ઈઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જવાની છે, આરબ સાંસદોએ ગાદીને આપ્યું સમર્થન

ઈઝરાયેલના રાજકારણમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સત્તાથી દૂર રાખવા માટે આરબ પાર્ટીઓએ એકજૂથ થઈને તેમના હરીફ ગાદી આઈઝેનકોટને સમર્થન આપ્યું છે. આ સમાચાર બાદ આઈઝેનકોટના નેતૃત્વ હેઠળ નવી સરકાર બનવાની શક્યતાઓને મજબૂત બનાવી છે.

ઈઝરાયેલની આરબ પાર્ટીના જોઈન્ટ લિસ્ટ (Joint List)એ જાહેરાત કરી છે કે તેઓ રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગને ભલામણ કરશે કે 'યેશાર' પાર્ટીના નેતા ગાદી આઈઝેનકોટને આગામી વડાપ્રધાન બનાવે. જોઈન્ટ લિસ્ટ પાસે 11 બેઠકો છે. આ પહેલાં, 'રાઆમ' પાર્ટીએ પણ આઈઝેનકોટને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

netanyahu1
aljazeera.com

આરબ પાર્ટીઓએના સમર્થનથી રાજકીય સમીકરણો બદલાયા

4 નવેમ્બરના રોજ 'ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ'ના એક અહેવાલ મુજબ, 'રાઆમ' પાર્ટીના નેતા મન્સૂર અબ્બાસે રાષ્ટ્રપતિને આઈઝેનકોટને સરકાર રચવાની તક આપે તેવી ભલામણની વાત કરી હતી. સંસદમાં 'રાઆમ' પાર્ટી પાસે 8 બેઠકો છે. તો, 'જોઈન્ટ લિસ્ટ'એ જણાવ્યું હતું કે તેમના 3 ઘટકોએ નેતન્યાહૂની વાપસી રોકવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે. પાર્ટીનું માનવું છે કે આઈઝેનકોટને સમર્થન આપવાથી સરકાર બદલાવાની શક્યતા વધશે અને એવી મિશ્ર સરકાર બનવાનું જોખમ ઘટે છે જેમાં નેતન્યાહૂ કોઈને કોઈ રીતે સત્તામાં રહી શકે.

ઈઝરાયેલની સંસદ, નેસેટમાં કુલ 120 બેઠકો છે અને સરકાર રચવા માટે ઓછામાં ઓછા 61 સાંસદોના સમર્થનની જરૂર છે. આઈઝેનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધન પાસે 48 બેઠકો છે. તેમાં 'જોઈન્ટ લિસ્ટ'ની 11 બેઠકો અને 'રાઆમ' પાર્ટીની 8 બેઠકો ઉમેરતા કુલ આંકડો 67 પર પહોંચે છે. આ પ્રકારે બહુમતી માટે જરૂરી સંખ્યા કરતા 6 બેઠકો વધારે જોવા મળી રહી છે.

eisenkot3
japantimes.co.jp

'ધ જેરુસલેમ પોસ્ટ'ના અહેવાલ મુજબ, મન્સૂર અબ્બાસે વાતચીત દરમિયાન હમાસના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનું સમર્થન કર્યું. આ એઈઝેનકોટ દ્વારા ગઠબંધનમાં જોડાવા માટે મૂકવામાં આવેલી ચાર મુખ્ય શરતોમાંની એક છે. હમાસને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવાના સવાલ પર, અબ્બાસે આરબ સમુદાય અને ઈઝરાયેલના અન્ય નાગરિકો વચ્ચે સંવાદ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. હવે 'જોઈન્ટ લિસ્ટ'નું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ હર્ઝોગ સમક્ષ ઔપચારિક રીતે એઈઝેનકોટના નામની ભલામણ કરશે. જોકે, ચૂંટણીમાં કોઈ પણ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી ન હોવાથી, સરકાર રચવાની પ્રક્રિયા હવે પછીની રાજકીય વાતચીત પર નિર્ભર રહેશે.

About The Author

Top News

ઈઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જવાની છે, આરબ સાંસદોએ ગાદીને આપ્યું સમર્થન

ઈઝરાયેલના રાજકારણમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સત્તાથી દૂર રાખવા માટે આરબ પાર્ટીઓએ એકજૂથ...
ઈઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જવાની છે, આરબ સાંસદોએ ગાદીને આપ્યું સમર્થન

પત્ની પિયરમાં બહુ વાત કરતી, પતિને ન ગમતા તેણે પિયરિયાઓને ઘરે બોલાવીને પત્ની સહિત 7ને પતાવી દીધા

બેંગલુરુમાં એક દિલને હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી...
National 
પત્ની પિયરમાં બહુ વાત કરતી, પતિને ન ગમતા તેણે પિયરિયાઓને ઘરે બોલાવીને પત્ની સહિત 7ને પતાવી દીધા

સુરતના GST અધિકારીની કાર એક્સપ્રેસ વે પરથી પડી; 54 લાખ રોકડા અને ઘરેણાં મળ્યા

મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી-મુંબઈ 8-લેન એક્સપ્રેસ વે પર થયેલા માર્ગ અકસ્માતે પોલીસને પણ સ્તબ્ધ કરી દીધી છે. સુરતમાં તૈનાત GST ...
National 
સુરતના GST અધિકારીની કાર એક્સપ્રેસ વે પરથી પડી; 54 લાખ રોકડા અને ઘરેણાં મળ્યા

64 કરોડ રૂપિયાની ખાદ્ય ભેળસેળવાળી મીઠાઈ IAS તુકારામ મુંઢેએ જપ્ત કરી, કંઈ અને કેવી મીઠાઈ ખરીદવી તે અંગે તેમણે આપી સલાહ

IAS તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ દિવાળી પહેલા એક મોટી પહેલ શરૂ કરી છે....
National 
64 કરોડ રૂપિયાની ખાદ્ય ભેળસેળવાળી મીઠાઈ IAS તુકારામ મુંઢેએ જપ્ત કરી, કંઈ અને કેવી મીઠાઈ ખરીદવી તે અંગે તેમણે આપી સલાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.