- National
- ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?
ઘણા દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1, શું ભારતે સતર્ક રહેવાની જરૂર છે?
સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ PJ.2.1 હાલમાં ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, આ નવો વેરિયન્ટ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયાના કેટલાક દેશોમાં પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, આ વેરિયન્ટમાં વાયરસના 'સ્પાઇક પ્રોટીન'માં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે, જે તેને માનવ કોષોમાં પ્રવેશવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે, હાલમાં એવા કોઈ નક્કર પુરાવા નથી કે PJ.2.1 અગાઉના વેરિયન્ટ્સની સરખામણીમાં વધુ ગંભીર બીમારી પેદા કરે છે. આ દરમિયાન, કોરોના અને ફ્લૂના લક્ષણો સમાન હોવાને કારણે માત્ર લક્ષણોના આધારે બીમારીની ઓળખ કરવી વધુ મુશ્કેલ બની ગઈ છે.
શું છે કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1?
PJ.2.1 કોરોનાવાયરસ (SARS-CoV-2)નો એક નવો વેરિયન્ટ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે સૌપ્રથમ 2 મે, 2026ના રોજ કેનેડાના ઓન્ટારિયોમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ, કેનેડાના અન્ય ભાગો અને અમેરિકાના કેટલાક રાજ્યોમાં પણ તેના કેસ સામે આવવા લાગ્યા. અમેરિકા ઉપરાંત, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયેલ, ફ્રાન્સ અને સ્પેનમાં પણ તેની હાજરી નોંધાઈ છે.
ઓક્ટોબર 2026માં 'જર્નલ ઓફ ઇન્ફેક્શનમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ, PJ.2.1નો સંબંધ કોરોનાના JN.1 વંશાવલીના જૂના વેરિયન્ટ એ MC.10.1.7 સાથે છે. વૈજ્ઞાનિકો તેને સોલ્ટેશન વેરિયન્ટ ગણાવી રહ્યા છે; મતલબ કે વાયરસ સામાન્ય રીતે, ધીમે-ધીમે થનાર બદલાવની જગ્યાએ, એકસાથે મોટી સંખ્યામાં આનુવંશિક ફેરફારો જોવા મળ્યા છે.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે PJ.2.1નું સ્પાઇક પ્રોટીન ACE2 રિસેપ્ટર સાથે વધુ અસરકારક રીતે જોડાઈ શકે છે. ACE2, માનવ કોષોની સપાટી પર જોવા મળતું એક રિસેપ્ટર છે, કોરોનાવાયરસ તેના સહારે શરીરના કોષોમાં પ્રવેશ કરે છે. રિસર્ચમાં લેબની અંદર કરવામાં આવેલા PJ.2.1ના કેટલાક અન્ય વેરિયન્ટની સરખામણીમાં પ્રવેશવાની વધુ ક્ષમતા ધરાવતો હોવાનું જણાયું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ક્ષમતા તેના ઝડપી ફેલાવા પાછળનું એક કારણ હોઈ શકે છે. જો કે, પ્રયોગશાળાના આ તારણો એ સાબિત કરતા નથી કે આ વેરિયન્ટ મનુષ્યોમાં પણ તેટલી જ ઝડપથી ફેલાશે.
PJ.2.1ના લક્ષણો શું છે?
અત્યાર સુધી, આ વેરિયન્ટ માટે આવા લક્ષણો સામે આવ્યા નથી, જેને માત્ર સંક્રમણની ઓળખ માની શકા.. તેના સંભવિત લક્ષણો સામાન્ય કોરોના અને ફ્લૂ જેવા જ હોવાનું જણાવવામાં આવ્યું છે:
તાવ અથવા ઠંડી લાગવી
ગળામાં તીવ્ર દુ:ખાવો અને બળતરા
ઉધરસ
નાક વહેવું અથવા નાક બંધ થઈ જવું
માથાનો દુ:ખાવો
સ્નાયુઓ અને શરીરમાં દુ:ખાવો
થાક અને નબળાઈ
કેટલાક અહેવાલોમાં સંક્રમણ પછી લાંબા સમય સુધી રહેતો થાક અને ગળામાં તીવ્ર દુ:ખાવાનો ઉલ્લેખ છે. જો કે, આને PJ.2.1ના નિશ્ચિત અને દરેક દર્દીમાં જોવા મળતા લક્ષણો ગણી શકાય નહીં,. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, કોરોના અને ઈન્ફલ્યૂએન્ઝાના લક્ષણો ઘણી હદ સુધી સમાન હોઈ શકે છે. તેથી, માત્ર લક્ષણોના આધારે આ બંને વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે. જરૂર જણાય તો તપાસ કરાવવી આવશ્યક છે.
શું આ વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ્સ કરતાં વધુ ખતરનાક છે?
અત્યાર સુધી, વૈજ્ઞાનિકોને એવા કોઈ નક્કર ક્લિનિકલ પુરાવા મળ્યા નથી કે PJ.2.1માં અગાઉના વેરિયન્ટ્સની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ થવાનું કે મૃત્યુનું જોખમ વધારે છે. સંશોધનો એ પણ દર્શાવે છે કે અગાઉના વેરિયન્ટ સામે વેક્સીન લઇ ચૂકેલા વ્યક્તિઓમાં ઉત્પન્ન થયેલી એન્ટિબોડીઝ PJ.2.1ને ઓળખવા અને તેને નિષ્ક્રિય કરવામાં સક્ષમ હતા. આનાથી સંકેત મળે છે કે આ વેરિયન્ટ વેક્સીન દ્વારા બનેલી રોગપ્રતિકારક શક્તિને છેતરી શકતો નથી. જો કે, આ પ્રયોગશાળા આધારિત તારણ હોવાથી, તે વાસ્તવિક પરિસ્થિતિઓમાં વેક્સીન દ્વારા મળતા રક્ષણનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરતું નથી.
વૃદ્ધ વ્યક્તિઓ, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, અને ડાયાબિટીસ, હૃદયરોગ કે ફેફસાંની બીમારીથી પીડાતા દર્દીઓએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ. જો સંક્રમણના લક્ષણો દેખાય, તો ડૉક્ટરની સલાહ લો. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા છાતીમાં સતત દુ:ખાવો કે દબાણ અનુભવાય, તો તાત્કાલિક હોસ્પિટલમાં જઈને તબીબી સહાય લો.
કોરોના સામે રક્ષણ મેળવવા માટે ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવું, હાથની સ્વચ્છતા જાળવવી અને ઘર કે બંધ જગ્યાઓમાં યોગ્ય હવા-ઉજાસ (વેન્ટિલેશન) રહે તે સુનિશ્ચિત કરવું ફાયદાકારક છે. જેમને ગંભીર ચેપ લાગવાનું જોખમ વધારે છે, તેમણે કોરોનાની વેક્સીન અને બૂસ્ટર ડોઝ અંગે પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે, ભારતમાં PJ.2.1 વેરિયન્ટની હાજરી અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાય તેમ નથી. 27 જુલાઈ, 2026 સુધીમાં, તે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની વેરિયન્ટ મોનિટરિંગ લિસ્ટમાં પણ સામેલ નહોતું. તેથી, ગભરાવાને બદલે, વૈજ્ઞાનિક દેખરેખ અને જરૂરી સાવચેતી પર ધ્યાન આપવું વધુ જરૂરી છે.

