પોલીસને જોઈને પૂરપાટ ઝડપે ભાગ્યો પતિ, રસ્તા પર પડી ગયેલી પત્નીને પાછળ ફરીને પણ ન જોયું

ટ્રાફિક ચલણથી બચવા માટે લોકો શું નહીં કરી શકે? કેટલાક પોતાના વાહનોને ગલીઓમાં વાળી દે છે, તો કેટલાક ટ્રાફિકની વચ્ચેથી સાપની જેમ બાઇક નચાવતા લઇ જાય છે. આ દરમિયાન ક્યારેક તેઓ પોલીસના હાથે પકડાઈ પણ જાય છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, લોકો માત્ર ચલણથી બચવા માટે પોતાના જીવને પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી. આવો જ એક કિસ્સો ઉત્તરાખંડના રુદ્રપુરથી સામે આવ્યો છે. અહીં ત્રિશૂળ ચોક પર પોલીસે વાહનો અને હેલ્મેટની ની તપાસ કરવા માટે ચેકપોઈન્ટ ગોઠવ્યું હતું. તે જ સમયે, એક વ્યક્તિ બાઇક પર પત્ની સહિત અન્ય બે લોકો સાથે આવી પહોંચ્યો.

પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પોલીસથી બચવા માટે પોતાની બાઇકને પૂરપાટ ઝડપે ભાગાવી ગયો. પોલીસથી બચવા માચે તેણે અચાનક બાઇક વાળી દીધી હતી. જેના કારણે પાછળ બેઠેલી તેની પત્નીનું સંતુલન બગડ્યું અને તે રસ્તા પર પડી ગઈ. પરંતુ, તે રોકાયો નહીં; તે પોતાની પત્નીને ત્યાં જ છોડીને ભાગી ગયો. આ ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

man
indiatoday.in

'ઈન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ નંબર પ્લેટ વગરના વાહનો અને હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોની ચેકિંગ કરી રહી હતી. એક વ્યક્તિ મોટરસાઈકલ પર બે અન્ય મુસાફરો સાથે આવ્યો. પાછળ તેની પત્ની બેઠી હતી. જ્યારે પોલીસ અધિકારીઓએ ચાલકને રોકવાનો ઈશારો કર્યો, ત્યારે તેણે કથિત રીતે વાહનની ગતિ વધારી દીધી. આ ઉપરાંત ગતિ સાથે તેણે પોલીથી બચવા માટે તેણે અચાનક હેન્ડલ વાળી દીધું. જેના કારણે તેની પત્નીનું સંતુલન બગડ્યું અને તે રસ્તા પર પડી ગઈ.

પત્નીના પડી ગઇ તો પણ તેણો રોકાવું જોઇતું હતું. પત્નીને ઇજા થઇ છે કે નહીં એની માહિતી મેળવવી જોઇતી હતી. પરંતુ, તેણે પાછું વળીને જોયું પણ નહીં અને ત્યાંથી ભાગી ગયો. ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓએ તરત જ આગળ આવીને મહિલાને મદદ કરી. આજકાલ કેમેરા અને રીલનો જમાનો છે. તો, ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો, ત્યારબાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

traffic police
indiatoday.in

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તેમણે મહિલાને પૂછપરછ કરી હતી. મહિલાએ જણાવ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી. પોલીસે તેને જરૂરી સલાહ આપીને ઘરે મોકલી આપી. આ ઘટનાએ બેદારકારીપૂર્વક વાહન ચલાવવાના જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે, કારણ કે આવી વર્તણૂક માત્ર વાહનચાલકને જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય લોકોને પણ જોખમમાં મૂકી દે છે.

About The Author

Related Posts

Top News

ભારત માટે 48 મેચ રમનારા પ્રજ્ઞાન ઓઝાને કેમ બનાવાયા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિએ અજિત...
Sports 
ભારત માટે 48 મેચ રમનારા પ્રજ્ઞાન ઓઝાને કેમ બનાવાયા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર?

શાંતિ જાળવવા રૂ. 10,000 ના બોન્ડ ભરવાની પોલીસ નોટિસ સામે નેહા બોરા હાઈ કોર્ટ પહોંચી

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાએ દિલ્હી પોલીસ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસને પડકારીને દિલ્હી હાઈકોર્ટના...
National 
શાંતિ જાળવવા રૂ. 10,000 ના બોન્ડ ભરવાની પોલીસ નોટિસ સામે નેહા બોરા હાઈ કોર્ટ પહોંચી

આ ગામમાં રાવણનું દહન નથી થતું પણ પૂજા થાય છે, નાભિમાં તેલ લગાવીને પૂજે છે લોકો; દશેરાએ ઉત્સવ નહીં શોક મનાવે છે

ભારતમાં, દશેરા મુખ્યત્વે 'ખરાબ' પર 'સારા'નો વિજય અને રાવણના દહન તરીકે ઉજવવામાં આવે છે....
National 
આ ગામમાં રાવણનું દહન નથી થતું પણ પૂજા થાય છે, નાભિમાં તેલ લગાવીને પૂજે છે લોકો; દશેરાએ ઉત્સવ નહીં શોક મનાવે છે

વિજયની પાર્ટી TVKને મળેલા રૂ. 13.3 કરોડના દાનમાંથી 99% રકમ બે મંત્રીઓએ આપી હતી

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન ચાર દાતાઓ પાસેથી સ્વેચ્છાએ રૂ. ...
Politics 
વિજયની પાર્ટી TVKને મળેલા રૂ. 13.3 કરોડના દાનમાંથી 99% રકમ બે મંત્રીઓએ આપી હતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.