- National
- ટ્રેનમાં બંધ થશે RAC ટિકિટનો ખેલ, એક સીટ પર બે મુસાફર અને આખું ભાડું નહીં આપવું પડે
ટ્રેનમાં બંધ થશે RAC ટિકિટનો ખેલ, એક સીટ પર બે મુસાફર અને આખું ભાડું નહીં આપવું પડે
ભારતીય રેલવે તેના કરોડો મુસાફરો માટે મુસાફરીને વધુ આરામદાયક અને સુવિધાજનક બનાવવા માટે મોટા ફેરફારો કરવાનું વિચારી રહ્યું છે. દાયકાઓથી ટ્રેન રિઝર્વેશન સિસ્ટમનો ભાગ રહેલી રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન (RAC) સિસ્ટમને સમાપ્ત કરવા કે તેના નિયમોમાં ફેરફાર કરવો તે અંગે મંથન શરૂ થઈ ગયું છે. વર્તમાન નિયમો હેઠળ, જ્યારે ટ્રેનોમાં ભીડ હોય અને કન્ફર્મ ટિકિટ ઉપલબ્ધ ન હોય ત્યારે રેલવે RAC ટિકિટ જાહેર કરે છે. આ વ્યવસ્થામાં બે મુસાફરોને એક જ બર્થ અથવા સીટ પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે છે, જેમાં બંને મુસાફરોને અડધી-અડધી સીટ પર બેસવું પડે છે અથવા એકસાથે બેસીને રહેવું પડે છે.
જોકે, લાંબા અંતરની મુસાફરી દરમિયાન RAC ટિકિટ પર અડધી સીટ પર સૂવાની કે બેસવાની મજબૂરી મુસાફરો માટે સમસ્યા બની રહી છે. નોંધનીય છે કે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં RAC અથવા વેઇટિંગ સિસ્ટમનો નિયમ નથી. તેમાં ફક્ત કન્ફર્મ ટિકિટવાળા લોકો જ તેમાં મુસાફરી કરી શકે છે.
મુસાફરોના પ્રતિસાદના આધારે આ દાયકાઓ જૂના આ નિયમની સમીક્ષા કરવામાં આવી રહી છે. રેલવે સાથે જોડાયેલા અધિકારીઓનું માનવું છે કે જ્યારે મુસાફર ટ્રેનમાં સૂવા કે બેસવાની જગ્યા મળી શકતી નથી ત્યારે તેમની પાસેથી સંપૂર્ણ બર્થ માટે ચાર્જ વસૂલવો યોગ્ય નથી. આ ઉપરાંત, વ્યવહારિક રીતે RAC ટિકિટ ઘણીવાર મોટી વહીવટી સમસ્યાઓનું કારણ બની જાય છે.
ખાસ કરીને ત્યારે જ્યારે એક જ બર્થ પર બે અલગ-અલગ પુરુષ અને સ્ત્રીને જગ્યા મળે છે, ત્યારે આ મુસાફરી દરમિયાન અગવડતા પેદા થાય છે. આવા કિસ્સાઓમાં ટિકિટ તપાસ કરનાપા (TTEs) કર્મચારીને પણ મુસાફરોની સુવિધા માટે બીજી વ્યવસ્થા શોધવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
એક સંસદીય સમિતિએ RAC સિસ્ટમ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. સમિતિએ જણાવ્યું હતું કે જ્યારે મુસાનેફર સંપૂર્ણ બર્થ મળતો નથી ત્યારે તેમની પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલવું અયોગ્ય છે. સમિતિએ રેલવેને આવા મુસાફરોને ભાડાનો કેટલોક હિસ્સો પરત કરવા માટે એક વ્યવસ્થા બનાવવાની ભલામણ કરી હતી.
તહેવારોની મોસમ દરમિયાન, ખાસ કરીને દિવાળી અને છઠ પૂજા દરમિયાન, દેશના લગભગ દરેક રૂટ પર ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. આવા સમયે, RAC એ મુસાફરો માટે એક મહત્ત્વપૂ સહારો બની જાય છે જેમણે તેમના ઘરે પહોંચવાનું હોય છે. ભારતીય રેલવેના આરક્ષિત કોચમાં ટિકિટ વિના મુસાફરી કરવી સખત પ્રતિબંધિત અને ગેરકાયદેસર છે, એટલે આ સુવિધા એ લોકોને ટ્રેનમાં કાયદેસર રીતે મુસાફરી કરવાની મંજૂરી આપે છે, જેમને કન્ફર્મ ટિકિટ મળી શકતી નથી.
જોકે, હવે એવું લાગે છે કે વર્ષો અગાઉ બનાવવામાં આવેલા આ નિયમને આધુનિક, મુસાફરો-કેન્દ્રિત સુવિધાઓ નવી રીતે જોવુ જોઈએ. રેલવે દ્વારા આ સંભવિત પગલાથી આગામી સમયમાં મુસાફરોની મુસાફરીને વધુ સરળ બનાવવાની અપેક્ષા છે.

