આપણાથી તત્કાલ ટિકિટ બૂક નથી થતી, એજન્ટો તો તરત કરી દે છે?; IRCTC 'ખામી' હવે હાઇ કોર્ટ સુધારશે

IRCTC ગમે તેટલી વેબસાઇટ અપગ્રેડ કરે કે વધુ સારું યુઝર ઇન્ટરફેસ બનાવે, ટિકિટ બુક કરાવવી એ આજે પણ માથાના દુખાવા સમાન છે. IRCTC વેબસાઇટ અથવા એપ દ્વારા ટિકિટ બુક કરાવવામાં આવતી સમસ્યાઓની યાદી ઘણી લાંબી છે. ક્યારેક પૈસા કપાઈ જાય છે અને ટિકિટ બુક થતી નથી. લોગિન સમસ્યાઓ અને બુકિંગ સત્રમાંથી બહાર ફેંકી દેવું સામાન્ય છે. અહીં આપણે તત્કાલ ટિકિટની તો વાત જ નથી કરતા. ત્યાં તો બારી ખુલતી જ નથી, અને ચક્ર ગોળ ગોળ ફરતું જ રહે છે. આ બધી સમસ્યાઓથી કંટાળીને એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો.

Tatkaal-Ticket--IRCTC2
indiatv.in

ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે સામાન્ય મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. PILની સુનાવણી કરતી વખતે કોર્ટે રેલ્વે મંત્રાલય અને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) પાસેથી જવાબ માંગ્યો છે.

ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે રેલ્વે મંત્રાલય અને IRCTCને આ બાબતે સૂચનાઓ માંગવા અને એક અઠવાડિયાની અંદર કોર્ટને જાણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અરજી ઉત્તમ કુમાર નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. મીડિયા ચેનલના અહેવાલ મુજબ, ઉત્તમ કુમારના વકીલ શુભમ કુમારે જણાવ્યું હતું કે, અરજીમાં IRCTC, RailOne અને અન્ય સંકળાયેલ ડિજિટલ પ્લેટફોર્મની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમનું સ્વતંત્ર અને તકનીકી રીતે સક્ષમ ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ઘણી ગંભીર ખામીઓ દર્શાવવામાં આવી છે.

Delhi-High-Court1
aninews.in

પ્રાથમિક ફરિયાદ એ છે કે વેબસાઇટ ખુબ જ ધીમી ચાલે છે અને પછી હેંગ થઈ જાય છે. અરજી અનુસાર, એડવાન્સ અને તત્કાલ બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ સાઇટમાં ખરાબી આવવા લાગે છે, બીજા શબ્દોમાં કહીએ તો, સ્ક્રીન પર ફક્ત ચક્ર ગોળ ગોળ ફરતું જ દેખાય છે. સાથે સાથે તહેવારો અથવા લાંબી રજાઓ દરમિયાન તો, સાઇટ પર લોગ ઇન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય જ બની જાય છે, ટિકિટ બુક કરવાનું તો ભૂલી જ જાઓ.

બીજી ફરિયાદ બેન્કમાંથી પૈસા કપાઈ જવાની છે. ક્યારેક, મુસાફરના બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ ટિકિટ બુક થતી નથી. આ સંદર્ભે અરજીમાં સ્પષ્ટ અને સમયસર રિફંડ સિસ્ટમની માંગ કરવામાં આવી છે, જેથી મુસાફરો બીજી ટિકિટ બુક કરવાની તક ગુમાવી ન શકે. અહીં તમારી જાણકારી માટે કહી દઈએ કે, IRCTCની 'રિઝ્યુમ/રીટ્રાય બુકિંગ' સુવિધા 10 ફેબ્રુઆરી, 2026થી ઉપલબ્ધ પણ થઇ ગઈ છે. એટલે કે એનો અર્થ એ છે કે, જો ટિકિટ બુકિંગ ફેલ જાય અને પૈસા કપાઈ પણ જાય, તો તમે તે જ દિવસે તે જ રકમનો ઉપયોગ કરીને ટિકિટ ફરીથી બુક કરી શકો છો. તમે તેની અંદર નીચેની લિંક પર ક્લિક કરીને આ વિશે વધુ વાંચી શકો છો.

Tatkaal-Ticket--IRCTC
aajtak.in

ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ આરોપ બોટ્સનો છે. અરજીમાં જણાવાયું છે કે, સિસ્ટમમાં અનધિકૃત સોફ્ટવેર, ઓટોમેટેડ સ્ક્રિપ્ટ્સ અને બલ્ક-બુકિંગ ટૂલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આનાથી સામાન્ય લોકોની તુલનામાં પસંદગીના એજન્ટો અથવા 'દલાલો'ને ઉપલબ્ધ ટિકિટોની ખોટી રીતે વધારે ટિકિટ બુકીંગ મળી જાય છે. એટલે કે એ પ્રશ્ન ઉઠ્યો છે કે, જે ટિકિટો આપણા ફોન અને લેપટોપથી બુક કરી શકાતી નથી તે એજન્ટો દ્વારા સરળતાથી બુક કેમ થઇ જાય છે.

Tatkaal-Ticket--IRCTC3
indiatv.in

અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, અધિકારીઓને સમગ્ર રિઝર્વેશન ઇકોસિસ્ટમનું સ્વતંત્ર ટેકનિકલ ઓડિટ કરવા માટે નિર્દેશ આપવામાં આવે. આગામી સુનાવણીમાં જ્યારે રેલ્વે મંત્રાલય અને IRCTC કોર્ટમાં તેમની દલીલો રજૂ કરશે ત્યારે અમે તમને વધારે વિગતવાર માહિતી આપીશું...

About The Author

Top News

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 146 ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી

ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 146 ખાલી જગ્યાઓ પર આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી

'અમિતાભ બચ્ચને કોર્ટમાં હાજર થવું જ પડશે,' હાઈ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો

અમિતાભ બચ્ચનના અવાજને દુનિયામાં કોણ નથી ઓળખતું? વિવિધ બ્રાન્ડના પ્રમોશનમાં તેમના ફોટા અને વિશિષ્ટ શૈલીનો ઉપયોગ થાય છે. ઘણીવાર...
National 
'અમિતાભ બચ્ચને કોર્ટમાં હાજર થવું જ પડશે,' હાઈ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો

રૂપિયો વધુ નબળો ન પડે તે માટે 4 જાહેરાતો... ડોલર વેચશે RBI; આ નિયમો કડક બનાવાયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રૂપિયાને સપોર્ટ કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. RBI સરકારી માલિકીની 3...
Business 
રૂપિયો વધુ નબળો ન પડે તે માટે 4 જાહેરાતો... ડોલર વેચશે RBI; આ નિયમો કડક બનાવાયા

ભાજપના નેતાએ હોમ મિનિસ્ટ્રીને પૂછ્યું 'શું જર્મન નાગરિક ધ્રૂવ રાઠી ભારતમાં વિરોધ કરી શકે?', જાણો શું છે જવાબ

BJP નેતા અને નિવૃત્ત પોલીસ અધિકારી ભાસ્કર રાવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને યુટ્યુબર ધ્રૂવ રાઠીની નાગરિકતા અને વીઝા સ્થિતિની...
National 
ભાજપના નેતાએ હોમ મિનિસ્ટ્રીને પૂછ્યું 'શું જર્મન નાગરિક ધ્રૂવ રાઠી ભારતમાં વિરોધ કરી શકે?', જાણો શું છે જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.