સરકારી કંપનીના પેટ્રોલમાં 31% ઈથેનોલ આવતું હોવાનો મંત્રીજીનો દાવો, Nayaraમા 20% ઈથેનોલનો દાવો

કર્ણાટક સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલય તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ઈથેનોલ-મિશ્રિત પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ છે. મંત્રી રિઝવાન અરશદે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં NABL માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પેટ્રોલના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવતા આ વાતનો ખુલાસો થયોવી છે. કર્ણાટકના પેટ્રોલ પંપો પર ગેરકાયદેસર અને અતિશય ઈથેનોલનું મિશ્રણ સામે આવ્યું છે.

સરકારની 'ઓપરેશન નિખાર' અભિયાન હેઠળ, કર્ણાટકમાં મળનાર મુખ્ય બ્રાન્ડ્સના પેટ્રોલની ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં બેંગલુરુ, કોલાર, ચિક્કબલ્લાપુરા, બેંગલુરુ ગ્રામીણ, રામનગર, મંગલુરુ અને તુમકુરુથી પેટ્રોલના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. તમામ મુખ્ય ઓઈલ કંપનીઓના પેટ્રોલના નમૂનાઓમાં 20%થી વધુ ઈથેનોલ હોવાનું જણાયું હતું. તેમાં IOCLના પેટ્રોલમાં 31.2% અને HPCLના પેટ્રોલમાં 30.5% ઈથેનોલ હોવાનું સામે આવ્યું છે.

કર્ણાટકના મંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે પેટ્રોલના નમૂના પહેલા કંપનીઓની પોતાની લેબમાં (IOCL અને BPCL)માં મોકલવામાં આવ્યા હતા, ત્યારે ઈથેનોલની માત્રા અનિવાર્ય હોવા છચા એ લેબ્સના અહેવાલમાં આ છુપાવી લીધું અને ઈથેનોલની ટકાવારી કેટલી છે તેનો ઉલ્લેખ કર્યો નહોતો. આ મહત્ત્વપૂર્ણ માહિતી છુપાવવાને કારણે ગંભીર શંકાઓ પેદા થઈ છે કે ઓઈલ કંપનીઓ ગ્રાહકોને છેતરી રહી છે અને નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું વધારે ઈથેનોલ ભેળવવાની વાતને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. એટલે અમે, નિયમો મુજબ વિવિધ પેટ્રોલ પંપો પરથી ફરી નમૂના લીધા અને તપાસ માટે NABL-માન્યતા પ્રાપ્ત તથા ISO પ્રમાણિત લેબમાં મોકલ્યા.

E20
indiatoday.in

વિવિધ કંપનીઓ કેટલું ઈથેનોલ ભેળવીની વેચી રહી છે?

મંત્રીએ દાવો કરતા જણાવ્યું હતું કે, લેબ પરીક્ષણના પરિણામો અનુસાર, IOCLના પેટ્રોલમાં (MS) 31.2% ઈથેનોલ મળી આવ્યું છે. HPCLના પેટ્રોલમાં (MS-Power) 30.5% અને HPCLના જ પેટ્રોલના (MS)માં 27% ઈથેનોલ જોવા મળ્યું BPCLના પેટ્રોલ (MS-Speed)માં 26.5%, Nayaraના પેટ્રોલ (MS)માં 26.1%, Shellના પેટ્રોલ (MS)માં 25.5%, BPCLના પેટ્રોલ (MS)માં 24.2% અને BPCL એક અન્ય પેટ્રોલ (MS)માં 22.6%, HPCLના પેટ્રોલ (MS)માં 22.4%, IOCLના પેટ્રોલ (MS)માં 20.8%, અને Nayaraના પેટ્રોલ (MS)માં 20.6% ઈથેનોલ હોવાનું જાણવા મળ્યું. આ ઉપરાંત, BPCLના પેટ્રોલ (MS)માં 19.9%, MRPLના પેટ્રોલ (MS)માં 19.2% અને Shellના પેટ્રોલ (MS)માં 13.5% ઇથેનોલ મળી આવ્યું હતું. પેટ્રોલના આ નમૂનાઓ વિવિધ સ્થળોએથી એકત્ર કરવામાં આવ્યા હતા.

મંત્રી રિઝવાન અરશદે કહ્યું કે જ્યાં તેલ કંપનીઓ રેકોર્ડ નફો કમાઈ રહી છે, ત્યારે બીજી તરફ માઈલેજમાં ઘટાડો અને વાહન સમારકામમાં સામાન્ય ગ્રાહકોને આર્થિક બોજ સહન કરી રહ્યા છે. આ ઉપરાંત, હાલમાં પેટ્રોલ પંપ પર લાગેલી મોટાભાગની ડિસ્પેન્સિંગ મશીનો માત્ર 15% સુધી ઇથેનોલ મિશ્રણ માટે જ બની છે. વધુ ઇથેનોલવાળા તેલના હિસાબે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટમને અપગ્રેડ કર્યા વિના આ પોલિસીનો અમલ કરવો ગંભીર સવાલ ઊભા થઇ રહ્યા છે, અને તેના સીધું નુકસાન સામાન્ય ગ્રાહકોને ઉઠાવવું પડી રહ્યું છે.

