એક મહિલા 'TTE' બનીને રાત્રે 2 વાગ્યે ટ્રેનમાં ટિકિટ તપાસવા લાગી! એક મુસાફર ભાંડો ફોડી દીધો

'જેમ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, તેવી જ રીતે ટ્રેનમાં ટિકિટ તપાસનાર દરેક વ્યક્તિ TTE નથી હોતો.' આ વાક્ય તમને એકદમ વાહિયાત લાગતું હશે, પરંતુ આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહારાષ્ટ્રથી બિહાર જતી એક ટ્રેનમાં ટિકિટ તપાસતા અને મુસાફરો પાસેથી પૈસા પડાવતા નકલી TTEનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Fake-TTE1
navbharattimes.indiatimes.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રથી બિહાર જતી ટ્રેનમાં પોતાને TTE તરીકે બતાવીને એક મહિલા મોડી રાત્રે લગભગ 2 વાગ્યે મુસાફરોને તેમની ટિકિટ તપાસવા માટે જગાડી રહી હતી. આ સમય દરમિયાન, તેણે કાગળના કોરા ટુકડા પર ટિકિટ બનાવવાનો પ્રયાસ કર્યો, જેનાથી મુસાફરોમાં શંકા જાગી. ત્યારપછી એક મુસાફરે ઓળખ માટે તેનું ID કાર્ડ માંગ્યું. મહિલાએ જવાબ આપ્યો કે તે તેનું ID કાર્ડ બતાવશે નહીં.

નીતુ નામની યુઝરે X પર આ ઘટના વિશે પોસ્ટ કરી. યુઝરે દાવો કર્યો કે, 'મહારાષ્ટ્રથી બિહાર જતી ટ્રેનમાં, લગભગ રાત્રે 2 વાગ્યે, એક મહિલાએ અચાનક મુસાફરોને જગાડ્યા અને તેમની ટિકિટ તપાસવાનું શરૂ કર્યું. તે TTE હોવાનો દાવો કરીને લોકો પાસેથી ટિકિટ માંગી રહી હતી. એક મુસાફર પાસે ટિકિટ નહોતી, જ્યારે બીજીએ ટિકિટ બતાવવાનો ઇનકાર કર્યો. મહિલાએ કહ્યું, 'તમારી ટિકિટ બનાવવી પડશે.' ત્યારપછી તેને તેના બેગમાંથી એક કોરો કાગળ કાઢ્યો, મુસાફરને તેનું નામ પૂછ્યું અને તેના પર લખવાનું શરૂ કર્યું.'

Fake-TTE2
navbharattimes.indiatimes.com

પોસ્ટ અનુસાર, ખાલી કાગળ જોઈને એક મુસાફરને શંકા ગઈ. તેણે એ પણ જોયું કે મહિલાએ TTE યુનિફોર્મ પહેર્યો ન હતો. તેણે તરત જ તેની પાસેથી તેનું ID કાર્ડ માંગ્યું, પરંતુ તેણે કહ્યું કે તે તેનું ID કાર્ડ એક અધિકારીને બતાવશે. આ જવાબથી મુસાફરની શંકા વધુ બળવાન થઈ કે તે મહિલા અસલી TTE નથી, પરંતુ નકલી બનીને ટ્રેનમાં ફરી રહી છે.

પરંતુ પછી જે બન્યું તે વધુ ગંભીર હતું. મુસાફરે પૂછ્યું, 'કયો TTE રાત્રે 2 વાગ્યે યુનિફોર્મ વિના ટિકિટ તપાસે છે?' જેમ જેમ પ્રશ્નો વધતા ગયા, તેમ તેમ મહિલા પકડાઈ જવાના ડરથી તે વધુને વધુ ગભરાઈ ગઈ. તેણે ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો. એવો દાવો કરવામાં આવે છે કે જ્યારે મુસાફરે તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેના પર છેડતીનો આરોપ લગાવ્યો. આ પછી, તેને તક મળતા જ તે સ્થળ છોડી ગઈ અને ત્યાર પછી ચહેરા પર માસ્ક પહેરીને ભીડમાંથી ગાયબ થઈ ગઈ.

Fake-TTE3
hindi.news18.com

આ ઘટના પછી, પ્રશ્નો ઉભા થયા કે જો મહિલા નકલી TTE તરીકે મુસાફરો પાસેથી પૈસા વસૂલવા આવી હતી, તો પછી ટ્રેનમાં તેની તપાસ કેવી રીતે ન થઈ? કોઈ રેલવે સ્ટાફે તેને કેવી રીતે જોઈ કે રોકી નહીં? સત્તાવાર રેલવે એકાઉન્ટ, 'રેલ્વે સેવા'એ યુઝરની પોસ્ટનો જવાબ આપ્યો. તેમાં, પૂર્વ મધ્ય રેલવેને ટેગ કરવામાં આવ્યું હતું અને લખ્યું હતું, 'સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી રહી છે.'

જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે, મહિલાએ મુસાફરો પાસેથી પૈસા વસૂલ્યા હતા કે તે ખરેખર TTE હતી, અને રેલવે અધિકારીઓએ તેની ઓળખ કરી છે કે નહીં.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

ગુજરાતમાં લોકો સવાર અને સાંજે ગુલાબી ઠંડી તેમજ બપોરના સમયે હળવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, માવઠાની પણ આગાહી

માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની 'સુપર સ્વચ્છ લીગ' શ્રેણીમાં સુરતે ઈન્દોર અને નવી મુંબઈને...
Gujarat 
માત્ર પોશ વિસ્તારો સુંદર હોય અને શ્રમજીવી વિસ્તારો ગંદકીથી ખદબદતા હોય તો સુરતને 'સ્વચ્છ સુરત' કેવી રીતે કહી શકાય: BJP MLA કુમાર કાનાણી

ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ PJ.2.1 હાલમાં ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, આ નવો વેરિયન્ટ અમેરિકા, યુરોપ...
National 
ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?

સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે ‘સ્વચ્છ સર્વેક્ષણ 2025’ના પુરસ્કારો એનાયત કર્યા. આ વર્ષની ‘સુપર સ્વચ્છ લીગ’માં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું...
National 
સ્વચ્છ સર્વેક્ષણ: સુરત દેશનું બીજું સૌથી ક્લીન સિટી, આ વખતે પહેલા નંબરે ઈન્દોર નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.