5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

નવા UGC નિયમોને લઈને ચાલી રહેલો વિવાદ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક રાજકીય પડકાર બની રહ્યો છે. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ નિયમોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવાની તૈયારી કરી રહ્યા છે તેવી માહિતી આપી છે. સરકારે કોર્ટને જણાવ્યું કે આ નિયમો પર પુનર્વિચાર કરવામાં આવશે અને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, એકવાર આ નિયમો લાગૂ થઈ જાય પછી વિદ્યાર્થીઓને કોઈ આશંકા ન રહે. સુપ્રીમ કોર્ટે પણ દરેક વિદ્યાર્થીના હિતોનું રક્ષણ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

UGC વિવાદની રાજકીય અસર પણ દેખાવા લાગી છે. તાજેતરમાં MLC ચૂંટણી દરમિયાન BJPને પોતાના જ ગઢમાં ઝટકો લાગ્યો હતો. તેની પાછળ સવર્ણ સમુદાયની UGCના નવા નિયમોને લઈને રહેલો નારાજગી હોવાનું માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતા આ ઘટનાક્રમ BJP માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટીને આશંકા છે કે આ મુદ્દાની અસર યુવાનો અને નવા મતદાન કરનારા મતદારો પર પડી શકે છે. UGC વિવાદને લઈને BJP કેટલી મુશ્કેલીમાં છે, તે 2 નવેમ્બરે પ્રયાગરાજના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ જોવા મળ્યું હતું. જ્યારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ભાષણ આપી રહ્યા હતા, ત્યારે કેટલાક યુવાનો UGCને લઈને સૂત્રોચ્ચારે કરવા લાગ્યા હતા.

સૂત્રોચ્ચાર કરી રહેલા યુવાનોએ કેશવ પ્રસાદ મૌર્ય પાસે UGC અંગે જવાબ માંગ્યો. તેના જવાબમાં મૌર્યએ કહ્યું કે તેઓ કોઈપણ મુદ્દા પર વાત કરશે અને કોઈપણ વિષય પર વાત કરવાથી પાછા હટતા નથી. કાર્યક્રમમાં થયેલા હોબાળા બાદ પોલીસે દરમિયાનગીરી કરી અને રોહિત તિવારીને પોતાની સાથે લઇ ગઇ. આરોપ છે કે આ દરમિયાન તેની સાથે મારામારી કરવામાં આવી હતી.
આ ઘટનાએ ઉત્તર પ્રદેશમાં UGCના નવા નિયમોને લઈને BJPના કોર મતદારોમાં નવા અસંતોષ ફરીથી સામે લાવી દીધો છે. પાર્ટીને આશંકા છે કે આવા વીડિયો વાયરલ થવાથી રાજકીય નુકસાન થઈ શકે છે અને તેમણે જનતાના પ્રશ્નોના જવાબ આપવા પડશે.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે શું કહ્યું?

UGCના નવા નિયમોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે નિયમો પર પુનર્વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવાની તૈયારી કરી રહી છે. સરકારે ખાતરી આપી હતી કે નિયમોનો અમલ એવી રીતે કરવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓમાં કોઈ પણ પ્રકારની આશંકા ન રહે. સુપ્રીમ કોર્ટે પણ દરેક વિદ્યાર્થીના હિતોનું રક્ષણ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. જોકે અરજદારે આ પગલાનું સ્વાગત કર્યું, પરંતુ તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે જ્યારે આ નિયમો અંગે તેમણે ગંભીર આશંકાઓ હતી, ત્યારે શા માટે લાવવામાં આવ્યા? હકીકતમાં, UGCના નવા નિયમો શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને રોકવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યા હતા. જોકે, તેના અમલીકરણ બાદ જ વિવાદ શરૂ થઇ ગયો. સવર્ણ સમાજના લોકોની નારાજગીને જોતા હવે તેમાં સંકેતો મળી રહ્યા છે કે આ નિયમોમાં સુધારો કરવામાં આવી શકે છે.

