હોટલમાં પતિ સાથે મળી આવી ગર્લફ્રેન્ડ, પછી બંને મહિલાઓ વચ્ચે થયા હાઇ-વૉલ્ટેજ ડ્રામા

ઉત્તર પ્રદેશના આગ્રામાં પતિ, પત્ની અને કથિત ગર્લફ્રેન્ડ વચ્ચેનો એક હાઇ-વોલ્ટેજ ડ્રામા ચર્ચાનો વિષય બન્યો છે. તાજગંજ વિસ્તારમાં એક હોટલની અંદર શરૂ થયેલો આ વિવાદ રસ્તા સુધી પહોંચી ગયો, જ્યાં બંને મહિલાઓ વચ્ચે જોરદાર મારામારી થઇ. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, એક પરિણીત પુરુષ તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે તાજગંજ વિસ્તારમાં TDI મોલની પાછળ આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની પત્નીને આ વાતની જાણ થઈ ગઈ. ત્યારબાદ પત્ની પણ હોટલમાં પહોંચી ગઈ અને તેના પતિને કથિત ગર્લફ્રેન્ડ સાથે પકડી લીધો.

એવું કહેવાય છે કે હોટલની અંદર જ પત્ની અને કથિત ગર્લફ્રેન્ડ વચ્ચે ઝઘડો શરૂ થઇ ગયો. થોડીવારમાં જ આ વિવાદ વધી ગયો અને ઉગ્ર બોલાચાલીમાં પરિણમ્યો. પરિસ્થિતિ બગડતી જોઈને પતિએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો અને તેની કથિત ગર્લફ્રેન્ડને હોટલની બહાર લઈ ગયો. હોટેલમાંથી બહાર નીકળ્યા પછી, કથિત ગર્લફ્રેન્ડે તેના સ્કૂટર પર ઘટનાસ્થળેથી નીકળી જવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પત્ની તેની પાછળ દોડી પડી. એવો આરોપ છે કે પત્નીએ સ્કૂટર રોકીને પ્રેમિકાને નીચે ખેંચી લીધી અને ચપ્પલથી મેથીપાક ચખાડ્યો. ત્યારબાદ રસ્તા પર બે મહિલાઓ વચ્ચે જોરદાર ઝપાઝપી શરૂ થઇ ગઇ.

GF-Wife3
facebook.com

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઝઘડા દરમિયાન કથિત પ્રેમિકાએ પત્નીના વાળ પકડીને જમીન પર પછાડી દીધી. આટલું જ નહીં, તેને થોડે દૂર સુધી ધસડવાની વાત પણ સામે આવી. બીજી તરફ, પત્નીએ પણ વળતો પ્રહાર કરતા તેના પતિને ચપ્પલથી માર માર્યો અને કથિત પ્રેમિકા પર લાતો અને મુક્કાઓનો વરસાદ કર્યો. પરિસ્થિતિ ત્યારે ગંભીર બની ગઈ જ્યારે કથિત પ્રેમિકાએ ગુસ્સામાં એક ઈંટ ઉપાડી લીધી અને મહિલા તરફ આગળ વધી. જોકે, પતિએ આગળ આવીને તેને રોકી લીધી. ઝઘડા દરમિયાન પત્નીના કપડાં પણ ફાટી ગયા.

GF-Wife
aajtak.in

રસ્તા પર ચાલી રહેલા હોબાળાને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ આખરે દરમિયાનગીરી કરી અને બંને મહિલાઓને અલગ કરી. ત્યારબાદ, કથિત પ્રેમિકા તેનું સ્કૂટર લઈને ઘટનાસ્થળેથી જતી રહી. એક રાહદારીએ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદથી, આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કેસ અંગે તાજગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક જસવીર સિરોહીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી બંને પક્ષો દ્વારા કોઈ ફરિયાદ કે લેખિત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. પોલીસને હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.