પહેલા પતિને દૂધમાં ઊંઘની ગોળી આપી, પછી ચાદરની અંદર ઝેરી સાપ છોડ્યો...; પત્નીએ પ્રેમી સાથે મળીને...

સાપ કરડવાથી એક યુવાનનું મૃત્યુ થતાં શરૂઆતમાં બધાને એવું લાગ્યું કે તે એક દુ:ખદ ઘટના બની છે. પત્ની રડી રહી હતી, પરિવાર આઘાતમાં હતો, અને પથારીમાંથી એક ઝેરી સાપ પણ મળી આવ્યો. પરંતુ થોડા કલાકો પછી, પોલીસની જીણવટભરી તપાસમાં આખી બાજી પલટાઈ ગઈ. પોલીસનો દાવો છે કે, આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ એક સુનિયોજિત રીતે કરવામાં આવેલી હત્યા હતી. આરોપ છે કે પતિને પહેલા દૂધમાં ઊંઘની ગોળીઓ આપવામાં આવી હતી, પછી, જ્યારે તે ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે ચાદર નીચે એક ઝેરી સાપ છોડી દેવામાં આવ્યો હતો, જેથી મૃત્યુ એક ઘટના બની હોય એવું લાગે.

મેરઠના હસ્તિનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા આ કેસમાં, પોલીસે પત્ની, તેના કથિત પ્રેમી અને બે અન્ય લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે હત્યા પાછળ પ્રેમ સંબંધ અને 20 લાખ રૂપિયાનો વીમો મુખ્ય કારણો હતા. પોલીસ તપાસ મુજબ, સમગ્ર યોજના ગુરુવારે રાત્રે શરૂ થઈ હતી. એવો આરોપ છે કે દામિનીએ રાત્રે તેના પતિ અતુલ પંવારને દૂધ આપ્યું હતું. આ દૂધમાં સામાન્ય કરતાં વધુ ઊંઘની ગોળીઓ ભેળવી દેવામાં આવી હતી. થોડા સમય પછી, અતુલ ગાઢ નિદ્રામાં સરી પડ્યો. પોલીસ કહે છે કે આ તે ક્ષણ હતી જેની આરોપીઓ રાહ જોઈ રહ્યા હતા. જ્યારે ખાતરી થઈ કે હવે અતુલ નહીં ઉઠી શકે અને પ્રતિકાર કરશે નહીં, ત્યારે કાવતરાનો બીજો તબક્કો શરૂ થયો.

Wife-Murder-Husband2
bengali.news18.com

પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ ડ્રાઇવર તુષાર ઉર્ફે નિક્કી તેના બે સાથીઓ, સોનુ અને ઉદય સાથે પહેલેથી જ તૈયાર હતો. એવો આરોપ છે કે આ માણસો તેમની સાથે એક ઝેરી સાપ લાવ્યા હતા. ત્યારપછી સાપને અતુલના પલંગ અને ચાદર નીચે છોડી દેવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે, અતુલ ગાઢ નિદ્રામાં હોવાથી, તે પોતાનો બચાવ કરી શક્યો નહીં અને સાપે તેને કરડ્યો. આ ઝેરી ડંખથી તેનું મૃત્યુ થયું. આરોપીને આશા હતી કે સવારે, આ કેસને સામાન્ય સાપના ડંખ તરીકે ગણવામાં આવશે અને કોઈને કંઈ શંકા નહીં થાય.

શુક્રવારે સવારે, દામિનીએ તેના પતિને હસ્તિનાપુરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ. તેણે ડોકટરોને કહ્યું કે, તેના પતિને રાત્રે સાપે કરડ્યો હતો. તપાસ પછી, ડોકટરોએ અતુલને મૃત જાહેર કર્યો. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું ત્યારે તેમને પલંગમાં એક સાપ પણ મળ્યો. પહેલી નજરે તો મામલો સંપૂર્ણપણે સામાન્ય લાગતો હતો, પરંતુ કેટલીક બાબતો એવી હતી જેનાથી પોલીસ શંકાસ્પદ બની ગઈ. મેરઠ પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળે ઘણી પરિસ્થિતિઓ અસામાન્ય હતી. અધિકારીઓના મતે, સાપનું વર્તન, પથારી પર તેનું હોવું અને ઘટનાની આખી વાત સામાન્ય લાગતી ન હતી. આનાથી પોલીસે આ મામલાને ફક્ત અકસ્માત તરીકે ગણવાને બદલે વૈજ્ઞાનિક અને તકનીકી રીતે તપાસ કરવાનું શરૂ કર્યું. આ નિર્ણય સમગ્ર કેસમાં વળાંક સાબિત થયો.

