. પરિવારનો આરોપ છે કે મહિલાએ તાજેતરમાં જ તેની છોકરીના છોકરાને 10 વીઘા જમીન ટ્રાન્સફર કરી હતી. પોલીસ અધિક્ષક (SP)એ હવે આ મામલે કાર્યવાહીનું વચન આપ્યું છે.

Mother-In-Law-Son-In-Law4
aajtak.in

પુત્રએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની બહેનના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા સોહરામઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયા હતા. લગ્ન પછી તેના પતિએ તેની હત્યા કરી હોવાનો આરોપ છે. પુત્રનું કહેવું છે કે તેની બહેનના મૃત્યુ પછી, પરિવારે તે સમયે તેના બાળકના ઉછેરની જવાબદારી સમજીને કેસ દાખલ કર્યો ન હતો. આ પછી, તેની માતા અને બનેવી એકદમ નજદીક આવી ગયા, અને તે વારંવાર ઘરે આવવા લાગ્યો.

પુત્રના જણાવ્યા મુજબ, જ્યારે તેના પિતાએ આનો વિરોધ કર્યો, ત્યારે ઘરમાં ઝઘડા શરૂ થયા. પરિવારનો દાવો છે કે માતા અને બનેવી વચ્ચે નિકટતા એમ જ રહી. હવે, માતા એ જ બનેવી સાથે ઘર છોડીને ભાગી ગઈ છે.

Mother-In-Law-Son-In-Law1

આ કેસમાં પૈતૃક દાગીના અંગે પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. પુત્ર અને તેના બીમાર પિતાનું કહેવું છે કે, પરિવારના પૈતૃક દાગીના ઘરની અંદર જમીનમાં ખોદેલા ખાડામાં છુપાવવામાં આવ્યા હતા. આ દાગીનામાં આશરે 2 કિલો ચાંદી અને 80 ગ્રામ સોનું હતું. એવો આરોપ છે કે મહિલા જમીન ખોદીને એ દાગીના પણ લઈ ગઈ. પરિવારનો દાવો છે કે આ દાગીનાની કિંમત લાખો રૂપિયા છે.

પુત્રએ પોતાની ફરિયાદમાં જમીન અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે 14 સપ્ટેમ્બરના રોજ, તેમના જમાઈના કહેવાથી, તેમની માતાએ તેમના પિતા દ્વારા ખરીદેલી 10 વીઘા જમીન તેમના ભાણેજના નામે ટ્રાન્સફર કરી દીધી. પરિવારને આ ટ્રાન્સફરની જાણ પાછળથી થઇ. પુત્રનો દાવો છે કે તેમની માતાએ આ કામ ચુપકેથી કર્યું હતું અને તેના પિતાને જાણ પણ કરી નહીં.

aajtak.in2
aajtak.in

ફરિયાદમાં, મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે, તેમના પિતાની તબિયત ખરાબ રહે છે. તેઓ અગાઉ ગામમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા. પુત્રનો આરોપ છે કે તેની મા ઘર છોડી ગયા પછી, તેમના બીમાર પિતા એકલા પડી ગયા હતા. પરિવારે શરૂઆતમાં અજગૈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પુત્ર કહે છે કે ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, તેથી તેણે પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો. તેણે તેની મા અને બનેવી સામે તપાસ અને કાર્યવાહીની માંગ કરી. ફરિયાદ મળ્યા પછી પોલીસ અધિક્ષક જય પ્રકાશ સિંહે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. પોલીસ હવે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ઈઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જવાની છે, આરબ સાંસદોએ ગાદીને આપ્યું સમર્થન

ઈઝરાયેલના રાજકારણમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સત્તાથી દૂર રાખવા માટે આરબ પાર્ટીઓએ એકજૂથ...
ઈઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જવાની છે, આરબ સાંસદોએ ગાદીને આપ્યું સમર્થન

પત્ની પિયરમાં બહુ વાત કરતી, પતિને ન ગમતા તેણે પિયરિયાઓને ઘરે બોલાવીને પત્ની સહિત 7ને પતાવી દીધા

બેંગલુરુમાં એક દિલને હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી...
National 
પત્ની પિયરમાં બહુ વાત કરતી, પતિને ન ગમતા તેણે પિયરિયાઓને ઘરે બોલાવીને પત્ની સહિત 7ને પતાવી દીધા

સુરતના GST અધિકારીની કાર એક્સપ્રેસ વે પરથી પડી; 54 લાખ રોકડા અને ઘરેણાં મળ્યા

મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી-મુંબઈ 8-લેન એક્સપ્રેસ વે પર થયેલા માર્ગ અકસ્માતે પોલીસને પણ સ્તબ્ધ કરી દીધી છે. સુરતમાં તૈનાત GST ...
National 
સુરતના GST અધિકારીની કાર એક્સપ્રેસ વે પરથી પડી; 54 લાખ રોકડા અને ઘરેણાં મળ્યા

64 કરોડ રૂપિયાની ખાદ્ય ભેળસેળવાળી મીઠાઈ IAS તુકારામ મુંઢેએ જપ્ત કરી, કંઈ અને કેવી મીઠાઈ ખરીદવી તે અંગે તેમણે આપી સલાહ

IAS તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ દિવાળી પહેલા એક મોટી પહેલ શરૂ કરી છે....
National 
64 કરોડ રૂપિયાની ખાદ્ય ભેળસેળવાળી મીઠાઈ IAS તુકારામ મુંઢેએ જપ્ત કરી, કંઈ અને કેવી મીઠાઈ ખરીદવી તે અંગે તેમણે આપી સલાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.