- Entertainment
- દાદાને હાઈ કોર્ટનો ઝટકો, ફિલ્મ 'દૂસરા'ની રીલિઝ પર રોક લગાવવાની કોર્ટે ના પાડી
દાદાને હાઈ કોર્ટનો ઝટકો, ફિલ્મ 'દૂસરા'ની રીલિઝ પર રોક લગાવવાની કોર્ટે ના પાડી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ શુક્રવારે રીલિઝ થનારી ફિલ્મ 'દૂસરા'ની રીલિઝ પર રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે તેને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ મામલે હવે પછીની સુનાવણી શુક્રવારે થશે.
સૌરવ ગાંગુલીનો આરોપ છે કે આ ફિલ્મમાં તેમના નેતૃત્વની 2002ની નેટવેસ્ટ સીરિઝની ફાઈનલ અને લોર્ડ્સના મેદાન પર શર્ટ ઉતારીને ઉજવણી કરવાનો ઉલ્લેખ કરતા તેમના વ્યક્તિત્વ અને વ્યાપારી અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ગાંગુલીએ પોતાના આ અધિકારોના રક્ષણ માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
બેન્ચે શું કહ્યું?
જસ્ટિસ દિનેશ ભટ્ટની બેન્ચે કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, બેલેન્સ ઓફ કન્વીનિયન્સ (balance of convenience)ના પક્ષમાં છે, જેમાં એક મધ્યમ વર્ગીય યુવતીની કહાની બતાવવામાં આવી રહી છે, જે ગાંગુલી સાથે જોડાયેલી કેટલીક રમતની ઘટનાઓમાંથી પ્રેરણા મેળવે છે. બેન્ચે અરજદારોને કહ્યું કે, આ ફિલ્મ શુક્રવારે રીલિઝ થવાની છે અને પ્રથમ દૃષ્ટિએ જોતા 'સુવિધાનું સંતુલન' તમારી તરફેણમાં દેખાતું નથી. ભલે તમારી પાસે કેટલાક મહત્ત્વપૂર્ણ અધિકારો હોય, પરંતુ આ હાલમાં અમે ફિલ્મની રીલિઝ કે તેના પ્રદર્શન પર રોક નહીં લગાવીએ.
બેન્ચે આ મામલે આગામી સુનાવણી શુક્રવારે રાખી છે. આ કેસમાં સૌરવ ગાંગુલીની સાથે 'લવ ફિલ્મ્સ LLP પણ સહ-અરજદાર છે. આ કંપની હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનના જીવન પર આધારિત એક બાયોપિક બનાવી રહી છે.
સુનાવણી દરમિયાન, ફિલ્મ નિર્માતાઓના વકીલે કોર્ટને જણાવ્યું કે ફિલ્મ 'દૂસરા' કોઈ બાયોપિક નથી. અરજદાર સાથે સંબંધિત કેટલીક વીડિયો ક્લિપ્સના ઉપયોગ માટે જરૂરી પરવાનગીઓ અગાઉથી જ મેળવી લેવામાં આવી હતી. બીજી તરફ, સૌરવ ગાંગુલીના વકીલે દલીલ કરી હતી કે આ ફિલ્મ તેમના અસીલના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરી શકે છે. તેમણે કોર્ટને જણાવ્યું કે 'દૂસરા'ના નિર્માણ માટે ગાંગુલી પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી અને ન તો મંજૂરી લેવામાં આવી નથી. વકીલે એમ પણ કહ્યું કે ગાંગુલીના જીવન પર આધારિત એક અલગ બાયોપિક પહેલેથી જ બની રહી છે. ફિલ્મનો પ્રચાર સૌરવ ગાંગુલીના નામે કરવામાં આવી રહ્યો છે.
ફિલ્મ નિર્માતાઓ વતી હાજર રહેલા વકીલે કહ્યું કે 2002ની નેટવેસ્ટ વન-ડે (ODI) સીરિઝની વિડિયો ક્લિપ્સ પર કોઈ ખેલાડી પોતાના વ્યક્તિત્વના અધિકારનો દાવો ન કરી શકે. તેમણે વધુમાં તર્ક આપ્યો કે વાદીઓએ હજુ સુધી ફિલ્મ જોઈ નથી, અને તેમની આપત્તિઓ ણે માત્ર અનુમાનો પર આધારિત છે.