UGCને લઈને ભાજપના કોર મતદારોની નારાજગીના મામલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સુધી પહોંચ્યો હતો. RSSને સતત પ્રતિસાદ મળી રહ્યો હતો કે આ મુદ્દો ખૂબ ઊંડાણ સુધી પહોંચી ચૂક્યો છે અને તેનાથી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપને નુકસાન થઈ શકે છે. RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે પણ આ અસંતોષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મતે, ભાજપના કોર મતદારોમાં સ્પષ્ટ અસંતોષ હતો અને RSSને આ બાબતે સતત પ્રતિસાદ મળી રહ્યો હતો.

netanyahu1
aljazeera.com

કેશવ પ્રસાદ મૌર્યના કાર્યક્રમ દરમિયાન થયેલા હોબાળાએ પાર્ટીની ચિંતાઓમાં વધુ વધારો કર્યો. ભાજપને લાગ્યું કે જો આ પ્રકારના વીડિયો સતત વાયરલ થતા રહેશે, તો તેનો જવાબ આપવો વધુ મુશ્કેલ બની શકે છે. એવામાં, પાર્ટીએ આ મામલાને સીધા રાજકીય સંઘર્ષમાં ફેરવવાને બદલે ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલ લાવવાનું પસંદ કર્યું.

આ દરમિયાન, ઉત્તર પ્રદેશની ચૂંટણી અગાઉ પોતાના મતદારોની ફરિયાદોનું નિરાકરણ લાવવાના પ્રયાસરૂપે ભાજપે તેના વિવિધ સેલને વિરોધ પાર્ટીના આક્ષેપોનો જવાબ આપવાની જવાબદારી સોંપી છે. આ એકમો દ્વારા, પાર્ટી UGCના મુદ્દે જનતા સાથે સંપર્ક જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે.

UGCનો મુદ્દો ભાજપ માટે બેધારી તલવાર સમાન બની ગયો છે. જો પાર્ટી નવા નિયમો પાછા ખેંચે છે, તો તેને OBC સમુદાયના વિરોધનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, જો તે આ નિયમો અંગેના પોતાના વલણમાં કોઈ ફેરફાર કરતું નથી, તો તેના કોર મતદાર વર્ગના રોષનો ભોગ બનવાનું જોખમ રહેલું છે. ઉત્તર પ્રદેશમાં, સવર્ણ સમુદાયને ભાજપ માટે એક મહત્ત્વપૂર્ણ મતબેંક માનવામાં આવે છે. રાજ્યમાં સવર્ણોની લગભગ 27.6% વસ્તી છે જેમાં 13.3% બ્રાહ્મણો, 9.6% ક્ષત્રિયો અને 4.7% વૈશ્યોનો સમાવેશ થાય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે લગભગ 41% મત મેળવ્યા હતા. માનવામાં આવે છે કે આમાં સવર્ણ મતદારોની મોટી ભૂમિકા રહી. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીઓમાં બ્રાહ્મણ સમુદાયના એક મોટા વર્ગે ભાજપને સમર્થન આપ્યું; 2017માં પાર્ટીને બ્રાહ્મણોના 83% અને 2022માં 89% મત મળ્યા હતા. પાર્ટીને ક્ષત્રિય અને વૈશ્ય મતદારોનું પણ સતત સમર્થન મળતું રહ્યું છે. ભાજપની ચિંતાઓ એટલા માટે વધી ગઈ છે કારણ કે છેલ્લી ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના મત હિસ્સામાં લગભગ 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એવામાં, જો ભાજપના કોર મતદારનું સમર્થન ઓછું થાય છે, તો પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે. 

UGC વિવાદને લઈને ભાજપની અંદર અસંતોષના સંકેત પાર્ટીના નેતાઓના નિવેદનો પરથી મળી રહ્યો છે. પ્રયાગરાજમાં કેશવ પ્રસાદ મૌર્યના કાર્યક્રમમાં થયેલા હોબાળા બાદ, વર્તમાન ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે UGCનો વિરોધ કરવો એ દરેક બ્રાહ્મણ અને સવર્ણનો અધિકાર છે. જે લોકોએ માત્ર પોતાનો નંબર વધારવા માટે પોતાનાઓ પર હિંસા કરી, તેમણે એ સમજવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાના બાળકનું નામ વિભીષણ રાખતું નથી.

