સરકારી ટીચર બનતા જ બદલાઈ ગઇ પત્ની, પતિ સાથે રહેવાનો કર્યો ઇનકાર; ભરતીમાં પોતાને 'અપરિણીત' ગણાવી

મુઝફ્ફરપુરમાં નિયુક્ત એક BPSC શિક્ષિકાને લઇને વિવાદ ઉભો થયો છે. શિક્ષિકાના પતિ અને તેના પરિવારનો આરોપ છે કે શિક્ષક ભરતી પ્રક્રિયા દરમિયાન તેણે પોતાને અપરિણીત ગણાવીને નોકરી મેળવી, જ્યારે તે સમયે તેના લગ્ન થઇ ચૂક્યા હતા. આટલું જ નહીં, નોકરી મળ્યા પછી, શિક્ષિકાએ પતિ સાથે રહેવાનો પણ ઇનકાર કરી દીધો. પતિના પક્ષે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને આવેદન આપીને આ મામલાની તપાસની માંગ કરી છે; તો આ વિવાદ હવે કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે.

અહેવાલો અનુસાર, આ મામલો જૌનપુરના રહેવાસી પ્રવીણ કુમાર વિશ્વકર્મા અને તેમની પત્ની સાથે જોડાયેલો છે. એવો દાવો છે કે 2 ડિસેમ્બર, 2022ના રોજ પ્રવીણ કુમાર વિશ્વકર્માના લગ્ન બિંદુ વિશ્વકર્મા સાથે થયા હતા. પરિવારનું કહેવું છે કે લગ્ન પછી, તે BPSC શિક્ષક ભરતી પરીક્ષાની તૈયારી કરી રહી હતી, અને તેના સાસરિયાઓએ તેની તૈયારીઓ માટે નાણાકીય સહાય પૂરી પાડી હતી. જુલાઈ 2023માં લેવાયેલી TRE-1 પરીક્ષામાં શિક્ષિકા સફળ થઈ. ત્યારબાદ, નવેમ્બર 2023 મા, તેની મુઝફ્ફરપુર જિલ્લાના કટરા બ્લોકમાં સ્થિત પ્રાથમિક શાળા દહતોલા પહસૌલમાં નિમણૂક આપવામાં આવી.

Teacher2

પતિ અને તેના પરિવારનો આરોપ છે કે નોકરી મળ્યા પછી શિક્ષિકાનું વર્તન બદલાઈ ગયું. તેણે ધીમે-ધીમે તેના પતિ અને સાસરિયાઓથી દૂરી બનાવી લીધી. વાતચીત ઓછી થઈ ગઈ અને સંબંધ લગભગ સમાપ્ત થઈ ગયો. એવો આરોપ છે કે જ્યારે એપ્રિલ 2025માં પતિ મુઝફ્ફરપુર પહોંચ્યો અને સાથે રહેવાની વાત કહી, ત્યારે શિક્ષિકાએ સાથે રહેવાની ના પાડી દીધી. ત્યારબાદ, તેમના સંબંધો બગડ્યા, અને તેમની વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ.

પતિ પક્ષનો સૌથી ગંભીર આરોપ એ છે કે TRE-1 ભરતી પ્રક્રિયા દરમિયાન શિક્ષિકાએ પોતાના દસ્તાવેજોમાં વૈવાહિક સ્થિતિ ખોટી રીતે દર્શાવીને પોતાને અપરિણીત ગણાવી હતી. પરિવારજનોનું કહેવું છે કે જો એ સાબિત થાય, તો આ વિભાગને ખોટી માહિતી પૂરી પાડવાનો ગંભીર કેસ બની શકે છે. પ્રવીણ વિશ્વકર્માના મોટા ભાઈ ગુરુ પ્રસાદ વિશ્વકર્માએ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને આવેદન આપીને આરોપ લગાવવામાં આવ્યો છે કે TRE-1 પરીક્ષા દરમિયાન બિંદુએ પોતાને અપરિણીત ગણાવી હતી, જ્યારે તેને પહેલાથી જ લગ્ન થઇ ચૂક્યા હતા. ફરિયાદીનો દાવો છે કે આ વિભાગને ગેરમાર્ગે દોરવાનો અને ખોટા દસ્તાવેજોના આધારે નોકરી મેળવવાનો કેસ છે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

Teacher1

તો, શિક્ષિકાએ આ આરોપો અંગે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. તેનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચેના મતભેદોને ઉકેલવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા હતા, પરંતુ સંબંધને બચાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહીં. આ મામલો હાલમાં કોર્ટમાં વિચારાધીન છે, એટલે તે પોતાની વિસ્તૃત વાત ત્યાં જ રાખશે.

હાલમાં, આ મુદ્દો શિક્ષણ વિભાગ અને કોર્ટ બંને સમક્ષ છે. DEOને આપવામાં આવેલી ફરિયાદ બાદ વિભાગીય તપાસમાંથી શું તથ્યો બહાર આવે છે તે જોવાનું મહત્ત્વપૂર્ણ છે. તો વૈવાહિક વિવાદને લઇને અંતિમ નિર્ણય કોર્ટની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થઇ શકશે.

About The Author

Related Posts

Top News

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ

હીરો મોટોકોર્પની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ Vidaએ તેનું નવું સ્કૂટર લોન્ચ કર્યું છે. તેના VX2 પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, કંપનીએ...
Tech and Auto 
હીરોએ Vida VX2 Plus લોન્ચ કર્યું; ફૂલ ચાર્જમાં 187KMની રેન્જ, 65 મિનિટમાં ફૂલ ચાર્જ, કિંમત છે એક્ટિવાની આજુ-બાજુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.