તેમણે કહ્યું કે અમે માંગ કરીએ છીએ કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી તથા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી આ અંગે સ્પષ્ટતા કરે, કારણ કે હવે પુરાવા રેકોર્ડ પર છે અને સરકાર સાર્વજનિક રૂપે જણાવે કે ગ્રાહકોને આપવામાં આવતા ઈંધણમાં ઇથેનોલનું સાચું પ્રમાણ શું છે. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇથેનોલ મિશ્રણ ભેળવવા પર કાર્યવાહી કરતા 20%થી વધું ઇથેનોલવાળું પેટ્રોલ વેચનાર IOCL, BPCL, HPCL અને સંબંધિત કંપનીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને કર્ણાટકમાં પૂરા પાડવામાં આવતા તમામ પેટ્રોલ માટે પંપ સ્તરે ઇથેનોલના પ્રમાણનું ઓડિટ કરવામાં આવે અને તેને જાહેર કરવામાં આવે.

E201
autocarpro.in

E20 ઈંધણને કારણે થતા નુકસાનને માટે એક કોષ સ્થાપિત કરીને જે જે ગ્રાહકોના વાહનોને નુકસાન થયું છે, તેમને અધિકૃત સર્વિસ સેન્ટથી નુકસાનનો પુરાવો રજૂ કરવા પર નિશ્ચિત સમયમર્યાદામાં દાવા પ્રક્રિયા દ્વારા વળતર મળવું જોઈએ. દેશભરમાં પેટ્રોલમાં ભેળવવામાં આવેલા ઇથેનોલની ટકાવારી દર્શાવવી ફરજિયાત બનાવવામાં આવે અને ગ્રાહકોને ઈંધણ પસંદ કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ, જેથી દરેક પેટ્રોલ પંપ પર એ સ્પષ્ટ રૂપે દર્શાવવામાં આવે કે ઈંધણમાં કેટલા ટકા ઇથેનોલ ભેળવવામાં આવ્યું છે.

કર્ણાટક સરકાર રાજ્યભરમાં આવી તપાસ ચાલુ રાખશે અને તેના તારણો સાર્વજનિક કરશે. મોટર સ્પિરિટ એન્ડ હાઈ સ્પીડ ડીઝલ (રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન એન્ડ પ્રિવેન્શન ઓફ માલપ્રેક્ટિસીસ) આદેશ, 2005 હેઠળ, રાજ્ય સરકારે ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના કમિશનર, લીગલ મેટ્રોલોજી (કાનૂની માપવિજ્ઞાન) વિભાગના અધિકારીઓ, ડેપ્યુટી કમિશનરો, સબ-ડિવિઝનલ અધિકારીઓ, મામલતદારો અને પોલીસ અધિકારીઓને ઈંધણના પુરવઠા અને વિતરણમાં થતી ગેરરીતિઓ સામે પગલાં લેવાનો અધિકાર આપ્યો છે.

About The Author

Top News

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

નવા UGC નિયમોને લઈને ચાલી રહેલો વિવાદ ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક રાજકીય પડકાર બની રહ્યો છે. આ...
Politics 
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી... શું નવા UGC નિયમોને લઈને થયેલા હોબાળા બાદ કેન્દ્ર સરકાર લઈ રહી છે U-turn?

રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

1 નવેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરીના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિશાળ...
Gujarat 
રાહુલ ગાંધીની 1 નવેમ્બરની રેલીમાં ન જનારા અને કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતાઓએ જાણો શું-શું કારણો આપ્યા

બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો

કોને ઊંઘવાનું પસંદ ન હોય? પહેરવાનું સોનુ નહિ પરંતુ 'ઊંઘ વાળું'. ઓફિસ જતા પહેલા 5 મિનિટની વધારાની...
National 
બોલો આ છોકરીને શાંતિથી ઊંઘવાના 9 લાખ રૂપિયા મળ્યા, તમે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો

E20 પેટ્રોલમાં 31 ટકા ઇથેનોલ હોવાનો દાવા પર ઓઈલ કંપનીઓએ કહ્યું ટેસ્ટિંગ પદ્ધતિ જ ખોટી છે

E20 પેટ્રોલને લગતો એક નવો વિવાદ વધી રહ્યો છે. કર્ણાટક સરકારે દાવો કર્યો હતો કે પ્રયોગશાળા પરીક્ષણોમાં જાણવા મળ્યું છે...
Tech and Auto 
E20 પેટ્રોલમાં 31 ટકા ઇથેનોલ હોવાનો દાવા પર ઓઈલ કંપનીઓએ કહ્યું ટેસ્ટિંગ પદ્ધતિ જ ખોટી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.