E20 પેટ્રોલમાં 31 ટકા ઇથેનોલ હોવાનો દાવા પર ઓઈલ કંપનીઓએ કહ્યું ટેસ્ટિંગ પદ્ધતિ જ ખોટી છે

E20 પેટ્રોલને લગતો એક નવો વિવાદ વધી રહ્યો છે. કર્ણાટક સરકારે દાવો કર્યો હતો કે પ્રયોગશાળા પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે, ઘણી કંપનીઓના પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇથેનોલ ભેળસેળ કરવામાં આવી રહી હતી. તેલ કંપનીઓએ હવે આ બાબતે પ્રતિક્રિયા આપી છે. રાજ્ય સરકારની માલિકીની તેલ કંપનીઓ IOCL, BPCL અને HPCLએ રાજ્ય સરકારના આરોપોને ફગાવી દીધા છે.

Karnataka-Petrol-Samples1
hindi.news18.com

કંપનીઓ જણાવે છે કે, રાજ્ય સરકારના પરીક્ષણના પરિણામો સ્થાપિત કાયદાઓ અને તકનીકી પ્રક્રિયાઓનું પાલન કરતા નથી. તેમણે જણાવ્યું હતું કે, કર્ણાટક અને દેશમાં સપ્લાય કરવામાં આવતું E20 પેટ્રોલ BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) ધોરણ, IS 17021નું પાલન કરે છે. ચાલો જાણી લઈએ કે, E20 પેટ્રોલને લાગતો આ નવો વિવાદ શું છે.

કર્ણાટક સરકારે દાવો કર્યો હતો કે, E20 પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇથેનોલ ભેળસેળ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે કેટલાક પેટ્રોલ પંપમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં 20 ટાકાથી વધુ ઇથેનોલ હતું. કેટલાક નમૂનાઓમાં 31.2 ટાકા સુધી ભેળસેળ કરવામાં આવી હતી. કર્ણાટક સરકારે આ મામલે તેલ કંપનીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

Karnataka-Petrol-Samples
hindi.news18.com

રાજ્ય સરકારની માલિકીની તેલ કંપનીઓ IOCL, BPCL અને HPCLએ આ મામલે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. કર્ણાટક સરકારના મંત્રી રિઝવાન અરશદે જણાવ્યું કે, રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓમાંથી પેટ્રોલના નમૂના એકત્રિત કર્યા હતા અને તેનું પરીક્ષણ કરાવ્યું હતું. આ નમૂનાઓ બેંગલુરુ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ નમૂનાઓ તેલ કંપનીઓને મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમને ઇથેનોલની સામગ્રી વિશે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેલ કંપનીઓ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતાં, સરકારે એક અલગ પરીક્ષણ હાથ ધર્યું. રાજ્ય સરકારના પરીક્ષણોમાં કેટલાક વિસ્તારોમાં 26 ટકાથી 31 ટકા સુધી ઇથેનોલ મેળવેલું જોવા મળ્યું હતું.

Karnataka-Petrol-Samples2
navbharatlive.com

શુક્રવારે બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં, રાજ્ય સરકારની માલિકીની તેલ કંપનીઓએ નમૂના લેવાની પ્રક્રિયા અને પરીક્ષણ પદ્ધતિઓ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. કંપનીઓના જણાવ્યા અનુસાર, પેટ્રોલની ગુણવત્તા ચકાસવા માટે સરકાર દ્વારા એક નિર્ધારિત પ્રક્રિયા સ્થાપિત કરવામાં આવી છે, જેનું પાલન કરવું આવશ્યક છે.

તેલ કંપનીઓએ જણાવ્યું કે, સ્થાપિત પ્રક્રિયા મુજબ પરીક્ષણ માટે પેટ્રોલના કુલ 6 નમૂના જરૂરી છે. આમાંથી 2 નમૂનાઓ પેટ્રોલ પંપ ડીલરને રસીદ સાથે આપવામાં આવે છે, જ્યારે 2 નમૂનાઓ તેલ કંપની અથવા સંબંધિત વિભાગ પાસે સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવે છે. બાકીના 2 નમૂનાઓ પરીક્ષણ માટે નિયુક્ત પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે.

Karnataka-Petrol-Samples3
indiatv.in

પરીક્ષણ માટે લેવામાં આવેલા નમૂનાના લેબલ પર તમામ પક્ષકારો દ્વારા સહી કરવી આવશ્યક છે. વધુમાં, પરીક્ષણ પરિણામો પેટ્રોલ પંપ ડીલર અને સંબંધિત તેલ કંપનીને નિર્ધારિત સમયની અંદર ઉપલબ્ધ કરાવવા આવશ્યક છે જેથી જો જરૂરી હોય તો પરીક્ષણ પરિણામો ચકાસી શકાય.

ઓઇલ કંપનીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા નમૂના દરમિયાન તેમના પ્રતિનિધિઓ હાજર નહોતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સાચવેલા નમૂનાઓ, પેટ્રોલ પંપ સંબંધિત સંપૂર્ણ માહિતી અને આ પરીક્ષણ સંબંધિત લેબ રિપોર્ટ તેમને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા ન હતા. કંપનીઓનો આરોપ છે કે, તેમણે રાજ્ય-સ્તરીય સંયોજક દ્વારા આ માહિતીની વિનંતી કરી હતી, પરંતુ તે તેમને પ્રાપ્ત થઈ ન હતી.

About The Author

Top News

IAS ઓફિસરનો એક મહિલાએ કોલર પકડી લીધો, છતા તેમણે સંયમ રાખ્યો; હવે તેમના વખાણ થઇ રહ્યા છે

બિહારના મધુબની જિલ્લાના બાબુબર્હી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) ચંદ્રમોહન સિંહે તેમની સરકારી પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું....
National 
IAS ઓફિસરનો એક મહિલાએ કોલર પકડી લીધો, છતા તેમણે સંયમ રાખ્યો; હવે તેમના વખાણ થઇ રહ્યા છે

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

નવા UGC નિયમોને લઈને ચાલી રહેલો વિવાદ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક રાજકીય પડકાર બની રહ્યો છે. આ...
Politics 
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

1 નવેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરીના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિશાળ...
Gujarat 
રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો

કોને ઊંઘવાનું પસંદ ન હોય? પહેરવાનું સોનુ નહિ પરંતુ 'ઊંઘ વાળું'. ઓફિસ જતા પહેલા 5 મિનિટની વધારાની...
National 
બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો
Copyright (c) Khabarchhe All Rights Reserved.