ગંગા નદીમાં હોડી પલટાઈ ગઈ, એક જ પરિવારના 7 બાળકોને ભરખી ગયો કાળ, માતા IAS ઓફિસરને ગળે મળી રડવા લાગ્યા

વૈશાલીના રાઘોપુરમાં મંગળવારની રાત્રે ગંગા નદીમાં એક હોડી પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 13 બાળકોએ જીવ ગુમાવ્યો હતો; વૈશાલીના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) વર્ષા સિંહે જાનહાનિની ​​પુષ્ટિ કરી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ, જ્યારે તેઓ શોકાતુર પરિવારજનોને મળવા પહોંચ્યા ત્યારે તેઓ પણ ભાવુક થઈ ગયા હતા. એક મહિલાએ તેમને પકડી લીધા અને ખૂબ જ આક્રંદ સાથે રડવા લાગી.

Vaishali-boat-tragedy
awazthevoice.in

મૃત્યુ પામેલા તમામ બાળકો 15 વર્ષથી ઓછી વયના હતા, જેમાં મોટાભાગની છોકરીઓ હતી. આ દુર્ઘટના બાદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા સિંહ અને પોલીસ અધિક્ષક (SP) શુભાંક મિશ્રા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હોડી દુર્ઘટનામાંથી રેસ્ક્યૂ કરાવાયેલા ઇજાગ્રસ્તોને પટનાની નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના બાળરોગ વિભાગના અધ્યક્ષ ડૉ. અખિલેશ કુમારે જણાવ્યું હતું કે, ચાર બાળકોમાંથી એકને રજા આપી  દેવામાં આવી છે અને ત્રણ હજુ પણ દાખલ છે. એક બાળકની સ્થિતિ સામાન્ય છે, જ્યારે બાકીના બેમાંથી એકને ગંભીર ન્યૂમોનિયા થયો છે. બંને બાળકોની હાલત ગંભીર છે.

કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા 13 બાળકોમાંથી 7 બાળકો એક જ પરિવારના હતા. એક પરિવારે 5 બાળકો ગુમાવ્યા હતા. આ ઉપરાંત, અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા સિંહે કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. રાત્રે લગભગ 8:30 વાગ્યે આ ઘટના બની હતી. અમને માહિતી મળી હતી કે 15-20 બાળકો હોડીમાં સવાર હતા. તેઓ બાજુના ગામમાં ભોજન સમારંભમાં જઈ રહ્યા હતા, ત્યારે હોડી પલટી ગઈ હતી.

DMએ જણાવ્યું હતું કે કુલ 13 બાળકો મૃત હાલતમાં મળી આવ્યા છે; તે બધા 15 વર્ષ કે 15 વર્ષથી ઓછી ઉંમરના હતા. આ દુર્ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા ગુરુ પ્રકાશ પાસવાને કહ્યું કે, આ અત્યંત દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, જે-જે પરિવારોના લોકો ગુમાવ્યા છે, તેમને આઘાત સહન કરવાની શક્તિ આપે. અમે વહીવટીતંત્ર અને સરકાર સાથે મળીને પીડિત પરિવારોની પડખે ઊભા છીએ. શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. અમારી સરકાર ખૂબ જ સંવેદનશીલતા સાથે કરવામાં આવશે.

Vaishali-boat-tragedy3
news4nation.com

આજતકના અહેવાલ અનુસાર, બાળકો નજીકના ગામમાં શ્રાદ્વનું ભોજન ખાવા માટે હોડી દ્વારા ગયા હતા. કોઈએ કલ્પના પણ કરી ન હતી કે સામાન્ય દિવસોની જેમ શરૂ થયેલી આ યાત્રા તેમના પરિવારો માટે જીવનનો સૌથી દર્દનાક દિવસ બની જશે. પ્રત્યક્ષદર્શી રવિ યાદવે જણાવ્યું હતું કે બાળકો હોડી પર સવાર થઇને બાજુના ગામમાં ગયા હતા અને હોડી બાળકો જ ચલાવી રહ્યા હતા. પરત ફરતી વખતે ગંગા નદીમાં હોડી પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. રાઘોપુર વિસ્તાર પૂરગ્રસ્ત સંવેદનશીલ વિસ્તાર છે; આવા વિસ્તારોમાં હોડી માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ ઘણા ગામો માટે દૈનિક જરૂરિયાત પણ છે અને નદી પાર કરવી એ સ્થાનિક લોકોના જીવનનો ભાગ છે. આ ઘટનાએ હોડીની સુરક્ષા, નિયમિત તપાસની જરૂરિયાત અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં બાળકોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Vaishali-boat-tragedy2
thestatesman.com

