ન્યૂઝીલેન્ડ સામે ધમાકેદાર જીત છતા કેપ્ટન ઐય્યર કેમ ખુશ નથી? મેચ બાદ જણાવ્યું કારણ

ભારતે ન્યૂઝીલેન્ડના પ્રવાસની શરૂઆત જીત સાથે કરી અને પહેલી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો. શ્રેયસ ઐય્યરના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વખત 210 કે તેથી વધુ રનનો ટારગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા કુલ 225 રન બનાવ્યા હતા.

જવાબમાં, ભારતીય ટીમે તેજ શરૂઆત કરી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં સતત વિકેટો પડવાને કારણે મેચ મુશ્કેલ બની ગઇ હતી. એક સમયે એવું લાગતું હતું કે ન્યૂઝીલેન્ડ મેચમાં વાપસી કરી શકે છે. જોકે, નમન ધીરે દબાણ વચ્ચે શાનદાર બેટિંગ કરી અને તેની અણનમ ઈનિંગની મદદથી ભારતને જીત અપાવી દીધી. મેચ બાદ, કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટીમના પ્રદર્શન અને નમન ધીરની બેટિંગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

shreyas
cricinfo.com

પહેલી T20 જીત્યા પછી, શ્રેયસ ઐય્યરે સ્વીકાર્યું કે ભારતીય બોલરો શરૂઆતમાં પીચના સ્વભાવને યોગ્ય રીતે સમજી શક્યા નહોતા. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન, કેપ્ટને જણાવ્યું કે બોલિંગની શરૂઆત કરતી વખતે તેને લાગ્યું હતું કે પિચ થોડી ધીમી છે અને બોલ સપાટી પર પડ્યા પછી થોડો અટકીને આવી રહ્યો હતો. આ કારણે, બોલરોએ યોગ્ય હાર્ડ લેન્થ પર બોલિંગ કરવાને બદલે બોલને થોડો વધુ આગળ નાખ્યો હતો.

ઐય્યરના જણાવ્યા અનુસાર, મેચ આગળ વધવા સાથે જ ઝાકળની અસર પણ દેખાવા લાગી. આનાથી બેટ્સમેનો માટે શોટ રમવા સરળ બની ગયા અને ન્યૂઝીલેન્ડે આ પરિસ્થિતિનો પૂરો લાભ ઉઠાવ્યો. યજમાન ટીમ આ કારણે મોટો સ્કોર બનાવવામાં સફળ રહી. ભારતીય કેપ્ટનના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે બોલિંગ દરમિયાન પરિસ્થિતિ સમજવામાં થયેલી ચૂંકને કારણે ન્યૂઝીલેન્ડને ખુલીને રન બનાવવાની તક મળી ગઈ.

ટારગેટનો પીછો કરતા ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી, પરંતુ સતત વિકેટો પડવા લાગી ત્યારે મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ હતી. 167 રનના સ્કોર સુધીમાં જ ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એવામાં, નમન ધીરે જવાબદારી સંભાળી અને આક્રમક અંદાજમાં બેટિંગ કરીને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી. તેણે માત્ર 15 બોલમાં અણનમ 42 રન બનાવ્યા. તેની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.

shreyas2
cricinfo.com

મેચ બાદ શ્રેયસ ઐય્યરે નમનની બેટિંગના વખાણ કર્યા. તેણે કહ્યું કે, નમને જે સંયમ સાથે દબાણવાળી પરિસ્થિતિમાં બેટિંગ કરી, તેને જોવું શાનદાર હતું. નમન ટીમ માટે ઘણા પ્રકારે ઉપયોગી સાબિત થઈ શકે છે; તે ડાબા અને જમણા હાથનના બેટ્સમેનો સામે બોલિંગ કરવામાં સક્ષમ છે. જરૂર પડ્યે તેના પાસે 2-3 ઓવર બોલિંગ કરાવી શકાય છે, જેનાથી મેચની દિશા બદલવામાં મદદ મળી શકે છે.

About The Author

Top News

30213 કરોડના Jioના IPO માટે લોકોએ 7 લાખ કરોડ આપી દીધા, 20 ગણો સબસ્ક્રાઈબ થયો IPO, અનેક રેકોર્ડ બન્યા

Jio પ્લેટફોર્મ્સ લિમિટેડના 30,213 કરોડ રૂપિયાના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ને ત્રીજા દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. NSE ના...
Business 
30213 કરોડના Jioના IPO માટે લોકોએ 7 લાખ કરોડ આપી દીધા, 20 ગણો સબસ્ક્રાઈબ થયો IPO, અનેક રેકોર્ડ બન્યા

ન્યૂઝીલેન્ડ સામે ધમાકેદાર જીત છતા કેપ્ટન ઐય્યર કેમ ખુશ નથી? મેચ બાદ જણાવ્યું કારણ

ભારતે ન્યૂઝીલેન્ડના પ્રવાસની શરૂઆત જીત સાથે કરી અને પહેલી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો. શ્રેયસ ઐય્યરના નેતૃત્વમાં...
Sports 
ન્યૂઝીલેન્ડ સામે ધમાકેદાર જીત છતા કેપ્ટન ઐય્યર કેમ ખુશ નથી? મેચ બાદ જણાવ્યું કારણ

સરકાર 4 સરકારી બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડવાની તૈયારીમાં, 25% શેર વેચશે

મોદી સરકાર ચાર સરકારી બેંકોમાં પોતાની હિસ્સેદારી ઘટાડીને 75% કરવાની તૈયારી કરી રહી છે. આ બેંકોમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા...
Business 
સરકાર 4 સરકારી બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડવાની તૈયારીમાં, 25% શેર વેચશે

240 કરોડની લોટરી જીતીને ભારતીય બન્યો અબજપતિ! માતાને ઘરેણા લઇ આપ્યા, પિતા માટે જમીન ખરીદી

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં રહેતા તેલંગાણાના 29 વર્ષીય ભારતીય ટેક પ્રોફેશનલ અનિલ કુમાર કહે છે...
World 
240 કરોડની લોટરી જીતીને ભારતીય બન્યો અબજપતિ! માતાને ઘરેણા લઇ આપ્યા, પિતા માટે જમીન ખરીદી
Copyright (c) Khabarchhe All Rights Reserved.