કેપ્ટન તરીકે પહેલી વન-ડેમાં ઐયરને મળી 244 રનની કારમી હાર... જાણો હાર બાદ શ્રેયસ ઐય્યરે શું કહ્યું?

ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વન-ડેમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું. ન્યૂઝીલેન્ડે જે પીચ પર પ્રથમ બેટિંગ કરતા 333 રન બનાવ્યા હતા, તે જ પીચ પર ભારતીય ટીમ માત્ર 89 રન પર ઢેર થઇ ગઇ. સવાલ એ છે કે, એવું તો શું થઈ ગયું કે ભારતના અનુભવી બેટ્સમેનો પણ ક્રિઝ પર ટકી શકવું મુશ્કેલ થઇ ગયું? શ્રેયસ ઐય્યરે જણાવ્યું કે શા માટે ભારતીય બેટિંગ લાઇનઅપ ગંજીપાનાંના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. આખરે એવું શું થયું?

શ્રેયસ ઐય્યરે જણાવ્યું કે, પહેલી ઇનિંગ અને બીજી ઇનિંગની પીચમાં ખૂબ મોટા તફાવત જોવા મળ્યો. તેણે કહ્યું કે, આવી હાર જોવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ પિચની બાબતમાં પ્રથમ ઇનિંગ અને બીજી ઇનિંગ વચ્ચે ખૂબ મોટો તફાવત હતો. પરંતુ હેનરીએ યોગ્ય જગ્યાએ બોલિંગ કરી અને તેનો શ્રેય તેને મળવો જોઇએ.

shreyas
cricinfo.com

શ્રેયસ ઐય્યરે કહ્યું કે તેને લાગ્યું હતું કે પીચ બેટિંગ માટે સારી હતી, પરંતુ બીજી ઇનિંગમાં કંઇક અલગ જ જોવા મળ્યું. અમે વિચાર્યું કે કે વિકેટ બેટિંગ માટે સારી હતી, અમે જોયું કે, તેમણે 330 રન બનાવ્યા. જાહેર છે કે, અમારાથી કેટલાક કેચ છૂટ્યા, પરંતુ મેચમાં આવું થાય છે. અમે ડ્રેસિંગ રૂમમાં ગયા અને વિચાર્યું કે સરળતાથી જીતી જઇશું, પરંતુ બોલ જે રીતે અંદર-બહાર 'સીમ' થઈ રહ્યો હતો, તે અનપેક્ષિત હતું. પરંતુ પીચનું સંપૂર્ણપણે અલગ હોય તેમ લાગતું હતું. અમે ખૂબ જ સારા બોલ પર વિકેટ ગુમાવી, તમામ સારા બૉલ હતા. અમે આ મેચને ભૂલીને આગળ વધવા માંગીશું. અમે જોઇશું અમારી બોલિંગ અને બેટિંગમાં ક્યાં ભૂલ થઈ. સાથે આગામી મેચમાં નવા માઇન્ડસેટ સાથે ઉતરીશું.

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં મિશેલ સેન્ટનરે ન્યૂઝીલેન્ડના પ્રદર્શન અંગે વાત કરતા કહ્યું કે, હાં, હું ખૂબ ખુશ છું. ફરીથી બોલિંગ ન કરવી પડી એટલે ખુશ છું! મને લાગે છે કે ખેલાડીઓએ પાવરપ્લેમાં જ તેમના પર દબાણ બનાવી દીધું હતું, જે સારી વાત રહી. ત્યારબાદ, યંગી (વિલ યંગ)એ પોતાનું કામ કર્યું અને સીફર્ટે પણ વચ્ચે વચ્ચે સારી ઇનિંગ રમી, જેનાથી અમને એક સારા સ્કોર સુધી પહોંચી ગયા.

shreyas
cricinfo.com

તેણે કહ્યું કે, અમને લાગે છે કે કદાચ અમે થોડા વધુ રન બનાવી શકતા હતા, પરંતુ મેટ હેનરીએ નવા બૉલ સાથે સારી બોલિંગ કરી. અમે 360ના સ્કોર બાબતે વિચારી રહ્યા હતા. આખી ઇનિંગ દરમિયાન અમારો ઇરાદો ખૂબ સારો હતો. જો અમે દરેક ભાગીદારીને લગભગ 20 બોલ આગળ લઇ જઇ શકતા, તો કદાચ અમે 50 ઓવર પૂરી કરી શકતા હતા અને ડેથ ઓવર્સ માટે એક મજબૂત પાયો રાખી શકતા હતા. 6 વિકેટ લેનાર મેટ હેનરી અંગે સેન્ટનરે કહ્યું કે, અદ્ભુત! તે આજે રમવા માટે માંગતો હતો. મને લાગે છે છે કે નવા બોલ સાથે, અને એવી પિચ પર જ્યાં બોલરોને થોડી મદદ મળી રહી હોય, તે દુનિયાનો શ્રેષ્ઠ બોલર છે. પહેલી જ ઓવરમાં 3 મોટી વિકેટ લેવાથી અમે મજબૂત સ્થિતિમાં આવી ગયા.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ વન-ડે રવિવારે રમાશે. આ મેચમાં જીત મેળવવાથી ટીમ ઈન્ડિયા વન-ડે સીરિઝ પોતાના નામે કરી લેશે. આગામી મેચ પણ આ જ મેદાન પર રમાવાની છે, ત્યારે જોવાનું એ રહેશે કે ટીમ ઈન્ડિયા કેવી રીતે વાપસી કરે છે.

About The Author

Top News

કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

અલીનગર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અને લોકપ્રિય લોકગાયિકા મૈથિલી ઠાકુર હાલમાં જમીન વિવાદને કારણે ચર્ચામાં છે. આ વિવાદમાં તેમના અને તેમના...
Politics 
કેશ, ગોલ્ડ અને દિલ્હીમાં ફ્લેટ... જમીન વિવાદ વચ્ચે ભાજપના MLA મૈથિલી ઠાકુરની સંપત્તિ ચર્ચામાં

વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

સહારનપુરના ગંગોહ નગરમાં ગુરુવારે કડક પોલીસ સખત દેખરેખ હેઠળ બે મુસ્લિમ બહેનોનો નિકાહ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. હરિયાણાના હિસાર જિલ્લાના...
National 
વરરાજાઓના નામ હિન્દુ અને કન્યાઓના મુસ્લિમ! પોલીસ પ્રોટેક્શન વચ્ચે થયા બે બહેનોના નિકાહ

'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

નમિત મલ્હોત્રાની 'રામાયણ: ભાગ 1'એ પાત્રોના ચિત્રણ અને આ હિન્દુ મહાકાવ્યના અર્થઘટન પર ખુબ મોટી ચર્ચા ચાલુ થઇ...
Entertainment 
'રામાયણ' પર મહાભારતના કૃષ્ણ ગુસ્સે; મસાલા ફિલ્મ સાથે સરખામણી કરતા કહ્યું કે તે યુવાનોને મીસગાઈડ કરે છે અને...

ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે

લક્ઝરી કારનો શોખ ધરાવતા લોકો માટે બજારમાં વધુ એક મોટી એન્ટ્રી થઇ ચુકી છે. ચીનના અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક,...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઈ BYD Denza D9; એક ચાર્જમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જશો, તો પણ 200 Kmની રેન્જ વધશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.