- Politics
- ભાજપના ધારાસભ્યનો વ્યક્તિ સાથે અભદ્ર વર્તનનો વીડિયો વાયરલ થતા પત્નીએ કહ્યો AI વીડિયો
ભાજપના ધારાસભ્યનો વ્યક્તિ સાથે અભદ્ર વર્તનનો વીડિયો વાયરલ થતા પત્નીએ કહ્યો AI વીડિયો
ઓડિશામાં એક વાયરલ વીડિયોએ સનસનાટી મચાવી દીધી છે. આ ઘટના ઓડિશાના પૂર પ્રભાવિત ગંજમ જિલ્લામાં માહિતી આપતા રાજ્ય મંત્રીની પાછળ ઉભા ભાજપના ધારાસભ્ય મનોરંજન દયાન સમન્થારા સાથે સંબંધિત છે. આ વીડિયોમાં મનોરંજન તેની સાથે ઉભેલા વ્યક્તિને કિસ કરતો જોવા મળી રહ્યા છે. મામલો વધી ગયા બાદ ધારાસભ્યની પત્નીએ તેને AI-Video ગણાવ્યો છે.
ઓડિશાના ભાજપના ધારાસભ્ય મનોરંજન દયાન સામંત્રા, જે ચિકિટી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ 2024માં પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાયા હતા. મનોરંજનને લઇને વિવાદ એક વીડિયો સાર્વજનિક થયા બાદ શરૂ થયો હતો.
તે વીડિયોમાં મનોરંજન રાજ્ય મંત્રીની પાછળ ઊભેલા એક વ્યક્તિને ગળે લગાવવા અને કિસ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ તેને ટીકા અને નિંદાનો સામનો કરવો પડ્યો છે. જો કે, અમે આ વીડિયો સાચો છે કે ખોટો તે અંગે પુષ્ટી કરતા નથી.
https://twitter.com/bjd_odisha/status/2121198107333673361?a=XOAAHTacYsxhEs_-kBs&s=20
આ વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષ બીજુ જનતા દળ (BJD)એ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે ગંજમમાં પૂર આવી રહ્યું છે અને ભાજપના નેતાઓ ખુશીથી કૂદી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે ઓડિશાના મત્સ્ય અને પશુધન વિકાસ મંત્રી ગોકુલાનંદ મલિક પત્રકારો સાથે વાત કરી રહ્યા છે ત્યારે તેમની પાછળ ઉભેલા મનોરંજન તેમની બાજુમાં ઉભા એક વ્યક્તિને ગળે લગાવી રહ્યા હોય છે. તેઓ તેને કિસ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ મનોરંજન એ વ્યક્તિના ખભાને કિસ કરે છે અને ધારદાર વસ્તુ વડે તેનો કાન કાપતા જોવા મળે છે! જો કે, આ વ્યક્તિ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
https://twitter.com/dyan_mina/status/2121184121808732516?a=8RNW--PODT_qH_vjwMA&s=20
ધારાસભ્ય મનોરંજનની પત્ની મીના સાહૂએ દાવો કર્યો છે કે વાયરલ વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. તેણે આ જ પ્રેસ કોન્ફરન્સનો બીજો વીડિયો શેર કર્યો અને તેને અસલી ફૂટેજ ગણાવ્યો. X પરની એક પોસ્ટમાં મીનાએ દાવો કર્યો હતો કે અસલી વીડિયોમાં ધારાસભ્ય મંત્રીની વાત ધ્યાનથી સાંભળતા જોવા મળી રહ્યા છે.

