IAS ઓફિસરનો એક મહિલાએ કોલર પકડી લીધો, છતા તેમણે સંયમ રાખ્યો; હવે તેમના વખાણ થઇ રહ્યા છે

બિહારના મધુબની જિલ્લાના બાબુબર્હી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) ચંદ્રમોહન સિંહે તેમની સરકારી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. તેમાં એક ગ્રામજનનું મોત થયું અને 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગામલોકોએ રોડ પર ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પીડિતોના પરિવારોને મળવા આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) આનંદ શર્માને પણ વિરોધનો સામનો કરવો પડ્યો. એક ગુસ્સે ભરાયેલી મહિલાએ તેમનો કોલર પકડીને તેમને જતા અટકાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટના દરમ્યાન, ભીડની લાગણીઓને પ્રાથમિકતા આપતા, મધુબની DM શાંત રહીને સંયમ રાખ્યો હતો. હવે, લોકો સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યા છે. તો ચાલો જાણી લઈએ કે આ મધુબની DM આનંદ શર્મા કોણ છે, જેમની લોકો પ્રશંસા કરી રહ્યા છે...

02

DM આનંદ શર્માનો કોલર પકડતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આવી પરિસ્થિતિમાં સંયમ જાળવવા અને ભાગી ન જવા બદલ લોકો DM આનંદ શર્માની પ્રશંસા કરી રહ્યા છે. સૌરવ રાજ નામના એક X યુઝરે વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, 'મધુબનીના DM આનંદ શર્મા માટે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે! મધુબનીમાં એક ASIએ 4 લોકોને ગોળી મારી, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું. DM પોતે પરિવારના સભ્યોને મળવા ગયા, પરંતુ ગુસ્સે ભરાયેલા લોકોએ તેમની પૂછપરછ શરૂ કરી, અને અંતે, ભીડમાંથી એક મહિલાએ તેમનો કોલર પકડી લીધો. જોકે, DM શર્માએ ભીડની લાગણીઓને પ્રાથમિકતા આપી, પોતાને સંયમિત રાખ્યા અને પોતાના બોડીગાર્ડ્સને રોકી રાખ્યા.'

04

મુકેશ સિંહ નામના બીજા યુઝરે લખ્યું, 'મધુબનીમાં એક ASI દ્વારા ગ્રામજનોની હત્યા પછી, ગુસ્સો એટલો તીવ્ર બન્યો કે ગ્રામજનોએ જિલ્લા મેજિસ્ટ્રેટ પર હુમલો કર્યો. પરંતુ પરિસ્થિતિને સંભાળવામાં DM તેમની ધીરજ માટે પ્રશંસાને પાત્ર છે. પરંતુ એક વિચારવા જેવી વાત છે કે, ગામડાની એક મહિલાનો હાથ DMના કોલર સુધી પહોંચી ગયો.'

03

2013 બેચના IAS અધિકારી આનંદ શર્મા મૂળ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના બઢની વિસ્તારના છે. તેમણે કાનપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech પૂરું કર્યું, ત્યારપછી દિલ્હીથી MBA કર્યું. ત્યારપછી તેઓ નોકરી કરવા માટે જર્મની ગયા. જોકે, તેમના પિતા ઇચ્છતા હતા કે આનંદ શર્મા સરકારી નોકરી કરે. DM આનંદ શર્માએ એક ઇન્ટરવ્યુમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ફક્ત તેમના પિતાની ઇચ્છા પૂરી કરવા માટે ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા.

આનંદ શર્મા 2025થી મધુબનીના જિલ્લા મેજિસ્ટ્રેટ છે. ચૂંટણી દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની પહેલી નોકરી પટનામાં ADM/SDO તરીકે હતી. આનંદ શર્માએ સહાયક સચિવ, નાયબ વિકાસ કમિશનર, બિહાર પ્રવાસન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને મુંગેર જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત વિવિધ હોદ્દાઓ સંભાળ્યા છે.

About The Author

Related Posts

Top News

IAS ઓફિસરનો એક મહિલાએ કોલર પકડી લીધો, છતા તેમણે સંયમ રાખ્યો; હવે તેમના વખાણ થઇ રહ્યા છે

બિહારના મધુબની જિલ્લાના બાબુબર્હી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) ચંદ્રમોહન સિંહે તેમની સરકારી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું....
National 
IAS ઓફિસરનો એક મહિલાએ કોલર પકડી લીધો, છતા તેમણે સંયમ રાખ્યો; હવે તેમના વખાણ થઇ રહ્યા છે

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

નવા UGC નિયમોને લઈને ચાલી રહેલો વિવાદ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક રાજકીય પડકાર બની રહ્યો છે. આ...
Politics 
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

1 નવેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરીના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિશાળ...
Gujarat 
રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો

કોને ઊંઘવાનું પસંદ ન હોય? પહેરવાનું સોનુ નહિ પરંતુ 'ઊંઘ વાળું'. ઓફિસ જતા પહેલા 5 મિનિટની વધારાની...
National 
બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો
Copyright (c) Khabarchhe All Rights Reserved.