3 બાળકોની માતાએ પ્રેમીને મળવા બોલાવ્યો, પતિને શંકા જતા પીછો કરી 30 કલાક બંધ બનાવ્યો, પોલીસ આવી તો એને પણ મારી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક યુવક તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો હતો. આ દરમિયાન, મહિલાના પરિવારજનોએ તેને પકડી લીધો. આરોપ છે કે તેમણે તેને લગભગ 30 કલાક સુધી ઘરમાં બંધક બનાવી રાખ્યો હતો. એવા પણ આરોપો છે કે યુવકને છોડાવવા આવેલી પોલીસ ટીમ સાથે પણ મારામારી કરવામાં અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન એક સબ-ઇન્સ્પેક્ટરને માર મારવામાં આવ્યો અને તેમના બેજ પણ તોડી નાખવામાં આવ્યા. પોલીસે મહિલાના પતિ અને તેના સંબંધીઓ સામે બે અલગ-અલગ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઘટના કાનપુરના સાઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ વિસ્તારની રહેવાસી સુનિતાના લગ્ન ઈન્દ્રેશ સાથે થયા છે અને તેમને ત્રણ બાળકો છે. લગભગ એક વર્ષથી તેનું ફતેહપુરના અરુણ નામના યુવક સાથે અફેર ચાલી રહ્યું હતું. આરોપ છે કે રવિવારે રાત્રે સુનિતાએ અરુણને ફોન કરીને ગામની બહાર મળવા બોલાવ્યો હતો. અરુણ રાત્રે સુનિતાને ફતેહપુરથી મળવા માટે ગયો હતો અને સુનિતા તેને મળવા ગામની બહાર ગઈ હતી. આ દરમિયાન, સુનિતાના પતિને શંકા ગઈ. તેણે અન્ય પરિવારજનો સાથે સુનિતાનો પીછો કરતા સ્થળ પર પહોંચી ગયો.

સુનિતાના પતિ અને સંબંધીઓએ અરુણને તે ઘટનાસ્થળે જ પકડી લીધો. ત્યારબાદ તેને પકડીને છાંજા ગામ (સાઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ) સ્થિત તેમના ઘરે લઈ જવામાં આવ્યો. આરોપ છે કે ત્યાં યુવકને માર મારવામાં આવ્યો અને બંધક બનાવી રાખવામાં આવ્યો. અરુણ પકડાઈ ગયા પછી સુનિતા ત્યાંથી નીકળી જવામાં સફળ રહી અને અરુણના પિતાને જાણ કરી. પુત્રને બંધક બનાવી રાખવામાં આવ્યો હોવાની જાણ થતા અરુણના પિતા પોલીસ પાસે પહોંચ્યા.

police
aajtak.in

અરુણના પિતા સુનિતાને લઇને સાઢ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને તેના પુત્રને છોડાવવા વિનંતી કરી. તેણે આરોપ લગાવ્યો કે અરુણને સુનિતાના ઘરે 30 કલાકથી વધુ સમયથી બંધક બનાવી રાખવામાં આવ્યો છે. આ માહિતી મળતા જ સાઢ પોલીસ હરકતમાં આવી. સબ-ઇન્સ્પેક્ટર આશિષ સિંહ, પોલીસ ટીમ અને અરુણના પિતા સાથે ગામમાં પહોંચ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, સુનિતાના પતિ ઈન્દ્રેશ અને અન્ય પરિવારજનોએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી. સબ-ઇન્સ્પેક્ટર આશિષ સિંહ સાથે મારામારી કરવામાં આવી અને તેમના યુનિફોર્મ પરના બેજ તોડી નાખવામાં આવ્યા. ઘરમાં હાજર કેટલીક મહિલાઓ પર પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવાનો અને તેમને રોકવાનો પણ આરોપ છે. આ માહિતી મળતા જ પોલીસ સ્ટેશનથી વધારાનું પોલીસ બળ ગામમાં પહોંચ્યું હતું. ત્યારબાદ, પોલીસ અરુણને મુક્ત કરાવીને પોલીસ સ્ટેશન લઇ ગઇ. યુવકને 30 કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યો હોવાના આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે આ મામલે બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. પ્રથમ કેસ સબ-ઇન્સ્પેક્ટર આશિષ સિંહની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસ સાથે મારામારી અને ગેરવર્તણૂકનો આરોપ છે. બીજો કેસ અરુણના પિતાની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો, જેમાં સુનિતાના પતિ ઇન્દ્રેશ અને તેના પરિવારના સભ્યો પર અરુણને બંધક બનાવી રાખવાનો આરોપ છે.

