પત્નીને 120 પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવવા મજબૂર કરી; મહિલાએ જણાવી પોતાની આપવીતિ

સ્વીડનમાં 61 વર્ષીય એક પુરુષે તેની પત્નીને 120 પુરુષો સાથે સેક્સ કરવા માટે મજબૂર કરી. તેને ચાર વર્ષ અને પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

કોર્ટે શોધી કાઢ્યું કે તેણે હિંસાની ધમકીઓ અને સુરક્ષા કેમેરા દ્વારા તેની પત્ની પર નિયંત્રણ રાખતો હતો. આ પુરુષને બળાત્કારનો પ્રયાસ, દલાલી, મારપીટ અને ધાકધમકી સહિતના અનેક ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સ્વીડનના પૂર્વ કિનારા પર આવેલા હાર્નોસેન્ડની એક કોર્ટમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો.

કોર્ટે 28 અન્ય પુરુષોને પણ સેક્સ માટે પૈસા ચૂકવવા બદલ દોષિત ઠેરવ્યા છે. આ કેસ પર વિશ્વભરના લોકોનું ધ્યાન ગયું છે, કેટલાક લોકો તેની સરખામણી ફ્રાન્સના ડોમિનિક પેલિકોના કેસ સાથે કરે છે.

પેલિકોએ તેની પત્ની ગિસેલને નશાવાળું ખાવાનું ખવડાવીને 9 વર્ષ સુધી અન્ય પુરુષો દ્વારા તેના પર બળાત્કાર કરાવડાવ્યો.

સ્વીડનના આંગરમેનલેન્ડ પ્રાંતના આ પુરુષે તેના પરના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેણે ફક્ત સંમતિથી જ મુલાકાતો ગોઠવવામાં મદદ કરી હતી.

Wife
aajtak.in

જોકે, કોર્ટે ફરિયાદ પક્ષની દલીલો સ્વીકારી, જેમાં જણાવ્યું કે તેણે તેની પત્નીનું 'ક્રૂરતાપૂર્વક શોષણ' કર્યું. કાનૂની કારણોસર પતિ અને પત્ની બંનેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, 2022માં, પુરુષે તેની પત્નીને પૈસા માટે પુરુષો સાથે સેક્સ કરવા દબાણ કરવાનું શરૂ કર્યું.

આ પુરુષો દેશના અલગ અલગ પ્રાંતમાંથી ક્રેમફોર્સમાં તેમના ખાનગી ફાર્મહાઉસમાં આવતા હતા. ઓક્ટોબર 2025માં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી ત્યાં સુધી આ ચાલુ રહ્યું.

ફરિયાદી પક્ષના અધિકારીઓએ કહ્યું કે તે તેની પત્નીને નશો કરાવતો હતો.

મહિલાના પતિએ તેને નિયંત્રિત કરવા માટે પૂર્વી સ્વીડનમાં તેમના દૂરના ઘર, મર્યાદિત સામાજિક સંપર્ક અને સર્વેલન્સ કેમેરાનો ઉપયોગ કર્યો.

કેટલાક કેમેરામાં જાતીય કૃત્યો પણ રેકોર્ડ થઇ જતા હતા.

તેણે તેની પત્નીને મારી નાખવાની, તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવવાની અને તેની આંગળીઓ કાપી નાખવાની ધમકી પણ આપી હતી.

સ્વીડિશ જાહેર પ્રસારણકર્તા SVT અનુસાર, મહિલા જાણતી હતી કે ઘરમાં કેમેરા ક્યાં લગાવવામાં આવ્યા છે.

તે કેમેરાની રેન્જની બહારના સ્થાનનો ઉપયોગ કરીને ત્યાંથી ભાગી ગઈ અને પછી પોલીસને ફોન કર્યો.

કોર્ટે શોધી કાઢ્યું કે તે પુરુષે તેની પત્નીને જાતીય કૃત્યોનું ફિલ્માંકન કરવા અને તેનું ઓનલાઈન પ્રસારણ કરવા માટે પણ દબાણ કર્યું.

તેણે તેની પત્નીને વધુ ગ્રાહકોને આકર્ષવા અને પડોશીઓ અને અન્ય લોકોને તેની સાથે સેક્સ કરવા માટે સમજાવવા દબાણ કર્યું.

Wife1
bbc.com

કોર્ટે જણાવ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં, તેણે લાંબા સમય સુધી અપમાન કરીને અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને દબાણ કર્યું.

કોર્ટે એમ પણ કહ્યું કે, પૈસા લઈને જાતીય સંબંધો બનાવવાની શરૂઆત તેના પતિએ કરી હતી.

જોકે, કોર્ટે 8 બળાત્કારના આરોપોને ફગાવી દીધા, કારણ કે તે સાબિત થઈ શક્યું ન હતું કે સ્ત્રીની ભાગીદારી સંપૂર્ણપણે તેની ઇચ્છા વિરુદ્ધ હતી.

એક કેસમાં, ખરેખર કયા જાતીય કૃત્યો થયા તે પણ સ્પષ્ટ થયું નહોતું.

પતિને જેલની સજા ફટકારવા ઉપરાંત, કોર્ટે તેને સ્ત્રી (પત્ની)ને વળતર તરીકે 200,000 સ્વીડિશ ક્રોના ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.

સ્વીડિશ અધિકારીઓએ જાતીય કૃત્યો માટે ચૂકવણી કરનારા 120 પુરુષોની ઓળખ કરી હતી. જો કે, આ કેસમાં ફક્ત 29 પુરુષો પર આરોપ મૂકવામાં આવ્યો હતો.

આરોપીઓએ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમના મતે, ઘણાએ દાવો કર્યો હતો કે તેઓએ સ્ત્રી સાથે સેક્સ કર્યું નથી કે કોઈ ચૂકવણી કરી નથી.

તેમ છતાં, કોર્ટે 28 પુરુષોને દોષિત ઠેરવ્યા. આમાંથી બે પુરુષોને જેલની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે બાકીના લોકોને સસ્પેન્ડેડ સજા અથવા પ્રોબેશન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.