ઉત્તર પ્રદેશમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો, 6 લોકોએ જીવ ગુમાવ્યા, તંત્રએ કહ્યું-ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે થયું

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા ભારે વાવાઝોડાની વચ્ચે એક નિર્માણાધીન પુલ અચાનક તૂટી પડ્યો. પુલ તૂટી પડવાથી 6 મજૂરોના જીવ ગયા છે. તો અત્યારે પણ ઘણા મજૂરો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. આ પુલ લાલપુર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના મોરાકંદર અને કુરારાના મવાઇજર સાથે જોડવા માટે બનાવવામાં આવી રહ્યો હતો. અકસ્માત બાદ અનેક સ્ટેશનોના પોલીસ કર્મચારીઓ અને સ્થાનિકો રેસ્ક્યૂ અભિયાન ચલાવી રહ્યા છે.

Bridge-Collapses3
tv9hindi.com

ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ સવારે 3:00 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. બેતવા નદી પર બનાવવામાં આવી રહેલા પુલનો એક મોટો ભાગ અચાનક નીચે પડી ગયો. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે ઘણા મજૂરો પુલ નીચે જ સૂતા હતા. આ મજૂરો સવારે ઉઠીને પુલના બાંધકામનું કામ ફરી શરૂ કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, મુશળધાર વરસાદ, ભારે પવન અને તોફાનને કારણે આ અકસ્માત થયો છે.

Bridge-Collapses

આ દરમિયાન એવો આરોપ છે કે, બાંધકામ સ્થળ પર સલામતીની પૂરતી વ્યવસ્થા નહોતી. મજૂરોની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હાલમાં, રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. કાટમાળમાં ફસાયેલા લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મૃત્યુઆંક 10 સુધી પહોંચી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સભ્ય બાબુરામ નિષાદના પ્રયાસો દ્વારા સત્તાવાર મંજૂરી મળ્યા બાદ આ પુલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. સાંસદના પૈતૃક ગામ મોરાકંદર પરસાનીની નજીક આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો.

About The Author

Top News

પંજાબ સ્થાનિક ચૂંટણીમાં AAPનો દબદબો! 925થી વધુ વોર્ડમાં જીત; ભાજપ ચોથા નંબરે

પંજાબમાં તાજેતરમાં પૂર્ણ થયેલી મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી (AAP)નો દબદબો રહ્યો છે. 1977માંથી 1909...
National 
પંજાબ સ્થાનિક ચૂંટણીમાં AAPનો દબદબો! 925થી વધુ વોર્ડમાં જીત; ભાજપ ચોથા નંબરે

UPની મઝારને તંત્રએ 'લાવારિસ'નું ટેગ કેમ આપ્યું, અલ્ટીમેટમ ખતમ થયું, તોડી પડાશે

લખનઉમાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) વહીવટીતંત્રે કેમ્પસમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મઝારને 'લાવારિસ' જાહેર કરી છે...
National 
UPની મઝારને તંત્રએ 'લાવારિસ'નું ટેગ કેમ આપ્યું, અલ્ટીમેટમ ખતમ થયું, તોડી પડાશે

પ્રીમિયમ રૂમ, બેડ પર યુવતી, અને નોટોના બંડલો... હેરાન કરી દેશે સાસરેથી ગાયબ થયેલી દુલ્હનની કહાની

મેરઠથી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. આ આરોપો એટલા ગંભીર છે કે પોલીસે તાત્કાલિક કેસ નોંધીને તપાસ શરૂ કરી...
National 
પ્રીમિયમ રૂમ, બેડ પર યુવતી, અને નોટોના બંડલો... હેરાન કરી દેશે સાસરેથી ગાયબ થયેલી દુલ્હનની કહાની

એવું શું થયું કે સુરતમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો? જાણો શું છે તેમની મુખ્ય માંગ

સમગ્ર દેશમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈને હાલ સમગ્ર જૈન સમાજમાં ભારે...
Gujarat 
એવું શું થયું કે સુરતમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો? જાણો શું છે તેમની મુખ્ય માંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.