કરિયાવરની બાઇક માટે મહિલા પોલીસ સ્ટેશનની બહાર પતિ-પત્ની વચ્ચે હાઇ-વોલ્ટેજ ડ્રામા

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં સોમવારે મહિલા પોલીસ સ્ટેશનની બહાર પતિ-પત્ની વચ્ચે એક હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા. કરિયાવરમાં મળેલી મોટરસાઇકલની માલિકી હક અને તેની ચાવીઓ અંગેનો વિવાદ એટલો વધી ગયો કે દંપતી રસ્તાની વચ્ચે જ એક-બીજાના કૉલર પકડીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ, અને કોઈએ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. માહિતી મળતા UP-112 પોલીસ પહોંચી અને બંને પક્ષોને સિટી પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં આખરે સમાધાન થયું.

husband-wife1
bhaskar.com

અહેવાલો અનુસાર, હરિયાવાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા નેવાડા સાતન ગામની રહેવાસી રેશ્મા દેવીના લગ્ન 20 એપ્રિલે શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદના રહેવાસી સચિન કુમાર સાથે થયા હતા. રેશ્માનો આરોપ છે કે તેના પિતાએ લગ્નમાં ₹5 લાખ રોકડા અને મોટરસાઇકલ આપી હતી. આમ છતા તેના સાસરિયાઓની કારની માંગણીને લઇને હેરાન કરતો રહ્યો. પીડિતાનું કહેવું છે કે 27 જૂને તેની સાથે મારામારી થઇ અને થોડા દિવસ પહેલા તેનો પતિ તેને પિયર છોડીને જતો રહ્યો.

રેશ્માની ફરિયાદ બાદ બંને પક્ષોને કાઉન્સેલિંગ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. વાતચીત પછી તેઓ બહાર નીકળતા જ રેશ્માએ તેના નામે નોંધાયેલ મોટરસાયકલ પાછી માંગી. આ જ વાત પર વિવાદ વધી ગયો અને બંને રસ્તા પર બાખડી પડ્યા. સિટી સર્કલ ઓફિસર (CO) અજિત ચૌહાણે જણાવ્યું કે પોલીસે પરિસ્થિતિને શાંત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો. બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે, અને જરૂરી કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

husband-wife1
bhaskar.com

હરદોઈ સિટી CO અજિત સિંહે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર પતિ-પત્ની વચ્ચે મારામારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમણે આ અંગે સ્પષ્ટતા કરી કે હરદોઈ મહિલા પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફરિયાદ મળી હતી, અને ત્યારબાદ સમાધાન માટે પતિ-પત્નીને 13 જુલાઈના રોજ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા. તેમાં બંનેની કાઉન્સેલિંગ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સમજૂતી ન થઇ શકી. બહાર નીકળ્યા પછી તેમની વચ્ચે મોટરસાઇકલને લઈને વાદ-વિવાદ અને મારામારી થવા લાગી. ત્યારબાદ, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બંનેને સિટી કોતવાલી લઈ જવામાં આવ્યા; જ્યાં તેમની વચ્ચે સમાધાન થઈ ગયું છે, અને હવે કોઈ વિવાદ નથી.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.