અકસ્માત બાદ હાથ ધરવામાં આવેલા રાહત અને બચાવ કાર્ય દરમિયાન, SDRFની ટીમે નદીમાં પલટી ગયેલી હોડીને બહાર કાઢી હતી. હોડીની તપાસ કરતા તેના એક ભાગમાં મોટું કાણું જોવા મળ્યું હતું. પ્રત્યક્ષદર્શી રવિ યાદવે દાવો કર્યો હતો કે ગામમાં સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી હોડી ખૂબ જ જૂની અને જર્જરિત હાલતમાં હતી. તેમના જણાવ્યા અનુસાર, હોડીમાં બાળકો સવાર હતા અને તેને બાળકો જ ચલાવી રહ્યા હતા. સ્થાનિક લોકોએ પણ હોડી ઘણી જૂની હોવાની વાત કહી છે. રાઘોપુરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા સતીશ રાયે પણ હોડીની જર્જરિત સ્થિતિનો ઉલ્લેખ કર્યો; તેમણે જણાવ્યું હતું કે આ પૂર-ગ્રસ્ત વિસ્તાર છે અને આ હોડી ગામને ઘણા વર્ષો પહેલા આપવામાં આવી હતી.

Vaishali-boat-tragedy1
ddnews.gov.in

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારોને 4-4 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બહોડીવા અને ઇજાગ્રસ્તોને યોગ્ય તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.

About The Author

Related Posts

Top News

રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન મુશ્કેલ! અઢી મહિનાનું બુકિંગ ફૂલ છે, 1.21 લાખ રૂપિયા તો ભાડું છે

દિલ્હીના નવા વિરોધ પ્રદર્શન સ્થળોમાંના એક રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન હવે અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થઈ શકે છે....
National 
રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શન મુશ્કેલ! અઢી મહિનાનું બુકિંગ ફૂલ છે, 1.21 લાખ રૂપિયા તો ભાડું છે

ગંગા નદીમાં હોડી પલટાઈ ગઈ, એક જ પરિવારના 7 બાળકોને ભરખી ગયો કાળ, માતા IAS ઓફિસરને ગળે મળી રડવા લાગ્યા

વૈશાલીના રાઘોપુરમાં મંગળવારની રાત્રે ગંગા નદીમાં એક હોડી પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 13 બાળકોએ જીવ ગુમાવ્યો હતો; વૈશાલીના...
National 
ગંગા નદીમાં હોડી પલટાઈ ગઈ, એક જ પરિવારના 7 બાળકોને ભરખી ગયો કાળ, માતા IAS ઓફિસરને ગળે મળી રડવા લાગ્યા

કેન્દ્રીય મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું કેમ આપી દીધું, PM મોદીને લેટર લખીને રાજ્યસભા પણ સભ્ય પદ છોડવાની મંજૂરી માંગી

રાજકારણની દુનિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડાપ્રધાન...
કેન્દ્રીય મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું કેમ આપી દીધું, PM મોદીને લેટર લખીને રાજ્યસભા પણ સભ્ય પદ છોડવાની મંજૂરી માંગી

જંતર-મંતર પર જઈને તિરંગો લહેરાવનાર સૌરવ અને આશુતોષ રાંકાને તિહાડ જેલ મોકલાયા, અભિજીત દીપકે-રાહુલ ગાંધીએ જુઓ શું કહ્યું

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેએ પાર્ટીના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને તિહાડ જેલમાં મોકલવાના...
National 
જંતર-મંતર પર જઈને તિરંગો લહેરાવનાર સૌરવ અને આશુતોષ રાંકાને તિહાડ જેલ મોકલાયા, અભિજીત દીપકે-રાહુલ ગાંધીએ જુઓ શું કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.