Wife-Murder-Husband3
instagram.com

પોલીસે પહેલા મૃતકની પત્ની દામિનીના મોબાઇલ ફોન અને કોલ ડિટેલ રેકોર્ડની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે તે સ્કૂલ ડ્રાઇવર તુષાર ઉર્ફે નિક્કી સાથે સતત સંપર્કમાં હતી. તેમની વારંવારની વાતચીત અને મુલાકાતોના ડિજિટલ પુરાવા મળી આવ્યા. ત્યારપછી, પોલીસે તુષારની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી. પોલીસનો દાવો છે કે પૂછપરછ દરમિયાન, તે લાંબા સમય સુધી પોતાનું નિવેદન જાળવી શક્યો નહીં અને સમગ્ર કાવતરું જાહેર કર્યું. તપાસ દરમિયાન, પોલીસને તુષારના મોબાઇલ ફોન પર એક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા: એક બોક્સમાં સાપનો ફોટો. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન, તુષારે ખુલાસો કર્યો કે તેણે બે મદારી પાસેથી ઝેરી સાપ ખરીદ્યો હતો. આ ફોટોગ્રાફ તપાસમાં સૌથી મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવો બન્યો.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે અતુલ પવારના નામે આશરે 20 લાખ રૂપિયાનો વીમો હતો. પોલીસનો દાવો છે કે દામિની અને તુષારે અતુલના મૃત્યુ પછી વીમાના પૈસા મેળવવાની યોજના બનાવી હતી. આ રકમમાંથી 5 લાખ રૂપિયા સોનુ અને ઉદયને આપવાનું વચન આપવામાં આવ્યું હતું, જેઓ કાવતરામાં સામેલ હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને સાથે રહેવાની યોજના પણ કરી રહ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે અતુલને મારવાનો આ પહેલો પ્રયાસ નહોતો. લગભગ 20 દિવસ પહેલા, તુષારે તેની એર્ટિગા કારથી અતુલને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે અતુલે હેલ્મેટ પહેર્યું હતું, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જ્યારે અતુલે ફરિયાદ નોંધાવવાની વાત કરી, ત્યારે દામિનીએ તેને સમજાવીને આખો મામલો ભૂલી જવા માટે કહ્યું હતું. પોલીસ માને છે કે પહેલી યોજના નિષ્ફળ ગયા પછી સાપનું કાવતરું રચવામાં આવ્યું હતું.

Wife-Murder-Husband1
x.com

સૌથી ચોંકાવનારી વાત એ છે કે અતુલ અને દામિનીએ 2019માં પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓ હસ્તિનાપુરના રામલીલા મેદાનમાં કૃષ્ણા કિડ્સ પબ્લિક સ્કૂલ ચલાવતા હતા. કૌટુંબિક અને સામાજિક પરવાહ કર્યા વગર તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર, દામિનીએ સ્કૂલના ડ્રાઇવર તુષાર સાથે નજીકનો સંબંધ બનાવ્યો હતો અને આ સંબંધ પાછળથી કથિત હત્યાના કાવતરામાં ફેરવાઈ ગયો.

મેરઠના SSP અવિનાશ પાંડેએ જણાવ્યું હતું કે શરૂઆતમાં કેસ સાપ કરડવાનો લાગતો હતો, પરંતુ ઘટનાસ્થળ પરની પરિસ્થિતિ સામાન્ય લાગતી ન હતી. તેમણે સમજાવ્યું કે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઇલ ફોન કોલ ડિટેલ્સ અને પૂછપરછના આધારે, દામિની અને સ્કૂલ ડ્રાઇવર તુષાર વચ્ચેના સંબંધ વિશે માહિતી મળી હતી. મોબાઇલ ફોનમાંથી સાપની તસવીર પણ મળી આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ શરૂઆતમાં રોડ અકસ્માત દ્વારા અતુલની હત્યા કરવાનો ઇરાદો ધરાવતા હતા, પરંતુ નિષ્ફળ ગયા પછી, તેઓએ સાપનો ઉપયોગ કરવાનો આશરો લીધો હતો. પોલીસે ત્યાંથી મળેલા સાપને પણ પરીક્ષણ માટે મોકલ્યો છે. આ ઉપરાંત, મોબાઇલ ફોન, ડિજિટલ પુરાવા અને અન્ય ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)ને મોકલવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે, વૈજ્ઞાનિક અહેવાલ અને અન્ય પુરાવાઓના આધારે આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

મેરઠ પોલીસનું કહેવું છે કે, જો કેસ ફક્ત સાપના ડંખથી મોતનો મામલો માન્યો હોત તો તેને એક સામાન્ય અકસ્માત તરીકે નોંધવામાં આવ્યો હોત. જોકે, ઘટનાસ્થળનું બારીક નિરીક્ષણ, ટેકનિકલ દેખરેખ, મોબાઇલ ફોનમાંથી મળેલા પુરાવા અને સતત પૂછપરછમાં કથિત કાવતરાનું પડ એક પછી એક ખુલતું ગયું. હવે, આ કેસ ફક્ત સાપના ડંખથી મૃત્યુનો નથી રહ્યો, પરંતુ પ્રેમ સંબંધ, વીમાના પૈસા અને પૂર્વયોજિત હત્યાના આરોપોનો હાઇ-પ્રોફાઇલ કેસ બની ગયો છે. પોલીસ તમામ આરોપીઓ સામે હત્યા અને ગુનાહિત કાવતરા સહિત સંબંધિત કલમો હેઠળ વધુ કાર્યવાહી કરી રહી છે.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.