'આદર્શ ગામ'માં જ ટોઈલેટ ન હોવાથી શૌચક્રિયા માટે બહાર ગયેલી મહિલાની બોડી મળી; જંગલી ભૂંડના હુમલાની આશંકા

આજકાલ સરકારો 'આદર્શ ગામો' વિકસાવી રહી છે. આ ગામોને 'સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)' હેઠળ નોટિફાઇ કરવામાં આવે છે. જોકે, અહીં એક વિડંબના છે. જે ગામને 'આદર્શ ગામ' કહેવામાં આવે છે, ત્યા એક પણ શૌચાલય નથી. તેનું પરિણામ એ છે કે મહિલાનું મૃત્યુ થઇ ગયું. તે રાત્રે શૌચક્રિયા માટે બહાર ગઈ હતી ત્યારે જંગલી ભૂંડે તેના પર હુમલો કરી દીધો. 'આદર્શ ગામ'માં શૌચાલયની સુવિધાના અભાવે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

આ ઘટના તમિલનાડુના મદુરાઈમાં બની હતી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અરિયાનેંદલની રહેવાસી 56 વર્ષીય એમ. કાલી મુત્થુ આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી હતી. મહિલા લગભગ 9:00 વાગ્યે તે શૌચક્રિયા માટે બહાર ગઈ હતી કારણ કે તેના ઘરે શૌચાલય નહોતું અને ગામમાં પણ કોઈ સામૂહિક શૌચાલયની સુવિધા નહોતી.

Boar-attack2
treehugger.com

લગભગ એક કલાક પછી પણ તે પાછી ન આવતા તેનો પતિ મુરલી અને અન્ય સંબંધીઓ તેની શોધખોળ કરવા નીકળ્યા. શોધખોળ બાદ, પરિવારને રાત્રે લગભગ 10:45 વાગ્યે ઝાડીઓમાં તેનો મૃતદેહ મળ્યો. કાલીનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કાલીની જમણી સાથળ પર ઈજાનું નિશાન હતું. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈજા જોઇને લાગે છે કે, તેના પર જંગલી ભૂંડે હુમલો કર્યો છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે તેના મૃત્યુ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે; તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પરમાકુડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

Boar-attack1
allspecies.fandom.com

સ્થાનિક લોકોનું કહેવું છે કે કાલીના ઘરની પાછળ આવેલી ઝાડીઓમાં જંગલી ભૂંડ વારંવાર ફરતા રહે છે. અહીં ગીચ ઝાડીઓની વચ્ચે એક બાહ્ય પ્રજાતિનું ઝાડ ઉગે છે, જેને પ્રોસોપિસ જુલીફ્લોરા કહેવામાં આવે છે. જંગલી ભૂંડ ઘણીવાર તેની આસપાસ ફરતા જોવા મળે છે.

About The Author

Related Posts

Top News

રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન મુશ્કેલ! અઢી મહિનાનું બુકિંગ ફૂલ છે, 1.21 લાખ રૂપિયા તો ભાડું છે

દિલ્હીના નવા વિરોધ પ્રદર્શન સ્થળોમાંના એક રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન હવે અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થઈ શકે છે....
National 
રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન મુશ્કેલ! અઢી મહિનાનું બુકિંગ ફૂલ છે, 1.21 લાખ રૂપિયા તો ભાડું છે

ગંગા નદીમાં હોડી પલટાઈ ગઈ, એક જ પરિવારના 7 બાળકોને ભરખી ગયો કાળ, માતા IAS ઓફિસરને ગળે મળી રડવા લાગ્યા

વૈશાલીના રાઘોપુરમાં મંગળવારની રાત્રે ગંગા નદીમાં એક હોડી પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 13 બાળકોએ જીવ ગુમાવ્યો હતો; વૈશાલીના...
National 
ગંગા નદીમાં હોડી પલટાઈ ગઈ, એક જ પરિવારના 7 બાળકોને ભરખી ગયો કાળ, માતા IAS ઓફિસરને ગળે મળી રડવા લાગ્યા

કેન્દ્રીય મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું કેમ આપી દીધું, PM મોદીને લેટર લખીને રાજ્યસભા પણ સભ્ય પદ છોડવાની મંજૂરી માંગી

રાજકારણની દુનિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડાપ્રધાન...
કેન્દ્રીય મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું કેમ આપી દીધું, PM મોદીને લેટર લખીને રાજ્યસભા પણ સભ્ય પદ છોડવાની મંજૂરી માંગી

જંતર-મંતર પર જઈને તિરંગો લહેરાવનાર સૌરવ અને આશુતોષ રાંકાને તિહાડ જેલ મોકલાયા, અભિજીત દીપકે-રાહુલ ગાંધીએ જુઓ શું કહ્યું

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેએ પાર્ટીના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને તિહાડ જેલમાં મોકલવાના...
National 
જંતર-મંતર પર જઈને તિરંગો લહેરાવનાર સૌરવ અને આશુતોષ રાંકાને તિહાડ જેલ મોકલાયા, અભિજીત દીપકે-રાહુલ ગાંધીએ જુઓ શું કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.