મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલાએ કથિત રીતે લગભગ આઠ વર્ષથી તેના પતિથી છુપાવીને આશરે 12 લાખ રૂપિયા એક પેટીમાં ભેગા કર્યા હતા, પરંતુ  આ રૂપિયા ઉંદરો કતરી ગયા હતા.

2019ની આસપાસ, મહિલાએ થોડી થોડી રકમ બચાવવાનું શરૂ કર્યું અને તેને એક પેટીમાં રાખ્યા હતા. ઘણા વર્ષો પછી સમય જતાં, તેની બચત વધતી ગઈ, જે લગભગ 12 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. મહિલાએ તેના પતિને પણ આ બચત વિશે જાણ કરી ન હતી. તે ભવિષ્યમાં આ પૈસાથી પોતાના માટે સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહી હતી.

Woman-Rats Chewed Currency

ઘણા વર્ષોથી પેટીને તાળું મારીને રાખી હતી, પરંતુ જ્યારે મહિલાએ તેની આ બચતનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને તેને ખોલ્યું, ત્યારે તે અંદરનું દૃશ્ય જોઈને ચોંકી ગઈ હતી. નોટોના બંડલોને ઉંદરોએ વિવિધ જગ્યાએ કતરી ખાધા હતા. ઘણી નોટો ખરાબ રીતે નુકસાન પામી હતી, જ્યારે અન્ય નોટોના તો ફક્ત ટુકડા જ બચ્યા હતા. મહિલાએ વર્ષોથી કરેલી બચતની આ પરિસ્થિતિ જોઈને આજુ બાજુના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ઘટના પ્રકાશમાં આવ્યા પછી, મહિલાએ તેના પતિને આ બાબતની જાણ કરી. બંનેએ ટ્રંક ખોલીને બાકીની નોટો અને તેના ટુકડાઓ બહાર કાઢ્યા. આજુ બાજુના લોકોની મદદથી, તેઓએ નુકશાન પામેલી નોટોને અલગ કરવાનો પ્રયાસ કર્યો, જે થોડીઘણી સારી હતી તેને અલગ કરી. જો કે, એવું કહેવાય છે કે, બચાવેલા પૈસાના મોટા ભાગને ઉંદરોએ કતરી જઈને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મહિલા અને તેનો પરિવાર તેમની વર્ષોની બચતની આવી ખરાબ સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખી હતા.

Woman-Rats Chewed Currency
x.com

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને હજારો વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે કેટલાક આઘાત વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક મજાકની સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

About The Author

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.