એવી અટકળો ચાલી રહી છે કે કેશવ પ્રસાદ મૌર્ય આ વખતે પોતાની વિધાનસભા બેઠક બદલવા માંગે છે. કહેવાય છે કે તેમની નજર 'પ્રયાગરાજ ઉત્તર' બેઠક પર છે, જે હાલમાં ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયી પાસે છે. આ જ મતવિસ્તારમાં કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન UGC અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. એવા આક્ષેપો થયા છે કે સૂત્રોચ્ચાર કરી રહેલા એક યુવકને ભાજપના કોર્પોરેટર વિનય મિશ્રા 'સિન્ટુ' દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ હર્ષવર્ધન વાજપેયીની પોસ્ટ અંગે સવાલ ઉઠ્યા કે નિશાન ભાજપના કોર્પોરેટર હતા કે કેશવ પ્રસાદ મૌર્ય?

જોકે આ પોસ્ટનું નિશાન કોણ હતું, તેને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ UGC વિવાદે ભાજપની અંદર નેતાઓને એકબીજા પર નિશાન સાધવાની તક જરૂર પૂરી પાડી છે. પાર્ટીને ડર છે કે નારાજ નેતાઓ આ મુદ્દાનો ઉપયોગ પાર્ટી માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરવા માટે કરી શકે છે.

lalji-patel
asiaconverge.com

UGCના નવા નિયમો શા માટે વિવાદનું કારણ બન્યા?

UGCના નવા નિયમોનો ઉદ્દેશ્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાનો અને કોઈપણ પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ સામે થતા ભેદભાવને રોકવાનો છે. આ નવા નિયમો હેઠળ સરકારી કોલેજોથી લઈને ખાનગી યુનિવર્સિટીઓ સુધીની દરેક સંસ્થાએ 'ઇક્વિટી સેલ'ની રચના કરવી પડશે. આ સેલનું કામ ફરિયાદોનું નિવારણ કરવાનું રહેશે; જો કોઈ વિદ્યાર્થીને લાગે કે તેની સાથે ભેદભાવ થયો છે, તો તે ત્યાં ફરિયાદ નોંધાવી શકે છે. સમિતિની ભલામણોના આધારે સંસ્થાએ જરૂરી કાર્યવાહી કરવી પડશે.

આ વિવાદનું મુખ્ય કારણ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યામાં અન્ય પછાત વર્ગ (OBC)નો સમાવેશ છે. આ અગાઉ ડ્રાફ્ટમાં જાતિ આધારિત ભેદભાવ સામેનું રક્ષણના દાયરામાં માત્ર SC અને ST વર્ગોને રાખવામાં આવ્યા હતા, પરંતુ નવા નિયમોમાં આ વ્યાપ વધારીને તેમાં OBC વર્ગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમોનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે, તેના કારણે 'સામાન્ય' વર્ગના વિદ્યાર્થીઓ પર ખોટા આરોપો લગાવી શકાય છે, જે તેમની કારકિર્દી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

UGCના આ નિયમોને લઈને સવર્ણ સમુદાયમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, શિક્ષક અને સ્નાતક મતવિસ્તારો માટે યોજાયેલી તાજેતરની વિધાન પરિષદની ચૂંટણીઓ પણ ચર્ચામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ભાજપને તેના પોતાના ગઢમાં જ આ અસંતોષનું પરિણામ ભોગવવું પડ્યું છે. આગ્રા, વારાણસી અને લખનૌ મતવિસ્તારોમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ, ભાજપે આ મામલે ડેમેજ કંટ્રોલ માટેના પ્રયાસો તેજ કરી દીધા છે.

