CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે. રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારોને હવે વર્ષે ત્રણ મફત LPG સિલિન્ડર મળશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે મફત બસ મુસાફરી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, અને મહિલાઓ માટે મફત બસ મુસાફરીનો વ્યાપ વધારીને એક્સપ્રેસ અને ડિલક્સ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી જોસેફ વિજયે આજે સોમવારે વિધાનસભામાં અનેક નવી મફત યોજનાઓની જાહેરાત કરતી વખતા વાર્ષિક ₹2.5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા દરેક પરિવારને દર વર્ષે ત્રણ મફત LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી. સાથે જ આગામી વર્ષે પોંગલથી 'અન્નપૂર્ણી સુપર સિક્સ' યોજના શરૂ કરવામાં આવશે, અને તેનાથી આશરે 1.30 કરોડ પરિવારોને લાભ થવાની અપેક્ષા છે.

vijay
tv9hindi.com

આ યોજના હેઠળ, પાત્ર લાભાર્થીઓ દ્વારા ખરીદવામાં આવેલા ત્રણ LPG સિલિન્ડરનો ખર્ચ સીધો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનાથી રાજ્યના ખજાના પર વાર્ષિક આશરે ₹4,000 કરોડનો બોજ પડવાનો અંદાજ છે. આ યોજનાની જાહેરાત કરતા, મુખ્યમંત્રી વિજયે જણાવ્યું હતું કે ગલ્ફ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે રસોઈ ગેસ સિલિન્ડરની અછત અને વધતી કિંમતોએ પરિવારો પર વધારાનો નાણાકીય બોજ નાખ્યો છે.

તેમણે વિધાનસભામાં જણાવ્યું હતું કે, સંકટપૂર્ણપરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અને આર્થિક તંગી છતા, રાજ્ય સરકારે જનતા પરના નાણાકીય બોજને ઓછો કરવા, તેમના કલ્યાણની સુરક્ષા કરવા અને લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ભરપાઈ કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલા, વિજયની પાર્ટી 'તમિલાગા વેત્રી કઝગમ'એ વર્ષે 6 મફત LPG સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું.

મુખ્યમંત્રી વિજયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે મફત બસ મુસાફરી સુવિધાઓની પણ જાહેરાત કરી હતી અને મહિલાઓ માટે 'વેટ્રી પાયના થિટ્ટમ' યોજનાનો વ્યાપ વધાર્યો હતો. આ વિસ્તૃત યોજના હેઠળ, મહિલાઓને ફક્ત સામાન્ય બસોમાં જ નહીં પરંતુ એક્સપ્રેસ, LSS અને ડીલક્સ સેવાઓમાં પણ મફત મુસાફરી કરવાની મંજૂરી હશે. આ સુવિધા આંતર-જિલ્લા બસ સેવાઓ સુધી પણ વધારવામાં આવશે.

વિજયે કહ્યું કે, મહિલાઓની મુસાફરીની સ્વતંત્રતા તેમની આર્થિક સ્વતંત્રતા અને તેમના પરિવારોની પ્રગતિનો પાયો છે. હાલની મફત મુસાફરી યોજના હેઠળ, મહિલાઓને મહાનગર અને શહેરી વિસ્તારોમાં સામાન્ય અને પહાડી રૂટની બસોમાં ફક્ત 40 કિમી સુધી મફત મુસાફરી કરવાની મંજૂરી હતી, જ્યારે એક્સપ્રેસ, LSS, ડિલક્સ અથવા ઉપનગરીય સેવાઓ માટે આવી કોઈ સુવિધા નહોતી. જોકે, નવી યોજના હેઠળ મહિલાઓ મહાનગર અને શહેરી વિસ્તારોમાં ચાલતી એક્સપ્રેસ, LSS અને ડિલક્સ સરકારી બસોમાં તેમજ ઉપનગરીય (મોફસિલ) અને પહાડી પ્રદેશોમાં સામાન્ય ભાડાની બસોમાં મફત મુસાફરી કરી શકે છે.

vijay
gulte.com

સામાજિક ન્યાયના સિદ્ધાંતની વાત કરતા મુખ્યમંત્રી વિજયે કહ્યું કે, આ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક ન્યાયનો સિદ્ધાંત છે, જે હેઠળ તમિલનાડુના કોઈપણ ભાગમાં રહેતી કોઈપણ મહિલા પરિવહન ખર્ચને કારણે તકોથી વંચિત ન રહેવી જોઇએ."

તેમણે વધુમાં કહ્યું કે, મહિલા કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા, સરકારે મહિલાઓ માટે મફત મુસાફરી યોજનાનો મોટાપાયે વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. 'વેટ્રી પયનમ' (વિજયી યાત્રા) નામ આપવામાં આવ્યું છે, આ યોજના 2 ઓક્ટોબરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સાથે અમલમાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકારને વાર્ષિક ₹6,000 કરોડનો વધારાનો ખર્ચ આવશે.=

About The Author

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.