- National
- બાપે જ જિદ કરી રહેલી દીકરીને પોલીસ સ્ટેશનમાં જ છરી મારી દીધી
બાપે જ જિદ કરી રહેલી દીકરીને પોલીસ સ્ટેશનમાં જ છરી મારી દીધી
ઉત્તર પ્રદેશના બાંદામાં 19 વર્ષીય છોકરીને પડોશના એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો. એક દિવસ તે તેના પ્રેમી સાથે તેના પરિવારને જાણ કર્યા વિના ઘરેથી જતી રહી. તેના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે છોકરીને શોધી કાઢી અને તેને પોલીસ સ્ટેશન લઇ આવ્યા. છોકરીના માતા-પિતાને પણ બોલાવવામાં આવ્યા. વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં વાતચીત દ્વારા મામલો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન, છોકરી જિદ કરવા લાગી કે તે તેના પ્રેમી સાથે રહેવા માંગે છે. તેના પિતા આ વાતથી એટલો ગુસ્સે થયો કે તમણે પોલીસની સામે જ પુત્રીના પેટમાં છરી મારી દીધી. છોકરીનો જીવ જતો રહ્યો, અને આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ ચોંકાવનારી ઘટના બાંદાના બદૌસા પોલીસ સ્ટેશનમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે છોકરી 18 મેના રોજ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, ત્યારબાદ છોકરીના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. બાંદાના SP પલાશ બંસલે જણાવ્યું હતું કે પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને 12 જૂને તેને શોધી કાઢી હતી. કાનૂની પ્રક્રિયાઓ દ્વારા તેને સુરક્ષિત રીતે પાછી લાવવામાં આવી હતી. તેના માતા-પિતાને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ અધિકારીઓની હાજરીમાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતું; વાતચીત દ્વારા મામલો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીએ ઘર છોડ્યા પછી તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન, તેના પરિવાર અને સંબંધીઓએ વારંવાર તેને ઘરે પાછા ફરવા માટે સમજાવવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ તમામ પ્રયાસો છતા તે ઘરે પાછી આવવા તૈયાર નહોતી. તેના માતાપિતાની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં કાઉન્સેલિંગ દરમિયાન પણ, તેણે ઘરે પાછા ફરવાનો ઇનકાર કર્યો અને તેના પતિ સાથે રહેવાનો આગ્રહ રાખ્યો.
પોલીસે જણાવ્યું કે પિતાએ પિત્તો ગુમાવી દીધો અને પોતાની પુત્રીના પેટમાં છરી મારી દીધી. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક અતારા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેની ગંભીર હાલત જોતા, ડૉક્ટરોએ તેને મેડિકલ કોલેજમાં રિફર કરી દીધી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું; મેડિકલ કોલેજના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.
SP બંસલે વધુમાં જણાવ્યું કે છોકરીની માતાની ફરિયાદના આધારે તેના પિતા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, અને પોલીસે ઘટનાને અંજામ આપવામાં વપરાયેલું હથિયાર કબજે કર્યું છે. મૃ*તદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે.

