- Sports
- 27 દિવસમાં 10 T20 મેચ રમશે ભારતીય ટીમ, વેસ્ટ ઈન્ડીઝ બાદ આ ટીમ સામે રમશે સીરિઝ
27 દિવસમાં 10 T20 મેચ રમશે ભારતીય ટીમ, વેસ્ટ ઈન્ડીઝ બાદ આ ટીમ સામે રમશે સીરિઝ
જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ શ્રેયસ અય્યરના નેતૃત્વવાળી ભારતીય ટીમ તાજેતરમાં જ ભારત પરત ફરી છે. ANIના અહેવાલ મુજબ, ભારતીય ખેલાડીઓ સોમવારે 5 ઓક્ટોબરે દિલ્હીના IGI એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતીય ટીમનો આગામી કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. ભારતીય ટીમ આવતીકાલે એટલે કે મંગળવારે, 6 ઓક્ટોબરે લખનૌમાં વેસ્ટ ઈન્ડીઝ સામે T20 સીરિઝની પ્રથમ મેચ રમશે. ભારતીય ખેલાડીઓ પહેલા દિલ્હીથી લખનૌ જશે અને ત્યારબાદ મેચ માટે તૈયારી કરશે. ભારતીય ટીમનો વ્યસ્ત કાર્યક્રમ અહીં જ સમાપ્ત થતો નથી; ભારત આગામી 27 દિવસમાં બે અલગ-અલગ ટીમો સામે કુલ 10 T20 મેચ રમશે. ચાલો ભારતીય ટીમના શેડ્યૂલ પર નજર કરીએ.
ભારત વર્સિસ વેસ્ટ ઈન્ડીઝ: 6 ઓક્ટોબરથી શરૂ થશે 5 મેચની T20 સીરિઝ
3 મેચની ODI સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝને 2-1થી હરાવ્યા બાદ, ભારત હવે મહેમાન ટીમ સામે 5 મેચની T20 સીરિઝ રમવા માટે તૈયાર છે. સીરિઝની પ્રથમ મેચ 6 ઓક્ટોબરના રોજ લખનૌમાં રમાશે છે. ત્યારબાદ આગામી ચાર મેચ અનુક્રમે 9 ઓક્ટોબરે રાંચી, 11 ઓક્ટોબરે ઈન્દોર, 14 ઓક્ટોબરે હૈદરાબાદ અને 17 ઓક્ટોબર બેંગલુરુમાં રમાશે.
17 તારીખે વેસ્ટ ઈન્ડીઝ સામેની સીરિઝ પૂરી કર્યા બાદ, ભારત 22 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે તેની ધરતી પર 5 મેચની T20 સીરિઝ રમશે. ભારતીય ટીમ પાસે મુસાફરી કરવા અને ન્યૂઝીલેન્ડની કન્ડિશનમાં ઢળવા માટે માત્ર ચાર દિવસનો સમય હશે.
ભારત વર્સિસ વેસ્ ઈન્ડીઝનું શેડ્યૂલ
પ્રથમ T20I- 6 ઓક્ટોબર, 2026 એકાના સ્ટેડિયમ, લખનૌ
બીજી T20I- 9 ઓક્ટોબર, 2026 JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, રાંચી
ત્રીજી T20I- 11 ઓક્ટોબર, 2026 હોલ્કર સ્ટેડિયમ, ઈન્દોર
ચોથી T20I-14 ઓક્ટોબર, 2026 રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, હૈદરાબાદ
પાંચમી T20I- 17 ઓક્ટોબર, 2026 એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ
આ તમામ મેચો સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ T20I સીરિઝનું શેડ્યૂલ
ભારતના ન્યૂઝીલેન્ડના પ્રવાસની શરૂઆત 22 ઓક્ટોબરે ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી પ્રથમ T20I સાથે થશે. ભારતીય ટીમ માટે સારી વાત એ છે જે T20I 24 ઓક્ટોબરે રમાવાની છે, તે બીજી પણ તે જ સ્થળે રમાશે, જેનાથી મુસાફરીનો સમય બચશે. જોકે, ત્રીજી T20I માટે ટીમે 27 ઓક્ટોબરે વેલિંગ્ટન જવું પડશે. સીરિઝની ચોથી અને પાંચમી T20I અનુક્રમે 30 ઓક્ટોબરે ઓકલેન્ડમાં અને 1 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે.
ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝનું શેડ્યૂલ
પ્રથમ T20- 22 ઓક્ટોબર બપોરે 1:30 વાગ્યાથી ક્રાઈસ્ટચર્ચ (હેગલી ઓવલ)
બીજી T20- 24 ઓક્ટોબર બપોરે 1:30 વાગ્યાથી ક્રાઈસ્ટચર્ચ (હેગલી ઓવલ)
ત્રીજી T20- 27 ઓક્ટોબર બપોરે 1:30 વાગ્યાથી વેલિંગ્ટન (સ્કાય સ્ટેડિયમ)
ચોથી T20- 30 ઓક્ટોબર બપોરે 1:30 વાગ્યાથી ઓકલેન્ડ (ઈડન પાર્ક)
પાંચમી T20- 1 નવેમ્બર બપોરે 1:30 વાગ્યાથી હેમિલ્ટન (સેડન પાર્ક)
આમ, ભારતીય ટીમ 27 દિવસના ગાળામાં બે અલગ-અલગ ટીમો સામે બે અલગ-અલગ ટીમો સામે 5-5 મેચની T20 સીરિઝ રમશે.

