21 વર્ષનો નકલી બ્રિગેડિયર પકડાયો! બોડિગાર્ડ, કાર પર આર્મીનું લેબલ લગાવીને ફરતા આર્યનની સ્ટોરી સાંભળી તમે ચોંકી જશો

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આર્મી બ્રિગેડિયરના ગણવેશમાં ફરતા 21 વર્ષીય યુવક વિશેની હકીકત સામે આવ્યા પછી દરેક લોકો ચોંકી ગયા છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે જે વાર્તા કહી હતી તેણે સમગ્ર મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવ્યો છે. આ યુવકનો દાવો છે કે NEET પરીક્ષામાં નાપાસ થયા પછી, તે તેની હૃદયની બીમારીથી પીડાતી માતાને સાંત્વના આપવા માટે પોતે AFMCમાં ડૉક્ટર તરીકે પસંદગી પામ્યો છે એવું ખોટું બોલ્યો હતો.

હકીકતમાં આ ઘટના શાહજહાંપુરના રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં આર્યન વર્મા નામનો એક યુવક આર્મી બ્રિગેડિયરનો ગણવેશ પહેરીને ફરતો પકડાયો હતો. તેની પાસેથી સિનિયર આર્મી ઓફિસર તરીકેની ઓળખ દર્શાવતી ઘણી વસ્તુઓ પણ મળી આવી હતી. હાલમાં પોલીસે તેની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે.

Fake Brigadier Arrested
aajtak.in

પોલીસના જણાવ્યા અનુસાર, આર્યન વર્મા દુર્ગા એન્ક્લેવનો રહેવાસી છે અને ટાટા હેરિયર કારમાં મુસાફરી કરી રહ્યો હતો. કારમાં એક સ્ટાર પ્લેટ અને AHQ ધ્વજ પણ લગાવેલો હતો, જેનો ઉપયોગ તે પોતાને સિનિયર આર્મી ઓફિસર તરીકે દર્શાવવા માટે કરી રહ્યો હતો.

અહેવાલો અનુસાર, શાહજહાંપુરના સ્ટેશન હેડક્વાર્ટરના એડમિનિસ્ટ્રેટિવ કમાન્ડન્ટને ભૂતપૂર્વ સૈનિકો (ESMs) તરફથી માહિતી મળી હતી કે, એક યુવાન આર્મી બ્રિગેડિયરનો ગણવેશ પહેરીને ફરતો હતો. માહિતી મળ્યા પછી, તેને પકડી લેવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી.

યુવાન સાથે એક ડ્રાઇવર પણ હતો, જેની પાસે ભારત સરકાર (GOI)નું ઓળખપત્ર હોવાનું જાણવા મળ્યું. તેની સાથે કાળા કપડાં પહેરેલા બે અન્ય માણસો પણ હતા, જેઓ NSG કમાન્ડો જેવા દેખાઈ રહ્યા હતા.

જ્યારે ટીમે યુવક અને તેના સાથીઓની તપાસ કરી, ત્યારે ઘણી ચોંકાવનારી વસ્તુઓ મળી આવી. તેની પાસેથી નકલી આર્મી બ્રિગેડિયર ઓળખપત્ર, નકલી પિસ્તોલ અને AMC રેજિમેન્ટલ લાકડી મળી આવી.

Fake Brigadier Arrested
hindi.news18.com

પોલીસ પૂછપરછ દરમિયાન, આર્યન વર્માએ ખુલાસો કર્યો કે, તેનું સ્વપ્ન આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (AFMC)માં ડૉક્ટર બનવાનું હતું. તેણે આ માટે NEET પરીક્ષા પણ આપી હતી, પરંતુ તે નિષ્ફળ થયો હતો.

યુવાનને જણાવ્યું કે તેની માતા હૃદયની બીમારીથી પીડાય છે. પરીક્ષામાં નાપાસ થયા પછી તે તેમને નિરાશ કરવા માંગતો ન હતો. તેથી, તેણે તેને ખોટું બોલ્યું હતું કે, તે AFMC માટે પસંદ થયો છે અને આર્મીમાં જોડાયો છે.

આર્યનના મતે, આ જુઠ્ઠાણાને સાચું સાબિત કરવા માટે, તેણે લશ્કરી ગણવેશ અને અન્ય વસ્તુઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું. તેણે નોઈડા અને ગુરુગ્રામથી ગણવેશ અને અન્ય વસ્તુઓ ખરીદી હતી, અને તેના પિતાની કાર પર આર્મીના બ્રિગેડિયર રેન્ક સાથે સંકળાયેલ ચિહ્ન પણ લગાવ્યા હતા.

પૂછપરછ દરમિયાન, યુવકે ખુલાસો કર્યો કે તે લાંબા સમયથી આર્મી ઓફિસર તરીકે દેખાડો કરી રહ્યો હતો. આ સમય દરમિયાન, ભૂતપૂર્વ સૈનિકો દ્વારા તેને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જ્યારે તે કાર્યક્રમમાં પહોંચ્યો, ત્યારે ત્યાં હાજર લોકોને તેની પ્રવૃત્તિઓ પર શંકા ગઈ. ત્યારપછી, તેની તપાસ કરવામાં આવી, અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.

Fake Brigadier Arrested
x.com

એવું કહેવાય છે કે માત્ર 21 વર્ષની ઉંમરે, તે આર્મી બ્રિગેડિયર હોવાનો દાવો કરી રહ્યો હતો. જો કે, આર્મીમાં બ્રિગેડિયરનો હોદ્દો એક વરિષ્ઠ અધિકારીનો હોય છે, અને તે હોદ્દા સુધી પહોંચવા માટે ઘણા વર્ષોની સેવાની જરૂર પડે છે.

સિટી CO પંકજ પંતે જણાવ્યું હતું કે, આર્મી અધિકારીઓ દ્વારા પૂછપરછ પછી અનિલ વર્માના પુત્ર આર્યન વર્માને પોલીસને સોંપવામાં આવ્યો હતો. યુવકે આર્મી યુનિફોર્મ પહેર્યો હતો અને ટાટા હેરિયર વાહનમાં મુસાફરી કરી રહ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, તેની પાસેથી નકલી પિસ્તોલ અને એક લાકડી પણ મળી આવી છે. અન્ય વસ્તુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ફરિયાદ મળી છે, અને કેસ નોંધીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

COએ જણાવ્યું હતું કે, યુવક સાથે રહેલા બે સુરક્ષા ગાર્ડ અને ડ્રાઇવરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે, અને પૂછપરછમાં તે તથ્ય બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.