ગાય 7 દિવસથી કરી રહી છે ખેતરની પરિક્રમા, લોકોએ ગણ્યો ચમત્કાર... આઠમા દિવસે ખૂલ્યું રહસ્ય

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બસભરિયા પુરૈના ગામમાં ગાયનું અસામાન્ય વર્તન એક અઠવાડિયા સુધી ચર્ચાનો વિષય રહ્યું. ગાય સાત દિવસ સુધી સતત ખેતરમાં ફરતી રહી, જેના કારણે તેની એક ઝલક જોવા માટે મોટી ભીડ ઉમટી પડી. તો ભીડ જોતા જ, પોલીસે આઠમા દિવસે ગાયને તેના માલિકને સોંપી દીધી. જોકે, ઘણા લોકો હજુ પણ તે ખેતરની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં ગાય પરિક્રમા કરી રહી હતી. અને અહીં પહોંચીને લોકો પૂજા-પાઠ કરી રહ્યા છે.

ગ્રામજનોના મતે, શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ ગાયે ખેતરમાં ફરવાનું ચાલું કર્યું હતું. તે સાત દિવસ સુધી સમયાંતરે ખેતરમાં પરિક્રમા કરતી રહી. આ સમય દરમિયાન રેકોર્ડ કરાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા, જેના કારણે નજીકના ગામડાઓ જ નહીં પરંતુ દૂર-દૂરના વિસ્તારોમાંથી પણ લોકો સ્થળની મુલાકાત લેવા પહોંચવા લાગ્યા. કેટલાક ગ્રામજનોએ આને દૈવી સંકેત માનતા ગાયની પૂજા પણ શરૂ કરી દીધી. 7 દિવસ સુધી પરિક્રમાનો ક્રમ ચાલતો રહ્યો, લોકોની ભીડ એકઠી થતી રહી, જેથી ગામમાં સમસ્યાઓ ઉભી થવા લાગી.

cow
aajtak.in

આ બાબતની માહિતી મળતા જ પોલીસ આઠમા દિવસે સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો, અને બિનજરૂરી ભીડ ન ભેગી થવા સૂચનાઓ આપી. સાથે જ ગાયને તેના માલિકના ઘરે લઈ જઇને સોંપવામાં આવી. તો પરિવારને સૂચના આપવામાં આવી કે ભીડ બિનજરૂરી રીતે એકઠી ન થાય.

બીજી તરફ, મુખ્ય પશુચિકિત્સા અધિકારી ડૉ. સુનિલ કુમાર સિંહના નેતૃત્વમાં પશુ વિભાગની એક ટીમે ત્રણ દિવસ પહેલા ગામની મુલાકાત લઈને તપાસ કરી હતી. પશુચિકિત્સકોએ જણાવ્યું હતું કે ગાય 'સર્રા' (હાઈપોગ્લાયકેમિઆ) નામની બીમારીથી પીડાઈ રહી છે, જેમાં આ પ્રકારનું વર્તન જોવા મળે છે. ગાયની સારવાર શરૂ કરવામાં આવી છે, અને તેની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

cow
abplive.com

ડૉક્ટરોનો દાવો છે કે ગાય ધીમે-ધીમે સ્વસ્થ થઈને સામાન્ય વર્તનમાં કરવા લાગશે. હાલમાં, ગામની પરિસ્થિતિ સામાન્ય છે, અને રહેવાસીઓ ગાયના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખી રહ્યા છે. જો કે, નિષ્ણાતો આ સમગ્ર બાબતને ચમત્કારને બદલે બીમારી ગણાવી રહ્યા છે. તો બીજી તરફ, ગ્રામજનો અને દૂરના વિસ્તારોના લોકો ગાયના વર્તનને એક સંકેત તરીકે જુએ છે, જ્યારે તે સ્વસ્થ થઈને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની રાહ પણ જોઇ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

વડનગરના હાટકેશ્વર મંદિરમાં એવું શું થયું કે ટ્રસ્ટીઓને અડધી રાત્રે દૂર કરીને વહીવટદાર નિમવા પડ્યા?

મહેસાણા જિલ્લાના વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટ અને સત્તા મેળવવા અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મોટો વળાંક આવ્યો...
Gujarat 
વડનગરના હાટકેશ્વર મંદિરમાં એવું શું થયું કે ટ્રસ્ટીઓને અડધી રાત્રે દૂર કરીને વહીવટદાર નિમવા પડ્યા?

ગાય 7 દિવસથી કરી રહી છે ખેતરની પરિક્રમા, લોકોએ ગણ્યો ચમત્કાર... આઠમા દિવસે ખૂલ્યું રહસ્ય

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બસભરિયા પુરૈના ગામમાં ગાયનું અસામાન્ય વર્તન એક અઠવાડિયા સુધી ચર્ચાનો વિષય રહ્યું. ગાય સાત દિવસ સુધી...
National 
ગાય 7 દિવસથી કરી રહી છે ખેતરની પરિક્રમા, લોકોએ ગણ્યો ચમત્કાર... આઠમા દિવસે ખૂલ્યું રહસ્ય

ગુજરાતના લોકો ટેસ્ટ આપ્યા વિના જ આ રાજ્યમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી રહ્યા છે

ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં ઓનલાઇન સિસ્ટમ હોવાથી વાહનચાલકોને લાયસન્સ માટે ભારે પરેશાની ઉઠાવવી પડે છે. છેલ્લાં ઘણા સમયથી ગુજરાતના કેટલાક...
Gujarat 
ગુજરાતના લોકો ટેસ્ટ આપ્યા વિના જ આ રાજ્યમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી રહ્યા છે

5000 કરોડ રૂપિયાના દવા કૌભાંડમાં IPSએ 3 કરોડ અને ઇન્સ્પેક્ટરે 1 કરોડ રૂપિયા માંગ્યા

હરિયાણા કેડરના એક IPS અધિકારી પર 3 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. આરોપ છે કે, આરોપીઓને CBI તપાસમાં રાહત...
National 
5000 કરોડ રૂપિયાના દવા કૌભાંડમાં IPSએ 3 કરોડ અને ઇન્સ્પેક્ટરે 1 કરોડ રૂપિયા માંગ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.