અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના મંદિરમાં ધાર્મિક વિધિ-વિધાનથૂ પૂજા-પાઠ કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો. ધર્મમાં પાછા ફર્યા પછી પિતા અબ્દુલ્લાએ પોતાનું નામ દરોગા સિંહ અને પુત્ર ખાલિદે નીતિશ સિંહ નામ રાખ્યું. દરોગા સિંહે આરોપ લગાવ્યો કે શરૂઆતમાં તેને ખોટા કેસમાં ફસાવવામાં અને ત્યારબાદ તેને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેણે અન્ય લોકોને સતર્ક રહેવા વિનંતી કરી.

નોંધનીય છે કે ઘર વાપસી કરનારા દારોગા સિંહની પત્ની અને બે અન્ય બાળકો હજી પણ ઇસ્લામનું પાલન કરે છે. દરોગા સિંહના જણાવ્યા મુજબ, તેણે લગભગ આઠ વર્ષ પહેલાં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. તેનો આરોપ છે કે સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ પહેલા તેમને ખોટા કેસમાં ફસાવ્યો હતો અને પછી મદદનું વચન આપીને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે સમજાવ્યો. દારોગા સિંહ જણાવે છે કે ધર્માંતરણ પછી પણ તેને કોઈ મદદ મળી નથી.

abdullah
indiatv.in

દારોગા સિંહે કહ્યું કે બજરંગ દળના કાર્યકરોના સહયોગથી જ તેમનું ધર્મમાં પાછા ફરવાનું શક્ય બન્યું. મંદિરમાં હવન-પૂજન પ્રાર્થના બાદ પિતા-પુત્ર બંનેને જનોઇ પહેરાવવામાં આવી અને સનાતન ધર્મમાં વાપસી થઇ. આ દરમિયાન, બજરંગ દળના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા.

 ધર્મમાં પાછા ફર્યા પછી, દરોગા સિંહે અન્ય લોકોને અપીલ કરી કે તેઓ બીજાના પ્રભાવ અથવા સમજાવટના આધારે પોતાનો ધર્મ ન બદલો. પોલીસે જણાવ્યું છે કે બંનેએ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું છે અને કોઈ પ્રકારનું દબાણ નથી. તેમ છતા સાવચેતીના પગલા તરીકે, વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

abdullah1
bhaskar.com

ઉલ્લેખનીય છે કે 'ઘર વાપસી'ના મુદ્દાએ વારંવાર વિવાદ ઉભો થતો રહ્યો છે. વહીવટીતંત્રનો દાવો છે કે કાયદાની મર્યાદામાં રહીને સ્વૈચ્છિક ધર્મ પરિવર્તન પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ બળજબરીથી ધર્મ પરિવર્તન અથવા પ્રલોભન દ્વારા પ્રેરિત ધર્મ પરિવર્તન ગેરકાયદેસર છે.

About The Author

Top News

વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

વેનેઝુએલામાં સતત બે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે દેશના ઉત્તરી કિનારા નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના...
World 
વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.