પત્ની કહેતી હતી 'કાળો અને જાડો', પતિ પહોંચ્યો કોર્ટ, છત્તીસગઢ હાઈ કોર્ટનો મોટો ચૂકાદો

છત્તીસગઢ હાઈકોર્ટે લગ્નજીવનને લગતા એક વિવાદ અંગે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈને માત્ર 'કાળો અને જાડો' કહેવું એ છૂટાછેડા માટેનું પૂરતું કારણ બની શકતું નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ક્રૂરતાના સાબિત ન થયેલા આરોપોના આધારે છૂટાછેડા આપી શકાય નહીં. કોર્ટના મતે, પતિ તેની પત્ની સામે લગાવેલા આરોપોને સાબિત કરી શક્યો નથી. તે ક્રૂરતા અથવા ત્યાગ અંગે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યો નહોતો. હાઈકોર્ટે જાંજગીરની ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો અને પતિની અપીલ સંપૂર્ણપણે ફગાવી દીધી.

આ ચૂકાદો જસ્ટિસ પાર્થ પ્રતીમ સાહૂ અને જસ્ટિસ સચિન સિંહ રાજપૂતની ડિવિઝન બેન્ચે સંભળાવ્યો છે. કોર્ટે આકાશ ઘોષ વિરુદ્ધ પૂજા સીત કેસમાં આ ચૂકાદો આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે લગ્ન સંબંધ તોડવા માટે માત્ર આરોપો મૂકવા પૂરતા નથી; તેના સમર્થનમાં મજબૂત અને વિશ્વસનીય પુરાવા હોવા જરૂરી છે. પતિનો આરોપ હતો કે તેની પત્ની તેના શ્યામ વર્ણ અને ભારે શરીર પર તેને ટોણા મારતી હતી. જોકે, કોર્ટે સ્વીકાર્યું હતું કે આ કિસ્સામાં છૂટાછેડા માટે આ પૂરતા કારણો માની શકાય નહીં.

chhattisgarh-HC2
etvbharat.com

કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા રેકોર્ડ મુજબ, બંનેના લગ્ન 7 માર્ચ, 2019ના રોજ થયા હતા. લગ્ન પછી, પત્ની તેના સાસરે માત્ર બે કે ત્રણ મહિના જ રહી હતી. પતિએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીનું વર્તન ખૂબ જ અસભ્ય હતું; તે તેને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપતી હતી અને કોઈને જાણ કર્યા વિના વારંવાર તેના પિયર જતી રહેતી હતી. પતિએ તેની અરજીના આધાર તરીકે પત્નીની રાજસ્થાન મુલાકાત અને ત્યારબાદ થયેલા જોડિયા બાળકોના ગર્ભપાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બીજી તરફ, પત્નીએ પતિના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે કોર્ટને જણાવ્યું હતું કે પતિનો કોઇ અન્ય મહિલા સાથે સંબંધ હતો. જ્યારે તેણે આનો વિરોધ કર્યો, ત્યારે પતિ દારૂ પીને તેની સાથે મારામારી કરવા લાગ્યો ગર્ભાવસ્થા દરમિયાન તેને કોઈ સંભાળ મળી નહોતી, ત્યારબાદ તેની માતા તેને તબીબી સારવાર માટે લઈ ગઈ હતી. પત્નીનો આરોપ છે કે ગર્ભપાત બાદ, તેના સાસરિયાંઓએ તેને બળજબરીથી તેના પિયર મોકલી દીધી હતી. ત્યારબાદ જ્યારે તેને પાછા આવવા માટે કહેવામાં આવ્યું, ત્યારે પણ તેનો પતિ તેને લેવા માટે આવ્યો નહોતા.

chhattisgarh-HC
livelaw.in

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સમર ઘોષ વિરુદ્ધ જયા ઘોષ (2007) કેસમાં સુપ્રીમ કોર્ટના મહત્ત્વપૂર્ણ ચૂકાદાનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે માનસિક ક્રૂરતા માપવા માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી. આ કેસમાં, પતિ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો કે પત્નીએ પોતાની મરજીથી વૈવાહિક ઘર છોડ્યું હતું. હાઈકોર્ટે 28 ઓગસ્ટ, 2024ના રોજ જાંજગીર ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને યથાવત રાખ્યો હતો. ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી અને પત્નીના માતા-પિતા દ્વારા આપવામાં આવેલી ભેટ-સોગાદો તથા 'સ્ત્રીધન' પરત કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ આદેશમાં દખલઅંદાજી કરવાનો ઇનકાર કર્યો છે અને પતિની અપીલ સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

About The Author

Related Posts

Top News

હાઇડ્રોજન પછી, દેશમાં દોડી LNG ટ્રેન; આનાથી રેલવે દર વર્ષે રૂ. 24 લાખ બચાવશે, જાણો આ ટ્રેનમાં શું ખાસ હશે?

જે ટ્રેનો સ્ટીમ, કોલસો, ડીઝલ અને વીજળી પર ચાલતી હતી તે આજે હવે હવા (હાઇડ્રોજન) પર દોડે છે...
Gujarat 
હાઇડ્રોજન પછી, દેશમાં દોડી LNG ટ્રેન; આનાથી રેલવે દર વર્ષે રૂ. 24 લાખ બચાવશે, જાણો આ ટ્રેનમાં શું ખાસ હશે?

ગર્લ્સ હોસ્ટેલમાં ચીસો, મધ્યરાત્રિએ હોબાળો અને 'ભૂત'ની કહાની... યુનિવર્સિટીમાં આખરે શું થયું?

પંજાબના પટિયાલામાં શુક્રવારની રાત્રે એક ખાનગી યુનિવર્સિટીનું કેમ્પસ અચાનક અફવાઓ, ભય અને અરાજકતા વચ્ચે ઘેરાઇ ગયું. અહેવાલો અનુસાર, ...
National 
ગર્લ્સ હોસ્ટેલમાં ચીસો, મધ્યરાત્રિએ હોબાળો અને 'ભૂત'ની કહાની... યુનિવર્સિટીમાં આખરે શું થયું?

‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વીડિયો આવ્યો સામે

ભાજપના જાણીતા સાંસદ રવિ કિશન અને ગોરખપુરના કાઉન્સિલર વિશ્વજીત ત્રિપાઠી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ રહી છે. બંને વચ્ચે...
Politics 
‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વીડિયો આવ્યો સામે

'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ DRIના દરોડા; સાડા છ કિલો સોનું જપ્ત, 475 કરોડનો છે ખેલ

મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાની દાણચોરીના એક મોટા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર...
National 
'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ DRIના દરોડા; સાડા છ કિલો સોનું જપ્ત, 475 કરોડનો છે ખેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.