ઉત્તર પ્રદેશ માટે પાર્ટીના પ્રભારી વિનોદ તાવડેએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે કેન્દ્ર સરકાર એક સમિતિની રચના કરી રહી છે. આ સમિતિ એ સુનિશ્ચિત કરશે કે નિયમોમાં રહેલી કોઈ અસંતુલનને કારણે કોઈપણ વર્ગના વિદ્યાર્થીએ ભેદભાવ ન થાય. દરેક વિદ્યાર્થીનું સન્માન અને હિત સર્વોપરિ છે.

train
x.com/Wallahhabibe

રાજકીય દૃષ્ટિકોણથી જોઈએ તો, ભાજપ સામે પડકાર છે કે, જો તે UGCના નિયમોનું ખુલ્લેઆમ સમર્થન કરે છે, તો 17-18% સવર્ણ મતદારો નારાજ થઈ શકે છે. બીજી તરફ, જો તે આ નિયમોનો વિરોધ કરે છે, તો બિન-યાદવ OBC અને દલિત મતદારો વચ્ચેના તેના સમર્થન પર નકારાત્મક અસર પડી શકે છે. એવામાં નિયમોની સમીક્ષા થઈ શકે છે તેવા સંકેતોથી ભાજપને થોડી રાહત મળી હોય તેવું લાગે છે, પરંતુ તેનાથી થનારા સંભવિત રાજકીય નુકસાન અંગેની ચિંતાઓ હજુ પણ યથાવત છે. આ કારણે, ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં, ભાજપે સંઘ સાથે મળીને જમીની સ્તરે કામ કરવાની રણનીતિ બનાવી છે.

UGC વિવાદની વચ્ચે, ચૂંટણી પંચે પણ પોતાના કામકાજમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્ય સાથે પોતાના કાર્યકારી નિયમોમાં ફેરફારો કર્યા છે. નવા ફેરફારો હેઠળ, બેઠકોનો એજન્ડા અગાઉથી જ જાહેર કરવામાં આવશે અને બેઠકની કાર્યવાહી એટલે કે મિનિટ્સની માહિતી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. અગાઉ આવું નહોતું થતું. આ ઉપરાંત, હવે અધિકારીઓએ વિદેશ પ્રવાસ માટે મંજૂરી લેવી પડશે; અગાઉ આવી કોઈ મંજૂરીની જરૂર નહોતી. આ ઉપરાંત, કોઈપણ નવા IT મોડ્યૂલને પણ પહેલા અધિકારીઓની એક સમિતિ સમક્ષ રજૂ કરવું પડશે; ત્યાંથી મંજૂરી મળ્યા બાદ જ તેને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવશે. અગાઉ, આ મુદ્દો ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનર વચ્ચે વિવાદનું કારણ બન્યો હતો.

About The Author

Related Posts

Top News

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

નવા UGC નિયમોને લઈને ચાલી રહેલો વિવાદ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક રાજકીય પડકાર બની રહ્યો છે. આ...
Politics 
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

1 નવેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરીના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિશાળ...
Gujarat 
રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો

કોને ઊંઘવાનું પસંદ ન હોય? પહેરવાનું સોનુ નહિ પરંતુ 'ઊંઘ વાળું'. ઓફિસ જતા પહેલા 5 મિનિટની વધારાની...
National 
બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો

E20 પેટ્રોલમાં 31 ટકા ઇથેનોલ હોવાનો દાવા પર ઓઈલ કંપનીઓએ કહ્યું ટેસ્ટિંગ પદ્ધતિ જ ખોટી છે

E20 પેટ્રોલને લગતો એક નવો વિવાદ વધી રહ્યો છે. કર્ણાટક સરકારે દાવો કર્યો હતો કે પ્રયોગશાળા પરીક્ષણોમાં જાણવા મળ્યું છે...
Tech and Auto 
E20 પેટ્રોલમાં 31 ટકા ઇથેનોલ હોવાનો દાવા પર ઓઈલ કંપનીઓએ કહ્યું ટેસ્ટિંગ પદ્ધતિ જ ખોટી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.