police
aajtak.in

સુનિતાએ પણ પ્રેમસંબંધ હોવાની વાત સ્વીકારી છે. તેણે કહ્યું કે, હું એક વર્ષથી અરુણ સાથે પ્રેમસંબંધમાં હતી. મારે ત્રણ બાળકો છે. મેં તેને રવિવારે રાત્રે મળવા માટે બોલાવ્યો હતો, પરંતુ મારા પરિવારના સભ્યો ત્યાં આવી પહોંચ્યા. તેમણે તેને પકડી લીધો અને માર પણ માર્યો.

તો, ACP કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે મહિલાના ફતેહપુરના એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેણે તેને મળવા માટે બોલાવ્યો હતો, પરંતુ તેના પરિવારના સભ્યોએ પ્રેમીને પકડી લીધો અને બંધક બનાવી રાખ્યો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી, ત્યારે તેમની સાથે પણ અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રેમી યુવકના પિતા દ્વારા મહિલાના પતિ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદો નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

About The Author

Top News

પતિ જ કરી રહ્યો હતો પત્નીની અદલા-બદલી માટે દબાણ, પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દેરાણી બોલી- ‘આધુનિક સમયમાં વાઇફ સ્વેપિંગ કોમન બાબત છે’

સુરત જેવા શહેરમાં આજકાલ વાઇફ સ્વેપિંગનું દુષણ વધ્યું છે, ઉત્રાણ વિસ્તારમાંથી પરિણીતા પર પતિ દ્વારા વાઇફ સ્વેપિંગ માટે દબાણ કરવામાં...
Gujarat 
પતિ જ કરી રહ્યો હતો પત્નીની અદલા-બદલી માટે દબાણ, પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દેરાણી બોલી- ‘આધુનિક સમયમાં વાઇફ સ્વેપિંગ કોમન બાબત છે’

વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગે સેમિનાર યોજાયો

સુરત સ્થિત વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગેની સભાનતા માટેના ઉદ્દેશથી તા....
Gujarat 
વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગે સેમિનાર યોજાયો

આ તો નવું આવ્યું... ઇન્કમ ટેક્સ વિભાગના અસલી અધિકારીઓ પાડતા હતા નકલી દરોડા; ઉદ્યોગપતિને એક વાત પર શંકા ગઈ અને પોલ ખૂલી

મુંબઈમાં 'સ્પેશિયલ 26' ફિલ્મની જેમ જ એક ગેંગે એક ઉદ્યોગપતિ અને તેની પત્નીને બંધક બનાવ્યા. આવકવેરા અને ક્રાઈમ બ્રાન્ચના...
National 
આ તો નવું આવ્યું... ઇન્કમ ટેક્સ વિભાગના અસલી અધિકારીઓ પાડતા હતા નકલી દરોડા; ઉદ્યોગપતિને એક વાત પર શંકા ગઈ અને પોલ ખૂલી

સુરત કલેક્ટર કચેરીએ શ્રમિકોનો હલ્લાબોલ, બોલ્યા- ‘હક માંગીએ છીએ, ભીખ નહીં... રવિવારે રજા આપો, 8 કલાક...’, જાણો શું છે આખો મામલો

સુરત જિલ્લામાં ડાઇંગ, પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ઝરી અને લૂમ્સ સહિતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરી રહેલા 10 લાખથી...
Gujarat 
સુરત કલેક્ટર કચેરીએ શ્રમિકોનો હલ્લાબોલ, બોલ્યા- ‘હક માંગીએ છીએ, ભીખ નહીં... રવિવારે રજા આપો, 8 કલાક...’, જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.